• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »SME» Are You Ready For A Radical Change Of The Streak In Business ? By Yamal Vyas

વેપાર-ધંધામાં આમૂલ પરિવર્તન ના દોર માટે તમે તૈયાર છો...?

વેપાર-ધંધામાં આમૂલ પરિવર્તન ના દોર માટે તમે તૈયાર છો...?
(તસવીર પ્રતિકાત્મક)
 
-પરિવર્તન પ્રગતિ કે નફાકારકતા જ નહિ આયુષ્ય બદલી નાખશે
 
21મી સદીના પ્રથમ દોઢ દાયકામાં ધંધાના અનેક પરિમાણોમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે. આ પરિવર્તન કંપનીઓની પ્રગતિ કે નફાકારકતા જ નહિં પરંતુ આયુષ્ય પણ બદલી નાંખી શકે છે. આ બદલાઇ રહેલા માહોલની વધુ ઝીણવટપૂર્વક છણાવટ કરીએ તો અગાઉ કંપનીની મૂડી એટલે નાણામાં ગણવામાં આવતી હતી. જે કંપની પાસે વધુ નાણા હોય તે મોટી કંપની ગણાતી હતી. આજે પણ આવું જ છે. પરંતુ શું કાલે આવું જ હશે. હરગીઝ નહિં, હવે કંપનીની મૂડી એટલે તેનું સોફ્ટવેર, કોપીરાઇટ પેટન્ટ બ્રાન્ડ, નોલેજનું ભંડોળ…ગ્રાહકો સાથેના રિલેશન્સ વગેરે વગેરે વગેરે…
 
આમ હવે કંપનીની જે મુખ્ય મૂડી અથવા મિલકતો ગણીએ તો આવનારા દિવસોમાં તે ભૌતિક રીતે છે જ નહિં. તેથી ઉપર જણાવેલી બાબતો જ મિલકતો કે મૂડી બની રહેશે અને આનાથી પણ મેટી મિલકત કંપનીના કર્મચારીઓ બની રહેશે. આજે પણ ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને મિલકતની જેમ સાચવે છે. પરંતુ આવનારા વર્ષોમાં તો કંપનીના કાર્યક્ષમ કર્મચારીઓ અમૂલ્ય બની રહેશે. મહત્વના પદ ઉપરના કર્મચારીઓની કિંમત કરવા માટેના વેલ્યૂએશનના માપદંડ પણ ભવિષ્યમાં નીકળે તો નવાઇ નહિં…!!
 
અન્ય એક મહત્વની બાબત આપણે એ પણ જોઇશું કે, ભવિષ્યમાં મોટી કંપનીઓની સંખ્યા અને મહત્વ ઘટશે. નાની નાની કંપનીઓ વધુને વધુ મહત્વની બની રહેશે ભારતમાં ઘણાં વર્ષોથી આ વાત આપણે સ્વીકારી છે. આજે પણ દેશમાં નાના, કુટિર અને ગૃહ ઉદ્યોગો લાખ્ખોની સંખ્યામાં કાર્યરત છે. અમેરીકા માટે આ બાબત નવી છે. એક અભ્યાસ અનુસાર 1990-2008ના વર્ષોમાં અમેરીકન આવકવેરા વિભાગના આંકડા અનુસાર 18 વર્ષના ગાણાં અમેરીકામાં મોટી કંપનીઓની સંખ્યામાં જૂજ વધારો થયો હતો. તેમના ટર્નઓવરમાં 150 ટકાનો વધારો થયો હતો. જયારે આજ સમયગાળામાં નાના એકમોની સંખ્યા અનેકગણી વધારે વધી અને તેમના વેચાણોમાં 394 ટકાનો વધારો થયો હતો.
 
જે વાત આપણી ભારત સરકાર અને ઉદ્યોગપતિઓ વર્ષોથી કહે છે કે નાના ધંધાઓ જ ખરી ઝડપથી વિકાસ કરીને અર્થતંત્રને વેગ આપી શકે તેમ છે. તે વાત હવે અમેરીકાના લોકો પણ સ્વીકારતા થયા છે. હવે જોઇએ ઇન્ટરનેટ દ્રારા વચેટીયા દૂર કરવાની પ્રક્રિયા હજી કેટલી આગળ વધી શકે તેમ છે. ઇન્ટરનેટના આગમન સાથે આ સદીની શરૂઆતમાં વિમાની ટિકિટો તથા હોટલના બુકિંગની ઓનલાઇન સુવિધાના પગલે વિશ્વભરમાં હજારો લાખ્ખો ટ્રાવેલ એજન્ટોનો ધંધો લગભગ પડી ભાંગ્યો છે. આવું જ અન્ય અનેક ધંધાઓમાં થયું ભારત જેવા દેશમાં પણ આજે રેલવેની મોટાભાગની ટિકિટો ઓનલાઇન થાય છે અને દલાલો, એજન્ટો, વચેટિયાઓ લગભગ બેકાર થઇ ગયા છે.
 
 ધંધામાં સરળતા અને પારદર્શકતા એક પ્રકારની ક્રાન્તિ લઇને આવ્યા છે. આજે નવો ટ્રેન્ડ શરૂ થયો છે તેનાથી ગ્રાહકોને ચોક્કસપણે ફાયદો થાય છે. પરંતુ સાથે સાથે એ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, નાની કંપનીઓ અન્ય કંપનીઓને જરૂર હંફાવે છે. પરંતુ સરવાળે તો મોટી કંપનીઓનું  જે નુકસાન કરે છે તેટલું નાની કંપનીઓ કમાઇ પણ નથી શકતી. આનું એક ઉદાહરણ લઇએ તો સ્કાઇપી. આપણે કમ્પ્યુટર અને મોબાઇલ દ્વારા સ્કાઇપી પર વાતો કરીએ છીએ અને માઇક્રોસોફ્ટે તે ખરીદી લીધી છે. 2013માં તેનું ટર્નઓવર રૂ. 13000 કરોડ હતું સામે સ્કાઇપીની આ સેવાએ મોટી કંપનીઓને રૂ. 3700 કરોડનો ફટકો માર્યો . લાભ ગ્રાહકનો નુકસાન કંપનીઓનું. 2012 માર્ચથી 2014ના 27 માસમાં સાનફ્રાન્સિસ્કોની ટેકસીઓનો ધંધો 65 ટકા ઘટ્યો. કારણ? ઉબર જેવી સેવાઓનું આગમન. આમ અવારનવાર પરિવર્તન લાભ પણ કરાવશે અને કેટલાંય ઘંધા બંધ પણ કરાવી શકે. તૈયાર રહેજો..!! 
(SME Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Are you ready for a radical change of the streak in Business ? by Yamal Vyas
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.