• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Personal Finance» Are Kept Saving For Retirement By Mahesh Trivedi

રિટાયરમેન્ટઃ કમાણીનાં ફદિયાં બચાવીને રાખ્યાં છેને...?!

રિટાયરમેન્ટઃ કમાણીનાં ફદિયાં બચાવીને રાખ્યાં છેને...?!
આપણે એક પ્લેન, ટ્રેન કે બસ ચૂકી જઇએ તો પણ કલાક-બે કલાક કે કદાચ એક આખો દિવસ રાહ જોવી પડતી હોય છે. પરંતુ જીવનમાં યોગ્ય ઉંમરે યોગ્ય સફળતા મેળવવાથી વંચિત રહી જઇએ તો પછી આખી જિંદગી કદાચ તેના અભાવ વચ્ચે જ પસાર કરવાનો વારો આવી શકે છે. તમામ સંસ્કૃતિમાં એક જ વાતનો ઉલ્લેખ છે કે, માણસે માત્ર ધન કમાવા માટે જ જીવન પસાર કરી નાંખવાના બદલે માનવતા આધારીત કમાણી કરવી, સંસારના તમામ સુખો ભોગવવા અને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધવું..! જરૂરિયાત આધારીત કરતાં પણ ઇચ્છા આધારીત જીવન જીવવાની શૈલી પાછળ 100માંથી 90 ટકા માણસોની જીંદગી માત્ર પૈસો કમાવા પાછળ જ ખર્ચાઇ જાય છે. બરાબર એક વર્ષ અગાઉ અત્રે ઉલ્લેખ કરેલો હોવા છતાં પ્રાસંગિક હોવાથી ફરી યાદ કરાવું કે..... આદિગુરુ શંકરાચાર્યજી રચિત ચર્પટ પંજરિકા સ્તોત્રનો આ શ્લોક ધાર્મિક રીતે તો મહત્વ ધરાવે જ છે પરંતુ આર્થિક જીવનમાં પણ ઘણું બધું શિખવી જાય છે,
 
અંગમ્ ગલિતમ્ પલિતમ્ મૂન્ડમ્, દશનવિહિનમ્ જાતમ્ તૂંડમ્ !
વૃદ્ધોયાતિ ગૃહિત્વા દંડમ્, તદપિ ન મૂચચ્યાશાપિંડમ્....!!
 
ગાત્રો ગળી ગયા હોય, માથાના વાળ પણ ઉતરી ગયા હોય અને મોઢામાંથી દાંત પણ પડી ગયા હોય, વૃદ્ધાવસ્થાના કારણે લાકડીના સહારે ચાલવું પડતું હોય છતાં આશાઓના પિંડમાંથી છૂટકારો ના થતો હોય તેવો મનુષ્ય માણસ હોવા છતાં પશુની ભાંતિ જીવન જીવે છે.મર્યાદિત કમાણી ધરાવતા રોકાણકારોની સંખ્યા 80 ટકાથી પણ વધુ છે. જેઓ કમાણીમાંથી ...યોગ્ય... હિસ્સો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અલગ નથી ફાળવતા તેમણે વૃદ્ધાવસ્થામાં પણ આજીવિકાની લાકડીનો સહારો લેવો પડે છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ રોકાણકાર છે. જે કમાણીની શરૂઆતની સાથે જ યોગ્ય સલાહકારની મદદથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીને રિટાયરમેન્ટ પછી પણ બાકીનું જીવન એશઆરામથી વિતાવી શકે. ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ વારંવાર એક જ રટણ કરતાં હોય છે કે કમાણીની શરૂઆતથી જ 10 ટકા રકમ રિટાયરમેન્ટ માટે અલગથી ફાળવો.
 
જેમ જેમ કમાણી વધતી જાય તેમ તેમ રિટાયરમેન્ટ માટેનો હિસ્સો પણ તેના પ્રમાણમાં વધારતાં જાવ. જેથી વધતી મોંઘવારી અને બદલાતી જતી લાઇફસ્ટાઇલ સાથે એડજસ્ટ થઇ શકો. બિલ ગેટ્સ સહિતના સંખ્યાબંધ મહાનુભાવો સાવ નાની ઉંમરે ક્ષેત્ર સન્યાસ લઇને સોશિયલ સર્વિસમાં જોડાઇ ગયાના કિસ્સાઓ આપણે સાંભળીએ અને વાંચીએ છીએ. પરંતુ તમે એક પણ કિસ્સો એવો વાંચ્યો કે ભારતના ટોચના કોઇ ઉદ્યોગપતિએ 50-60 વર્ષની ઉંમરે ક્ષેત્ર સન્યાસ લીધો હોય. પોતાનો તમામ કારોબાર સંતાનોને સોંપીને સમાજ સેવા કે પોતાના કલ્યાણ માટે કે, પોતે ઉસેડીને એકઠા કરેલા રૂપિયા વાપરવા માટે ક્ષેત્ર સન્યાસ લીધો હોય..? તેનાથી ઉલટું.... તાજેતરમાં જ સંખ્યાબંધ કિસ્સાઓ એવા જોવા મળ્યા કે મેન્ટર બનવા નિકળેલા ઉદ્યોપતિઓ ફરી પન્ટર બનીને પાછા ફર્યા હોય! વારસો સોંપવાના નામે કંજૂસાઇનું પ્રમાણ ભારતમાં સવિશેષ છે. વિકસીત દેશોમાંલોકો છેલ્લો રૂપિયો પણ છેલ્લા શ્વાસ સુધી વાપરી જાણે છે.
 
રિટાયરમેન્ટને વધુ સમૃદ્ધ બનાવવા આટલું કરતા રહો.....
- રિટાયરમેન્ટ કોર્પસનો 20-30 ટકા હિસ્સો કે જે 5-10 વર્ષ સુધી વપરાવાનો ના હોય તેને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુ.ફંડ્સમાં રોકો અને બાકીના ડેટ કે લિક્વિડ ફંડમાં રોકો, ફિક્સ્ડ ઇન્કમ ઓપ્શન્સ કે જેમાં ટેક્સ લાગતો હોય તેનાથી દૂર રહી ઇન્ફ્લેશન બીટ કરવા કોશિશ કરતાં રહો.
- એટલિસ્ટ એક વર્ષના ખર્ચ જેટલું ઇમર્જન્સી ફંડ શોર્ટટર્મ ઇન્સ્ટ્રુમેન્ટમાં પાર્ક કરો કે જેમાંથી તમે ઇચ્છો ત્યારે ઉપાડી શકો. લિક્વિડ ફંડ આના માટે બેસ્ટ ઓપ્શન ગણાવી શકાય.
- નીચું રિસ્ક અને રેગ્યુલર મન્થલી ઓપ્શન પ્લાન્સ ધરાવતા મ્યુ. ફંડ્સમાં પણ નાણા રોકી શકાય. કુલ ફંડમાંથી 70-75 ટકા ફંડ ડેટ ઓરિએન્ટેડ મ્યુ. ફંડમાં મૂકીને સારી કમાણી કરી શકાય છે.
- મરવાની વાત કોને ગમે... પણ જો તમે વીલ તૈયાર નહિં કરો તો ક્યારેક એવું પણ બની શકે કે, તમે ભેગું કરેલું કોઇના કામમાં નહિં આવે. માટે વીલ કરવું અતિ આવશ્યક છે.
(Personal Finance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Are kept saving for Retirement by Mahesh Trivedi
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.