• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» 2017 In Will Be Auspicious For The Textile-Garment Boost Trade Cashless

2017 : ટેક્સટાઇલ-ગાર્મેન્ટ માટે શુકનવંતું બનશે : કેશલેસથી વેપારને વેગ મળશે..!!

2017 : ટેક્સટાઇલ-ગાર્મેન્ટ માટે શુકનવંતું બનશે : કેશલેસથી વેપારને વેગ મળશે..!!
(તસવીર પ્રતિકાત્મક)
 
ટેક્સટાઇલ-ગાર્મેન્ટ સેક્ટર છેલ્લા ત્રણ વર્ષથી મંદીમાં પીડાઇ રહ્યો છે ત્યારે 2017નું નવું વર્ષ આ સેક્ટર માટે શુકનવંતું સાબીત થઇ શકે તેવી અનેક સોનેરી તકો છે. પરંતુ સોનેરી તકનો લાભ સેક્ટર પૂરતી માત્રામાં લે તે પણ એટલું જ જરૂરી છે. ખાસકરીને કેન્દ્ર સરકારે ગાર્મેન્ટ તથા ટેક્સટાઇલ સેક્ટર માટે સબસિડી સાથે અને નવી સ્કિમો લોન્ચ કરી છે જેનો ભરપુર લાભ આ સેક્ટર લે તે વેપારીઓ, ઉત્પાદકો, આયાત-નિકાસકારોના હિતમાં છે. વધુમાં તો સીધો ફાયદો અત્યારે આ સેક્ટરમાંથી રોજગારી ઘટી ગઇ છે તેનું ફરી સર્જન થશે.નવા વર્ષે જીએસટીનો અમલ થવા જઇ રહ્યો છે તેના કારણે આ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો એ થશે કે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના ઉત્પાદકો, રિટેલર્સોના વેપારને વેગ મળશે. ગુજરાત ડેનિમના ઉત્પાદનનું વૈશ્વિક સ્તરે હબ બનવા જઇ રહ્યું છે ત્યારે વૈશ્વિક માગથી ઉત્પાદન વધવા સાથે નિકાસને વેગ મળશે.
 
ગાર્મેન્ટ, ટેક્સટાઇલ સેક્ટરમાં અત્યારે ભલે ખરાબ દિવસો ચાલી રહ્યાં હોય પરંતુ પોઝિટીવ ટ્રેન્ડનો દિવાળીથી જ શુભારંભ થઇ ચૂક્યો છે. મોટા ભાગના ઉત્પાદકોએ ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્તરણ કરવા સાથે અન્ય રોકાણના પાયો નાંખ્યો છે પરંતુ ડિમોનેટાઇઝેશનના કારણે કામચલાઉ આ પ્રોજેક્ટમાં બ્રેક લાગી છે. આગામી એકાદ માસમાં આ સેક્ટર ફરી ધમધમતો થઇ જશે તેમાં બે મત નથી. કેશલેશ બનવા તરફ સેક્ટરે પ્રયાસો શરૂ કરી દીધા છે. જોકે, આ સેક્ટર સૌથી મોટી રોજગારી પૂરી પાડી રહ્યો છે ત્યારે આ સેક્ટર સાથે જોડાયેલા રોજમદારોને સત્વરે ડિજિટલ મોડથી દૈનિક ભથ્થું આપવું અધરૂ બન્યું છે પરંતુ આગળ જતા રોજમદારોના પણ એકાઉન્ટ ખોલવામાં આવશે તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. ભારતની તુલનાએ પાકિસ્તાન, વિયેતનામ, બાંગ્લાદેશ તથા શ્રીલંકા જેવા દેશોની નિકાસ વધી રહી છે ત્યારે સરકારની નિકાસલક્ષી પોલિસી વધુ સરળ બને કાચો માલ સસ્તો થાય તો નિકાસમાં ફરી આગળ આવવાની તક છે.
 
ગ્રે માર્કેટની તેજી યાર્ન-પ્રોસેસીંગ હાઉસને મંદીમાંથી બહાર કાઢશે
 
ગ્રે માર્કેટ નવા વર્ષ 2017માં આ સેક્ટર માટે ગેમ ચેન્જર બની શકે છે. જ્યાં સુધી ગાર્મેન્ટની નિકાસ નહિ વધે ત્યાં સુધી ગ્રે માર્કેટમાં સુધારો આવી શકે તેમ નથી. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે નિકાસ વધારા માટે પ્રોત્સાહન આપ્યું છે જેના કારણે નિકાસમાં વૃદ્ધિ થાય તો જ ગ્રે માર્કેટમાં સુધારો આવી શકે છે. ગ્રે માર્કેટની તેજી પર યાર્ન તથા પ્રોસેસીંગ હાઉસોને લાભ થશે. ફાયદો તો દૂરની વાત છેલ્લા કેટલાક સમયથી પ્રોસેસીંગ તથા યાર્ન સેક્ટર મંદીમાંથી પીડાઇ રહ્યો છે તે નવા વર્ષે બહાર આવી શકશે.
 
હાથ વણાટ કપડાના વપરાશનું કેમ્પેઇન સેક્ટરને કેટલું ફળશે
 
2016નું વર્ષ ટેક્સટાઇલ તથા ગાર્મેન્ટ ક્ષેત્ર માટે મિશ્ર રહ્યું હતું. જોકે, સરકારે હેન્ડલૂમને પ્રોત્સાહન આપવા હાથવણાટના કપડાં વધુ પહેરવા જોઇએ તે નામનું એક કેમ્પેન ચલાવ્યું છે. પરંતુ આ કેમ્પેઇનને ધારણા મુજબની સફળતા મળી નથી. જોકે આગામી વર્ષે આનો લાભ સેક્ટરને કેટલો ફળે છે તે જોવાનું રહ્યું. આ ઉપરાંત લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ રાષ્ટ્રીય ટેક્સટાઇલ નીતિની સરકારે જાહેરાત કરી હતી. આ નીતિનો ઉદ્દેશ 2024-25 સુધીમાં ટેક્સટાઇલ્સ ક્ષેત્રે 3.5 કરોડ નોકરીના સર્જન અને નિકાસને 300 અબજ ડોલરે પહોંચાડવાનો હતો. જોકે, સરકારે 2016માં ટેક્સટાઇલ અને અપેરલ્સ સેક્ટર માટે 6000 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી મંદીના ચક્રવ્યુહમાં ફસાયેલા આ સેક્ટર માટે સરકારે ટેક્સટાઇલ ક્ષેત્રે નિકાસ વધારવા અને આયાત ઘટાડવા માટે ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમમાં સુધારા કર્યા હતા અને આ ક્ષેત્રે રોજગારી વધારવા માટે રોકાણ માટે વન ટાઇમ કેપિટલ સબિસિડી અને ટેક્નોલોજી ઇન્ટેન્સિવ શરૂ કર્યું હતું પરંતુ આ સ્કિમ શરૂ કર્યાને લાંબો સમય વીતિ ચૂક્યો હોવા છતાં હજુ સુધી કોઇ જ પોઝિટીવ અસર આ સેક્ટરમાં જોવા મળી નથી. ઉલટું નિકાસ વેપાર વધવા સામે સતત ઘટી રહ્યાં છે.
 
વિવિધ વીવિંગ પ્રોડક્ટની પ્રાઇસ
30 કાર્ડેડરૂ.180-185
40 કાર્ડેડરૂ.200-205
30 કોર્મરૂ. 203-208
40 કોર્મ વીવિંગરૂ.215-220
10 નંબર ઓઇરૂ.115-120
16 નંબરરૂ.125-130
20 નંબરના રૂ.137-142
30 કાર્ડેડ નિટિંગરૂ.175-180
32 નિટિંગ(નિકાસ)રૂ.185-190
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2017 in will be auspicious for the textile-garment boost trade cashless
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.