• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Upheaval Start Economic And Political Fronts In 2017

2017 : આર્થિક-રાજકીય મોરચે ઊથલપાથલોનો આરંભ

2017 : આર્થિક-રાજકીય મોરચે ઊથલપાથલોનો આરંભ
મે 2017ના આરંભ ખુબ દિલચસ્પ અને દિલઘડક થઇ રહ્યો છે. 2016ના વર્ષની ત્રણ અસામાન્ય ઘટનાઓ બ્રેક્ઝિટ, ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય અને ભારતનું ડિમોનેટાઇઝેશન લાંબાગાળાના ફેરફારો લાવનારી બની રહેશે. બ્રેક્ઝિટ મુદ્દે યુકે, અને યુરોપિયન યુનિયન વચ્ચે પક્કડનું જે જોર આતા હૈ એવી ખોટી લડાઇ ચાલી રહી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ નિષ્ણાતોને ખોટા પાડીને સારી બહુમતીથી ચુંટાઇ આવ્યા છે અને વિશ્વભરની નજર અમેરિકા, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને  વેપારમાં વર્તમાન પડકારોને કઇ રીતે પહોંચી વળે છે તે જોવાનું રહ્યું. ભારતમાં ડિમોનેટાઇઝેશનને 50 દિવસ વીતિ ગયા છે હવે સુખનો સુરજ ઉગશે એવી અપેક્ષા વધી રહી છે. 2017માં પણ રાજકીય ઉથલ-પાથલો ચાલુ રહેવાની છે. યુરોપમાં ચાર મહત્વના દેશોમાં ચુંટણી છે. ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ અને જર્મનીમાં. ચારેય દેશોમાં એન્ટી યુરો અને એન્ટી ગ્લોબલાઇઝેશન પરિબળો જોરમાં છે. એટલે યુરોના અસ્તિત્વ માટે પડકારો યથાવત છે. 

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષ ચુંટણીમાં કારમી હાર પચાવી શક્યો નથી. ઓબામા જતા જતા રશિયન અધિકારીઓને તગડી મુક્યા છે. ચુંટણીમાં રશિયાએ હેકિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ કાર્યભાર સંભાળશે ત્યાર બાદ આ બાબતે કદાચ ફેરવિચારણા કરશે. અત્યારે તો અમેરિકન શેરબજારમાં ફુલગુલાબી તેજી છે. ડાઉજોન્સ આસમાની ઉંચાઇએ આંબી રહ્યો છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય બાદનો આશાવાદ કેટલો ઝડપથી સમી જશે તે જોવું રસપ્રદ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટની પસંદગીમાં નાણાંમંત્રી તરીકે અબજોપતિ અને વિવાદાસ્પદ ઇન્વેસ્ટર, વ્યાપાર મંત્રી તરીકે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને વિદેશ મંત્રી તરીકે ઓઇલ કંપનીના વડા તથા મોટા ભાગના મહત્વના પદો પર હેજફંડો અને મુડીવાદીઓનું પ્રભુત્વ જોતા એવું લાગે છે કે મજૂર,પેન્શનર, ખેડૂત અને ગરીબ સમુદાયના લોકો પર મતોથી જીતી જનારા ડોનાલ્ડ ટ્રમ્પ ઘનકુબેરોના સહયોગી અને નીતિઓમાં વિપક્ષીય રિપલબ્લિકનના બદલે સવાયા ડેમોક્રેટ સાબીત થાય તેવું લાગે છે.
 
બજારોની વાત કરીએ તો સોના-ચાંદીમાં વર્ષના છેલ્લા મહિનામાં ભારે કડાકો આવ્યો પરંતુ વર્ષાન્તે થોડો સુધારો દેખાઇ રહ્યો છે. બજાર બોટમઆઉટ થઇ ગઇ છે અને કોમેક્સના લેણના ઓળિયા ખંખેરાઇ જતા હવે નવું લેણ થશે. આવતા ત્રણ મહિનામાં સોનું 1250-1320 ડોલર જોવાની સંભાવના છે. ચાંદી 18-19 ડોલર થવાની શક્યતા છે. એટલે સ્થાનિક બજારમાં સોનું હાલ 27500 છે તે વધીને 30500-31000 થશે. ચાંદી રૂા.39000 થી વધીને 42000-43000 થશે. રૂપિયો નબળો પડે તો ચાંદી 44000ની સપાટી પણ વટાવી શકે છે. બેઝ મેટલ્સમાં ભારે અફરાતફરી જોવાશે. ઝિંકમાં મોટી વધઘટ થઇ રહી છે. ચાલુ વર્ષે ઝિંક 115 થી વધી 206 થયું અને અત્યારે 173 છે. લીડમાં તેજી ઓસરી રહી છે. લીડ 105 થી વધુ 178 થઇને 135 બોલાઇ રહ્યું છે. નિકલમાં પણ કરેક્શન આવ્યું છે. નવા વર્ષમાં એલ્યુમિનિયમ અને નિકલ ડાર્ક હોર્સ લાગે છે. અને 2017માં રોકાણ માટે નિકલ હોટ ફેવરિટ ગણાય. એનર્જી માર્કેટમાં ક્રૂડ ઓઇલ તથા નેચરલગેસમાં ઘમાકેદાર તેજી થઇ બન્ને કોમોડિટી નોંધપાત્ર વધી નવા વર્ષમાં ક્રૂડ ઓઇલ પ્રથમ ક્વાર્ટરમાં કદાચ વધેલા ભાવથી કરેક્શન બતાવે છે. પરંતુ વધઘટે તેજી જળવાઇ રહેશે. નેચરલ ગેસની તુલનાએ ક્રૂડ ઓઇલ વધારે આકર્ષક છે. 
 
એગ્રી કોમોડિટી માર્કેટમાં તેલીબિયાંમાં રાયડામાં વાવેતરો વધવાથી તેજીના વળતા પાણી થયા છે. સોયાબીનમાં પણ નરમાઇ રહી છે. જોકે, સોયાબીનમાં વધઘટે સાધારણ તેજીની સંભાવના દેખાય છે. ખાદ્યતેલોમાં પામતેલ માટે વર્ષ ધમાકેદાર તેજીનું હતું નવા વર્ષે પણ માર્ચ-એપ્રિલ સુધી ખાદ્યતેલો મજબૂત રહેવાની ધારણા છે. એશિયામાં અલનીનોના કારણે પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. તેમજ બાયોડિઝલમાં વપરાશ વધવાથી સ્ટોક નીચો છે. ખાદ્યતેલોની તેજી એપ્રિલ પછી ઓસરશે. એરંડામાં વાયદો ફરી ક્યારે શરૂ થાય તેના પર બજારની નજર છે. ટુંકસમયમાં વાયદો ખુલે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.  મસાલા બજારમાં જીરૂમાં ધમાકેદાર તેજી જોવા મળી નવા વર્ષે સિઝનનો આરંભ નીચા કેરીફોરવર્ડથી થઇ રહ્યો છે. જાન્યુઆરી માસના હવામાન પર નવા પાકનો મોટો મદાર રહેલો છે. જીરૂમાં એકંદરે ઉંચા મથાળે તેજી કરવાની ઇચ્છા નથી થતી. ધાણામાં વાવેતરમાં મોટો વધારો છે અને બજાર ધીમે ધીમે ઘસાઇ રહી છે. હળદરમાં પણ ઉછાળા ઉભરા જેવા છે. એકંદરે કટપીસ બજાર છે. મેન્થામાં સારી તેજી થઇ છે. અને હજુ તેજીની પક્કડ છે. 

રૂ બજારમાં કામકાજો ઠંડા છે. જીનિંગ પુરતું થઇ શકતું નથી એટલ ગાંસડીના ઉત્પાદનમાં ખાંચો પડે તેવું લાગે છે. કદાચ પાકમાં પોલ આવે તેવું પણ લાગે છે. ગાંસડીના ભાવ મક્કમ છે. કપાસમાં પણ સારી તેજી થઇ છે. કપાસિયા ખોળમાં પણ ઘટ્યા ભાવથી સારો ઉછાળો આવ્યો છે. ન્યૂયોર્ક કોટનમાં પણ બજાર ઘટતું અટક્યું છે. કરન્સી બજારોમાં ડોલર ઇન્ડેક્સમાં તેજી થાપ ખાઇ રહી છે. 103.30 આસપાસ વેચવાલી આવે છે. ટેક્નીકલી રેન્જ 100.70-103.73 છે. આ રેન્જ તોડે તે દિશામાં ઝડપી ફેરફાર આવશે. રૂપિયો ટકેલો રહ્યો છે. રૂપિયાની રેન્જ 66.85-68.88 છે. જો રૂપિયો આ રેન્જ તોડે તો નવી ચાલ બતાવે. યુરો, પાઉન્ડ અને યેન રેન્જ બાઉન્ડ રહ્યાં છે.નિફ્ટીમાં નીચા ભાવથી લેવાલી આવી છે. બજેટ સારૂ આવશે તેવા આશાવાદના કારણે બજાર મક્કમ રહ્યું છે. નિફ્ટીમાં ટેક્નિકલી રેન્જ 7815, 8330 છે. બોન્ડ બજારમાં થોડી-થોડી નરમાઇ છે. અમેરિકામાં હોબાળો વધવાથી બોન્ડ ઘટવા લાગ્યા છે. અને વ્યાજદરમાં કદાચ અપેક્ષા કરતા વધુ ઝડપી વધારો થશે.
 
 જો વ્યાજદરમાં ઉપરાછાપરી વધારો આવે તો ડોલરમાં તેજી વધશે અને ઇર્મજિંગ બજારો માટે આફતના ઓળા ઉતરશે. લગભગ 10-15 વર્ષે ઇમર્જિંગ બજારોમાં મોટી કટોકટી આવતી હોય છે. ચીનનું સ્લોડાઉન, જાપાનનું ડિફ્લેશન, લેટિન અમેરિકાની રાજકિય અરાજકતા અને યુરોપની કથળેલી બેન્કિંગ વ્યવસ્થા ઇમર્જીંગ બજારો માટે ખતરાની ઘંટડી સમાન છે. સોનાની રેન્જ 1126 થી 1197, ચાંદીની રેન્જ 15.65 થી 18.05, ક્રૂડની રેન્જ 50.50-55.50 ડોલર, કોપરની રેન્જ 358-387, ઝિંકની રેન્જ 164-181, લીડની રેન્જ 130-148, ક્રૂડની રેન્જ 3300-3700, સોયાબીનની રેન્જ 3000-3250, રાયડાની રેન્જ 4000-4300, જીરૂ રેન્જ 17100 થી 17900, કપાસ 937-989, કપાસિયા ખોળ 2005 થી 2173, રૂની રેન્જ 19300 થી 20750 છે. 
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: upheaval Start economic and political fronts in 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.