• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Home Making Material To Be Costlier After Implement Of Gst

GST: ઘર બનાવવાનો સામાન મોંઘો થશે, ટાઇલ્સ 8.25% મોંઘી બનશે

નવી દિલ્હી.જીએસટીમાં વસ્તુઓ પર વધેલા ટેક્સ દરોથી આવનારા સમયમાં ઘર બનાવવું મોંઘુ થઇ જશે. ઘરબનાવવામાં ઉપયોગમાં લેવાતા સામાન પર પોણા 9 ટકા સુધી ટેક્સ વધી રહ્યો છે. પ્લાયબોર્ડ, પાર્ટિકલ બોર્ડ પર 19.25ના સ્થાને જીએસટીમાં 28 ટકા એટલે કે 8.75 ટકા વધુ ટેક્સ લાગશે. ટાઇલ્સ પર પણ 28 ટકા ટેક્સ લાગશે, જે વર્તમાન દરથી 8.25 ટકા વધુ છે. જોકે, ઘરની સજાવટના સમાન પર 12.5 ટકા ઓછો ટેક્સ લાગશે.
 
વીમા-બેન્કિંગ સેક્ટર નાખુશ
 
બેન્કિંગ,વીમા પર સર્વિસ ટેક્સ 15 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિષ્ણાતોએ વિરોધ કર્યો છે. ઈન્ડસ્ટ્રી 12 ટકા ટેક્સ રહે તેમ છે. ઇન્ડસ્ટ્રી સરકાર પર સુધારાનું દબાણ કરશે.
 
પડોશી દેશોમાં ઓછા ટેક્સથી ટૂરિઝમને નુકસાન
 
ઇન્ડસ્ટ્રીનાઅનુસાર ટેક્સ વધવાથી વેપાર બરબાદ થઇ જશે. પર્યટકોને આકર્ષવામાં સૌથી મોટી અડચણ ટેક્સ રેટ છે. મ્યાંનમાર, થાઇલેન્ડ, સિંગાપુર જેવા દેશોમાં ટેક્સ 5-10 ટકા છે.  
 
એફએમસીજી ઇન્ડસ્ટ્રીનું વેચાણ વધશે

એફએમસીજીઇન્ડસ્ટ્રી ખુશ છે. મોટાભાગની પ્રોડક્ટ પર ટેક્સ રેટ ઘટ્યા છે. તેથી વેચાણ વધવાની આશા છે. તેની અસર મોંઘવારી દર પર પણ થશે.
 
ઈ-કોમર્સ કંપનીઓ કાપશે1ટકા ટીસીએસ,ગ્રાહકો પર કોઇ ફરક નહીં
 
જીએસટી લાગુ થવા પર ઈકોમર્સ કંપનીઓને સપ્લાયર્સના પેમેન્ટથી 1 ટકા ટીસીએસ (ટેક્સ કલેક્શન એટ સોર્સ) કાપવો પડશે. તેની ઓનલાઇન શોપિંગ કરનારા પર અસર નહીં થાય. સપ્લાયર્સને ઇનપુટ ક્રેડિટ મળી જશે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું કે તેનાથી ઈકોમર્સ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શકતા આવશે. જોકે ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે સિસ્ટમમાં લગભગ 400 કરોડ લૉક થઇ જશે.
 
Q&Aમાં સમજો, કારોબારીઓ બીજાના રેટિંગ જોઇને બિઝનેસ કરવો કે નહીં કરવાનો નિર્ણય લઇ શકશે
 
-કઇ-કઇ વસ્તુઓ અને સેવાઓ જીએસટીના દાયરાની બહાર છે?
પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ, કુદરતી ગેસ, વિમાન ઈંધણ (એટીએફ), દારૂ અને વીજળી હાલ જીએસટીની બહાર છે. તેમની પર ટેક્સની વર્તમાન વ્યવસ્થા યથાવત રહેશે.
 
-શું ચેરિટેબલ સંસ્થાઓ પર પણ જીએસટી લાગૂ થશે?
જીએસટીમાં તે સપ્લાય જ ટેક્સેબલ છે, જેનાથી બિઝનેસ આગળ વધતો હોય. ચેરિટેબલ સંસ્થાઓ પર તે લાગૂ નહીં થાય.
 
-કલ્બ અને સોસાયટીની સેવાઓ પણ સપ્લાય મનાશે?
હા, જીએસટી એક્ટમાં આવી બૉડીની સેવાઓ બિઝનેસ મનાઇ છે.
 
-અંગત ઉપયોગ માટે કારની ખરીદી. એક વર્ષ બાદ ડીલરને વેચી દીધી. સું તે જીએસટીના દાયરામાં આવશે?
ના, અહીં વ્યક્તિની કાર વેચવી તેના બિઝનેસનો ભાગ નથી. તેથી તેની પરલ ટેક્સ નહીં લાગે. વ્યક્તિએ અંગત ઉપયોગ માટે કાર ખરીદી હતી. તેથી તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહોતી મળી.
 
-રાજ્ય મહેસૂલમાં નુકશાનની વાત કેમ કરી રહ્યા છે?
હાલ વસ્તુની પડતર અને સેનવેટ જોડ્યા બાદ વેટ લાગે છે. નવી વ્યવસ્થામાં સીજીએસટી અને એસજીએસટી બંને એક જ મૂલ્ય પર જોડાશે. એટલે કે એસજીએસટી ઓછી રકમ પર જોડાશે.
 
-રેટિંગ શું છે?તેના ફાયદા શું છે?
સીજીએસટી કાયદાની કલમ 149 હેઠળ દરેક રજિસ્ટર્ડ વ્યક્તિને નક્કી માપદંડોના આધારે કમ્પ્લાયન્સ રેટિંગ અપાશે. એક વેપારી બીજાના રેટિંગ જોઇને નિર્ણય કરી શકશે કે તેની સાથે બિઝનેસ કરવો છે કે નહીં.
 
એશિયાની સરેરાશથી4ગણા છે દર
 
મોટાભાગના દેશમાં જીએસટીની સફ‌ળતાનું સૌથી મોટુ કારણ ટેક્સનો ઓછો અને માત્ર બે કે ત્રણ દર છે. ભારતમાં ટેક્સના 4 સ્લેબ નક્કી કરાયા છે. મહત્તમ દર 28 ટકા છે. એશિયન દેશોની સરેરાશ 7.7 ટકા છે, તેની તુલનામાં ભારતમાં રેટ લગભગ ચાર ગણા વધુ છે.
- વિકસિત દેશોમાં સૌથી સસ્તો દર સિંગાપુરનો છે, જ્યાં માત્ર 7 ટકા જીએસટી છે.
- કેનેડામાં જીએસટીનો દર 13-15 ટકા સુધી છે.
- યૂરોપીયન દેશોમાં જીએસટીનો મહત્તમ દર 25 ટકાની આસપાસ છે.
 
જીએસટી એક્સપર્ટસ: મુકુલ શર્મા- ટેક્સએક્સપર્ટ, સમીરન ઘોષાલ- સિનિયરપાર્ટનર, કેપીએમજી, વીએસધાતે- સિનિયરકન્સલ્ટન્ટ, ટેક્સમેન ડૉટ કોમ, એસ.કૃષ્ણન- સીએઅને ટેક્સ એક્સપર્ટ, રાજેશ્વરદયાલ- ટેક્સએક્સપર્ટ
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Home Making Material To Be Costlier After Implement Of Gst
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.