• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Income Tax Department Identifies 5.56 Lakh People Deposited More Cash

ઓપરેશન ક્લીન મની ફેઝ-2ઃ વધુ રકમ જમા કરનાર નવા 5.56 લાખ લોકોની ઓળખ

નવી દિલ્હીઃઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઓપરેશન ક્લીન મનીના બીજા તબક્કામાં 5.56 લાખ એવા લોકોની ઓળખ કરી છે કે જેમણે નોટબંધી દરમિયાન વધારે કેશ જમા કરી હતી. આ એવા લોકો છે કે જેમની કેશ ડિપોઝિટના આંકડા તેમની ટેક્સ પ્રોફાઇલને અનુરૂપ નથી. તે ઉપરાંત એવા 1.04 લાખ લોકોની પણ ઓળખ કરાઇ છે જેમમે ઓપરેશન ક્લીન મનીના પ્રથમ તબક્કામાં ઇ-વેરિફિકેશન દરમયાન પોતાના બધા બેન્ક એકાઉન્ટ્સને જાહેર નથી કર્યા.
 
5.56 લાખ લોકોએ જમા કરી વધારે રકમ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ આ માટે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (એસએફટી)માંથી મળેલી માહિતીનો ઉપયોગ કર્યો હતો. 
આ દરમિયાન સીબીડીટીએ 5.56 લાખ એવા લોકોની ઓળખ કરી જેમના દ્વારા નોટબંધી દરમિયાન જમા કરવામાં આવેલી રકમ તેમના ટેક્સની વિગતો પ્રમાણે નથી.
 
1.04 લાખ લોકોને નથી આપી બધા બેન્ક એકાઉન્ટ્સની માહિતી

આ ઉપરાંત એવા 1.04 લાખ લોકોની ઓળખ થઇ છે, જેમણે ઓપરેશન ક્લીન મનીના પ્રથમ તબક્કામાં ઇ-વેરિફિકેશન વખતે પોતાના બેન્ક ખાતાઓની બધી માહિતી આપી નથી.
ફાઇનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાન હોલ્ડરની ઇ-ફાઇલિંગ વિન્ડો પર મળેલી માહિતીના આધારે કેસ અને એકાઉન્ટની ઓળખ કરવામાં આવી છે. મિનિસ્ટ્રીએ કહ્યું કે, બધા ઓળખાયેલા લોકોને ઓનલાઇન પોતાનો જવાબ આપવા માટે ઇ-મેલ અને એસએમએસ મારફત સૂચિત કરવામાં આવી રહ્યા છે.
 
પ્રથમ તબક્કામાં 7.92 લાખ લોકોની થઇ હતી ઓળખ

ઓપરેશન ક્લીન મનીના પ્રથમ ફેઝમાં સીબીડીટીએ મોટી કેશ ડિપોઝિટના ઇ-વેરિફિકેશન માટે 17.92 લાખ લોકોની ઓળખ કરી હતી, જેમાં 9.72 લાખ લોકોએ ઓનલાઇન જવાબ આપ્યો હતો.
 
9.33 કરોડ રૂપિયાની બિનહિસાબી આવકની જાહેરાત

ઓપરેશન ક્લીન મનીના બીજા તબક્કાના લોન્ચિંગ વખતે આઇટી ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે તેમાં 60,000 લોકોની તપાસ કરાશે, જેમાં 1300થી વધારે જોખમવાળા લોકો પણ છે. સીબીડીટીએ તે સમયે કહ્યું હતું કે તેણે 9 નવેમ્બર 2016થી 28 ફેબ્રુઆરી 2017 દરમિયાન 9,334 કરોડ રૂપિયાની અનડિસ્ક્લોઝ્ડ રકમને શોધી કાઢી છે. કરદાતા ઇન્કમ ટેક્સ ઓફિસે ગયા વિના ઓનલાઇન સ્પષ્ટતા કરી શકશે.
 
આગળ વાંચો- નવું આઇટી રીટર્ન ફોર્મ જાહેર...
 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Income Tax Department identifies 5.56 lakh people deposited more cash
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.