• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Council Meeting On Sunday To Finalize Rules Related E-Way

GST કાઉન્સિલની મીટિંગ આજે, ઇ-વે અને નફાખોરીને લગતા નિયમો ફાઇનલ થવાની ધારણા

નવી દિલ્હીઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની રવિવારે વધુ એક મીટિંગ મળશે. તેમાં લોટરી પર ટેક્સ દરની સાથે ઇ-વે બિલના નિયમો તથા નફાખોરીને રોકવા અંગેના ઉપાયોને આખરી સ્વરૂપ આપી દેવાશે. નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં કાઉન્સિલની આ 17મી બેઠક હશે, જેમાં રાજ્યોના નાણાપ્રધાનો ભાગ લેશે.
 
જીએસટી રૂલ્સના ડ્રાફ્ટને પણ મળી શકે છે મંજૂરી

આ મીટિંગમાં કાઉન્સલ કેટલાક ગુડ્ઝ માટે જીએસટી રેટની ફરીથી સમીક્ષા પણ કરી શકે છે. આ સાથે જીએસટી રૂલ્સના ડ્રાફ્ટ અને તેને સંબંધિત એડવાન્સ રૂલિંગ, અપીલ, રીવિજન, એસેસમેન્ટ અને ઓડિટને મંજૂરી મળી શકે છે. 11 જૂને થયેલી કાઉન્સિલની અગાઉની મીટિંગમાં અગરબત્તી, પેકેજ્ડ ફૂડ આઇટમ્સ તથા ઇન્સ્યુલિન સહિત 66 ચીજો પર ટેક્સના દરો ઘટાડવામાં આવ્યા હતા.
 
હાઇબ્રિડ કારો માટે દરોની નહિ થાય સમીક્ષા 

કાઉન્સિલે ગયા મહિને હાઇબ્રિડ કારો માટે 43 ટકા ટેક્સ (28 ટકા જીએસટી અને 15 ટકા સેસ) નક્કી કર્યા હતા. જોકે, આ રેટ પર ઇન્ડસ્ટ્રી સંતુષ્ટ નથી. ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે ફ્યુઅલ એફિશ્યન્ટ વ્હીકલ્સ માટે આ ટેક્સ રેટ ઘણો વધારે છે. જોકે, હાઇબ્રિડ કારો પર જીએસટી રેટમાં ઘટાડાની માગ વચ્ચે જેટલીએ સંકેત આપ્યો હતો કે તેની સમીક્ષા નહિ થાય. તેમણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીની માગ ટેક્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સ્ટડીને અનુકૂળ નથી.
 
જીએસટીમાં છે આ 4 ટેક્સ સ્લેબ

સરકાર જીએસટીને પહેલી જુલાઇથી લાગુ કરવાની છે. જીએસટી કાઉન્સિલે ટેક્સના 4 સ્લેબ નક્કી કર્યા છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ પર 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના સ્લેબમાં ટેક્સ રેટ નક્કી થયા છે. લક્ઝરી અને ડીમેરિટ ગુડ્ઝ પર 28 ટકા ટેક્સ ઉપરાંત સેસ પણ નક્કી કરવામાં આવ્યો છે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST Council meeting on Sunday to finalize rules related e-Way
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.