• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Council Has Announced Cut Tax Rates On 27 Products

હવે રેસ્ટોરન્ટમાં ખાવાનુ થયું સસ્તું, ગુજરાતની ફેવરિટ ડિશ પર ઘટ્યો ટેક્સ

નવી દિલ્હીઃ ગઇ 1 જુલાઇથી ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી અનેક ઘરેલુ આઇટમ્સ મોંઘી થઇ ગઇ હતી તેનાથી અનેક લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી અને ઘણા લોકો રોષે ભરાયા હતા. પરંતુ હવે સરકાર તરફથી જીએસટી દરોમાં મોટી રાહત આપવામાં આવી છે. શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘરેલુ વપરાશની 27 પ્રોડક્ટ્સ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો છે. ટેક્સ રેટ ઘટી જવાથી આ પ્રોડક્ટ્સની કિંમત પણ ઘટશે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે કઇ કઇ પ્રોડક્ટસ પરના જીએસટી રેટમાં કેટલો ઘટાડો થયો.
 
ગુજરાતની ફેવરિટ ડીશ પર ઘટ્યો ટેક્સ

જીએસટી કાઉન્સિલે અનેક ગુડ્ઝ અને સર્વિસીસ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. ગુડ્ઝ પ્રોડક્ટ્સમાં સ્લાઇડ્સ ડ્રાઇડ મેંગો અને ગુજરાતની ફેવરિટ ડીશ સામેલ છે. તે ઉપરાંત બાળકોના પેકેજ્ડ ફૂડ અને અનબ્રાંડેડ મીઠા પર પરનો ટેક્સ પણ ઘટાડી દેવાયો છે. જ્યારે ઇ-વેસ્ટ, જોબ વર્કસના ટેક્સ રેટમાં પણ કાપ મૂકાયો છે.
 
પ્રોડક્ટપહેલાનો ટેક્સ સ્લેબ (ટકા)પછીનો ટેક્સ સ્લેબ (ટકા)
સ્લાઇડ્સ ડ્રાઇડ મેંગો125
ખાખરા125
પ્લેન રોટી125
બાળકોના પેકેજ્ડ ફૂડ125
અનબ્રાંડેડ ફરસાણ125
અનબ્રાંડેડ આયુર્વેદિક દવાઓ125
પંપ પાર્ટસ2818
રબર વેસ્ટ185
પેપર વેસ્ટ125
સ્ટોન (માર્બલ, ગ્રેનાઇટ સિવાય)2818
સ્ટેશનરી આઇટમ્સ2818
ડીઝલ એન્જિનના પાર્ટસ2818
ઇ-વેસ્ટ285
જોબ વર્કસ (જરી, ઇમિટેશન, ફૂડ આઇટમ્સ, પ્રિન્ટિંગ આઇટમ્સ) 125
લેબર (સરકારી કોન્ટ્રાક્ટ) 125
 
આગળ વાંચો... કઇ પ્રોડક્ટસ ટેક્સ સ્લેબમાં થયો ઘટાડો...
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST Council has announced cut tax rates on 27 products
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.