• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» GST Council Gives Big Relief To Small Traders In Filling Return Every Month

નાના વેપારીઓને દર મહિને રીટર્ન ભરવામાંથી છૂટ, GST કાઉન્સિલનો નિર્ણય

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની મીટિંગમાં શુક્રવારે નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કાઉન્સિલે કોમ્પોઝિટ સ્કીમની મર્યાદા 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરી દીધી છે. આ રીતે રીટર્ન ફાઇલ કરવામાં પણ વેપારીઓ અને ટ્રેડર્સને ત્રણ મહિનાની છૂટ આપી છે. હવે વેપારીઓએ ત્રણ મહિનામાં એકવાર રીટર્ન ફાઇલ કરવું પડશે. હાલ, તેમને દર મહિને રીટર્ન ફાઇલ કરવું પડે છે. સરકાર રિવર્સ ચાર્જમાં પણ રાહત આપવાની તૈયારીમાં છે. આગામી મીટિંગમાં તેના પર નિર્ણય આવી શકે છે.
 
GST કાઉન્સિલે વધાર્યો કોમ્પોઝિટ સ્કીમનો વ્યાપ 

- જીએસટી કાઉન્સિલે કોમ્પોઝિટ સ્કીમની લિમિટ 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરી છે. એટલે કે પહેલા કરતા વધારે નાના વેપારીઓ કોમ્પોઝિટ સ્કીમનો ફાયદો લઇ શકે છે. એટલે કે 20 લાખ રૂપિયાથી વધુ અને એક કરોડ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીની કોમ્પોઝિટ સ્કીમનો લાભ લઇ શકે છે.
- કોમ્પોઝિટ સ્કીમ હેઠળ ટેક્સ રેટ ઓછો છે. આ સ્કીમ હેઠળ વેપારીઓને માત્ર 2 ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. કોમ્પોઝિટ સ્કીમનો ફાયદો રીટેલર, હોલસેલર, મેન્યુફેક્ચરર, ટ્રેડર્સ અને રેસ્ટોરન્ટ વેપારીઓ ઊઠાવી શકે છે.
 
સરકારે રીટર્ન ફાઇલિંગમાં પણ આપી છૂટ

- ટ્રેડર્સ અને વેપારીઓને જીએસટી પોર્ટલ પર રીટર્ન ફાઇલિંગમાં પણ પડી રહેલી મુશ્કેલીઓના કારણે સરકારે રીટર્ન ફાઇલિંગમાં ત્રણ માસની છૂટ આપી છે. જીએસટી હેઠળ અત્યાર સુધી વેપારીઓ દર મહિને રીટર્ન ફાઇલ કરતા રહ્યા છે. હવે વેપારીઓ અને ટ્રેડર્સને રીટર્ન ફાઇલિંગમાં ત્રણ મહિનાની છૂટ અપાઇ છે.
 
રિવર્સ ચાર્જમાં પણ મળી શકે છે રાહત

- સરકાર વેપારીઓ અને ટ્રેડર્સને રિવર્સ ચાર્જમાં પણ રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રિવર્સ ચાર્જમાં થોડા મહિના માટે છૂટ આપી શકે છે. એવું મનાય છે કે જીએસટી કાઉન્સિલની આગામી મીટિંગ પછી સરકાર આ નિર્ણય જાહેર કરી શકે છે.
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST Council gives big relief to small traders in filling return every month
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.