• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Your Luxury Items Photo Post May Be Trouble For You

ટેકસ ચોરી-બ્લેકમનીની ચકાસણી માટે સોશિયલ સાઈટસ પર સરકારની નજર

ટેકસ ચોરી-બ્લેકમનીની ચકાસણી માટે સોશિયલ સાઈટસ પર સરકારની નજર
નવી દિલ્હીઃ જો તમે મોંઘી કાર કે કોઈ લકઝરી આઈટમ ખરીદી છે અને તેનો ફોટો ફેસબુક, ઈનસ્ટ્રાગામ કે બીજી સોશિયલ સાઈટ પર પોસ્ટ કરી છે તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. આમ કરીને તમે સરકારની નજરોમાં આવશો એટલું નથી, પરતું ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ તમારી પુછપરછ પણ કરી શકે છે. બ્લેકમની પર નજર રાખવા માટે સરકાર હવે ઘણી રીતો અપનાવી રહી છે. તેમાંથી એક રીત છે સોશિયલ સાઈટસ પર નજર રાખવી. પ્રોજેકટ ઈનસાઈટથી કરશે ટ્રેસ...
 
સોશિયલ સાઈટસ પર બ્લેકમની અંગે જાણકારી મેળવવા માટે સરકાર ઝડપથી પ્રોજેકટ ઈનસાઈટ લોન્ચ કરવા જઈ રહી છે. આ પ્રોજેકટનો ખાસ હેતું બ્લેકમનીને ટ્રેસ કરવાનો છે, સાથે એ પણ જાણવાનું છે કે તમે ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટને પોતાની કમાણીની ખોટી માહિતી આપીને ટેકસ ચોરી તો નથી કરી રહ્યાંને. તેના માટે સરકારે ગત વર્ષે એલ એન્ડ ટી ઈન્ફોટેક સાથે કરાર કર્યો હતો, જેણે પ્રોજેકટને ડિઝાઈન કર્યો છે.
 
ખર્ચ કરવાની રીત પર નજર
 
સરકાર પ્રોજેકટ દ્વારા તમારા ખર્ચ કરવાની રીત પર નજર રાખશે. એ જાણવાની કોશિશ કરવામાં આવશે કે તમે જે આઈટી ડિપાર્ટમેન્ટને ઈન્કમ વિશેની માહિતી આપી છે, તે તમારા ખર્ચ સાથે મેળ ખાય છે કે કેમ. તેના માટે સરકાર પહેલા જ તમારી ઈન્કમની ચકાસણી કરશે. બાદમાં જોવામાં આવશે કે તમે લકઝરી ખરીદી રહ્યાં છો, તે તમારા ઈન્કમના હિસાબ સાથે મેળ ખાય છે કે કેમ. જો આમ નહિ થાય તો તમારી પુછપરછ કરવામાં આવશે. અહીં તમારે સ્પષ્ટતા કરવાની રહેશે કે આટલી મોંઘી કાર કે બીજી લકઝરી આઈટમ તમે કઈ રીતે ખરીદી છે.
 
ટેકસ ચોરી રોકવાનો ઉપાય
 
અસલમાં સરકારે ટેકસ ચોરી અને બ્લેકમની કન્ટ્રોલ કરવા માટે ઘણાં ઉપાય કર્યા છે. ગત વર્ષે સરકારે નોટબંધી જેવું પગલું ભર્યું તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિન્ક કરવામાં આવ્યું. જોકે હાલ પણ એમ માનવામાં આવી રહ્યું છે કે ઘણાં લોકો ઈન્કમની સાચી માહિતી આપતા નથી. આઈટી ડિપાર્ટમેન્ટના એક સિનિયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, પ્રોજેકટ ઈનસાઈટ દ્વારા ટેકસ અધિકારીઓને આવા મામલાઓને ટ્રેસ કરવામાં સરળતા રહેશે. તેના દ્વારા ઘણા આવા મામલા પકડાઈ શકે છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: your luxury items photo post may be trouble for you
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.