• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Supreme Court Denies To Stop Auction Process Of Aamby Valley Of Sahara Group

એમ્બી વેલીની હરાજી રોકવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, સહારાએ માગ્યો હતો સમય

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપની પૂણે સ્થિત એમ્બી વેલી ટાઉનશીપની હરાજીને રોકવાનો ઇન્કાર કરી દીધો છે. સહારા ગ્રુપે બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એમ્બી વેલીની હરાજી રોકવાની અપીલ કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. આ સાથે એમ્બી વેલીની હરાજીનો રસ્તો મોકળો થયો છે. સહારાએ કહ્યું હતું કે ઇન્વેસ્ટર્સના નાણાં પાછા આપવાની પ્રોસેસ ચાલુ છે...
 
- સહારા ગ્રુપના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને અપીલ કરી હતી કે એમ્બી વેલીની સેલ નોટિસને પબ્લિશ કરતા રોકવામાં આવે.

- તેમણે જણાવ્યું કે `ઇન્વેસ્ટર્સના નાણાં પાછા આપવાની પ્રોસેસ ચાલુ છે. પેમેન્ટ પ્લાનના રીવ્યુ માટે થોડો વધુ સમય આપવામાં આવે. હરાજીની પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી અટકાવાય જેથી ગ્રુપને સેબી-સહારા એકાઉન્ટમાં જમા કરવા માટે 1,500 કરોડ એકઠાં કરવાનો સમય મળી શકે.'
 
પૂરું પેમેન્ટ કરી દેવાશે તો અટકાવી દેવાશે હરાજી
 
- સુપ્રીમ કોર્ટે સહારા સમૂહને 7 સપ્ટેમ્બર સુધી સેબીના એકાઉન્ટમાં 1,500 કરોડ જમા કરવાનો આદેશ આપ્યો હતો. એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો ગ્રુપ સમયસર બધાને પેમેન્ટ કરી દેશે તો હરાજીની પ્રક્રિયા રોકી દેવાશે. કોર્ટ ગ્રુપ પાસેથી હપતામાં વસૂલી કરી રહી છે. અત્યાર સુધી ગ્રુપ 16,000 કરોજ રૂપિયાની ચુકવણી કરી ચૂક્યું છે.
 
25 જુલાઇના રોજ આપ્યો હતો હરાજીનો આદેશ

- 25 જુલાઇના રોજ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના ઓફિશ્યલ લિક્વિડેટરને એમ્બી વેલીની હરાજીની પ્રોસેસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રોસેસ પહેલા બે તબક્કામાં પ્રોપર્ટીની વેચાણની નોટિસની પબ્લિકેશન તથા બિડર્સને સોંપેલા KYC નોર્મ્સની તપાસનો સમાવેશ થાય છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- શું છે સહારા-સેબી વિવાદ...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supreme Court denies to stop auction process of Aamby Valley of Sahara Group
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.