• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» SEBI Admits Contempt Case Against Sahara Group And Subrata Roy

સહારા પર SCના અનાદરનો કેસ, એમ્બી વેલીની હરાજીમાં વિક્ષેપ કરવાનો આરોપ

નવી દિલ્હીઃમાર્કેટ રેગ્યુલેટર સેબીએ સહારા સામે સુપ્રીમ કોર્ટમાં અનાદરનો કેસ દાખલ કર્યો છે. સેબીનો આરોપ છે કે સહારા ગ્રુપ એમ્બી વેલીની હરાજીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. આ બાબતે સહારા પ્રમુખ સુબ્રત રોય સામે પણ કેસ કરવામાં આવ્યો છઝે. સેબીએ આ મામલે કોર્ટને ઝડપથી સુનાવણી કરવા જણાવ્યું છે. સેબીની અરજી પછી કોર્ટ ઝડપી સુનાવણી માટે પણ તૈયાર થઇ ગઇ છે.
 
 
સેબીએ લગાવ્યા આ આરોપ
 
- સેબીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સહારા તરફથી એવા બધા રોકાણકારોને નાણાં નથી મોકલવામાં આવ્યા જેમને તેણે નાણાં પરત કર્યા હોવાનો દાવો કર્યો હતો. અત્યાર સુધી માત્ર 75 ટકા રોકાણકારોને જ નાણાં પરત કરવામાં આવ્યા છે.
- સેબી તરફથી કહેવામાં આવ્યું છે કે સહારા સુપ્રીમ કોર્ટના એ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્વેસ્ટર્સને 15 ટકા વ્યાજ સાથે 20 હજાર કરોડ રૂપિયા પાછા આપવામાં આવ્યા.
 
સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ચાલી રહી છે કાર્યવાહી

- સહારા એમ્બી વેલીની હરાજીની પ્રોસેસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તેના તરફથી નિયુક્ત રીપ્રેઝન્ટેટિવ્ઝ તરફથી થઇ રહી છે. 
- આ રીપ્રેઝન્ટેટિવઝે આ પ્રોપર્ટી ખરીદવાની ઇચ્છા ધરાવતા લોકોના નામ તો નથી જણાવ્યા પરંતુ કહ્યું કે કેટલાક લોકોએ પોતાની ડિટેલ આપી છે.
- રીયલ એસ્ટેટ સેક્ટરના જાણકારોના જણાવ્યા અનુસાર, આટલી મોટી પ્રોપર્ટી કોઇ એકલા માટે ખરીદવી સરળ નથી. તેથી કોન્સોર્ટિયમ બનાવીને પ્રોપર્ટી લેવાની કોશિશ કરવામાં આવે છે.
 
25 જુલાઇએ આપ્યો હતો હરાજીનો આદેશ

-25 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટને ઓફિશ્યલ લિક્વિડેટરને એમ્બી વેલીની હરાજીની પ્રોસેસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રોસેસ પહેલા બે સ્ટેપ્સમાં વેચાણની નોટિસની પબ્લિકેશન અને બિડર્સને સોંપાયેલા કેવાયસીના નોર્મ્સની તપાસ સામેલ છે.
 
શું છે સહારા ગ્રુપનો વિવાદ? 
 
- સહારા ગ્રુપની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (SIRECL) અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SHICL)એ રીયલ એસ્ટેટમાં રોકાણ કરવાના નામે 3 કરોડથી વધારે રોકાણકારો પાસેથી રૂ.17,400 કરોડ એકઠા કર્યા હતા. - સપ્ટેમ્બર 2009માં સહારા પ્રાઇમ સિટીએ આઇપીઓ લાવવા માટે સેબી પાસે દસ્તાવેજો મોકલ્યા હતા. તે પછી સેબીએ ઓગસ્ટ 2010માં બંને કંપનીઓની તપાસ કરાવી હતી.

- કંપનીઓમાં ગરબડની શંકા થયા પછી સેબી અને સહારા ગ્રુપ વચ્ચે વિવાદ વધ્યો હતો અને આખી બાબત સર્વોચ્ચ અદાલતમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપની બંને કંપનીઓના રોકાણકારોને રૂ.36,000 કરોડ પરત કરવાનો આદેશ કર્યો હતો.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SEBI admits contempt case against Sahara Group and Subrata Roy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.