• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» SBI Customer Will Pay More Charges Form June On Services

SBIના બચત ખાતામાંથી કેશ વિડ્રોઅલ થશે મોંઘું, નોટ બદલાવતા લાગશે ચાર્જ

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક(SBI) એક વાર ફરી સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેન્કે હવે જુની અને ફાટેલી નોટથી લઈને બેઝિક સેવિંગ ડિપોઝીટ એકાઉન્ટ દ્વારા થતા કેશ વિડ્રોઅલને મોંઘુ કરી રહી છે. નવો નિયમ એક જુનથી લાગુ કરવાની તૈયારી છે. પ્રપોઝડ ચાર્જની કોપી moneybhaskar.comની પાસે છે.
 
 
નોટ બદલવા માટે કેટલો ચાર્જ લાગશે, આ રીતે સમજો...
ફાટેલી અને ભીની નોટો પર બેન્ક 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધીનો ચાર્જ લગાવશે. તે ચાર્જ 20થી વધુ નોટ હોવા અને તેની વેલ્યુ 5000 રૂપિયાથી વધુ હોવા પર લેવામાં આવશે. જો આ પ્રકારની 20 નોટ હશે અને તેની વેલ્યુ 5000 રૂપિયાથી ઓછી હશે તો આ પ્રકારની નોટોને એકસચેન્જ કરવામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નહિ લાગે. 20થી વધુ હોવા પર નોટ દીઠ 2 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. જેની પર સર્વિસ ટેકસ અલગથી લાગશે.
 
બેઝિક સેવિંગ ડિપોઝીટ એકાઉન્ટ પર આ રીતે લાગશે ચાર્જ
 
બેન્ક તેના બેઝિક સેવિંગ ડિપોઝીટ એકાઉન્ટ હોલ્ડર માટેના સર્વિસ ચાર્જના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત ફ્રી કેશ વિડ્રોઅલ લિમિટ 4 રહેશે. તેમાં એટીમમાંથી કરવામાં આવેલા ટ્રાન્ઝેકશન પણ સામેલ કરવામાં આવશે. એટલે કે કોઈ કસ્ટમર ચારથી વધુ વખત એટીએમ અને બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેકશન કરશે તો તેને એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે. પ્રત્યેક ટ્રાન્ઝેકશન પર 20 રૂપિયા થશે. તેની પર અલગથી સર્વિસ ટેકસ પણ લેવામાં આવશે. આ જ રીતે એકસ્ટ્રા ટ્રાન્ઝેકશન એસબીઆઈના એટીએમમાંથી કરવામાં આવશે તો તેની પર 10 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન ચાર્જ લાગશે. સાથે જ સર્વિસ ટેકસ અલગથી લેવામાં આવશે. સાથે જ બીજી બેન્કના એટીએમમાંથી એકસ્ટ્રા ટ્રાન્ઝેકશન કરવામાં આવશે તો પ્રતિ ટ્રાન્ઝેકશન 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. તેની પર પણ એકસ્ટ્રા સર્વિસ ચાર્જ લાગશે. આ સિવાય બેઝિક સેવિંગ ડિપોઝીટ પર મળનારા ડેબિટ કાર્ડ પર પણ ચાર્જ લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક જુનથી બેન્ક માત્ર રૂપે ડેબિટ ફ્રીમાં ઈશ્યુ કરશે. જયારે માસ્ટર અને વિઝા કાર્ડ ઈસ્યુ કરવા પર બેન્ક ચાર્જ લાગશે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI Customer Will Pay More Charges Form June On Services
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.