• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Sale Of Chinese Made Diwali Items May Decline By 40-45% Says Assocham Survey

ચાઇનીઝ ચીજોનો ક્રેઝ ઘટ્યો, આ દિવાળીએ લાઇટ્સ અને ફટાકડાનું વેચાણ 40-45% ઘટી શકે: સરવે

અમદાવાદઃ દિવાળીના તહેવારો આવે છે તે સાથે દેખાવે આકર્ષક અને સસ્તી ચાઇનીઝ આઇટમ્સ અને ફટાકડાથી બજારો ભરાઇ જાય છે. અવનવી ચાઇનીઝ પ્રોડક્ટ્સના ડમ્પિંગના કારણે સ્થાનિક વેપારીઓને નુકસાન થાય છે. પરંતુ આ વખતે ચાઇનીઝ પ્રોડક્ટ્સના વેચાણને ફટકો પડી શકે એવું એક સરવેનું તારણ કહે છે. બજારોમાં જોવા મળતી લાઇટ્સ, લેમ્પ્સ, કલર, ગિફ્ટ આઇટમ્સ અને ફટકડા સહિતની ચાઇનીઝ આઇટમ્સના વેચાણમાં આ દિવાળીએ 40થી 45 ટકાનો ઘટાડો થયો છે એમ એસોચેમ- સોશ્યલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (ASDF)ના એક સરવેમાં જણાવવામાં આવ્યું છે. ચાઇનીઝ મોબાઇલ ફોન્સના વેચાણમાં પણ થોડોક ઘટાડો આવી શકે છે એવું સરવે કહે છે.
 
ચાઇનીઝ આઇટમ્સની માગ અંગે શહેરોમાં થયો સરવે

- ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સની માગ અંગે જાણવા માટે અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, ચેન્નાઇ, દહેરાદૂન, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, લખનૌ અને મુંબઇ જેવા શહેરોમાં કરવામાં આવ્યો છે. આ શહેરોના હોલસેલર, રીટેલર્સ અને ટ્રેડર્સ સાથેની વાતચીત કરવામાં આવી હતી.
- આ શહેરોના વેપારીઓના જણાવ્યા અનુસાર, લોકોમાં ચાઇનીઝ આઇટમ્સની માગ ઓસરી રહી છે. અને તેઓ સ્થાનિક ઉત્પાદિત વસ્તુઓ માગવા લાગ્યા છે.
- દિવાળીના તહેવારમાં ખાસ કરીને ડેકોરેટિવ લાઇટ્સ અને ફટાકડાનું ધૂમ વેચાણ થાય છે.
 
ચાઇનીઝ પ્રોડક્ટ્સના વેચાણમાં થયો ઘટાડો

સોમવારે પ્રકાશિત થયેલા આ સરવેમાં એસોચેમના સેક્રેટરી જનરલ ડી એસ રાવતે જણાવ્યું કે, `દિવાળી દરમિયાન ખૂબ વેચાતી ચાઇનીઝ ડેકોરેટિવ લાઇટ્સ સહિતની પ્રોડક્ટસના વેચાણમાં 40-45 ટકા ઘટાડો થયો છે. ઉપરાંત મોબાઇલ ફોન્સ સહિતની ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સને પણ થોડીક અસર થઇ જણાય છે. સરવે અનુસાર, ચીનમાં બનેલા એલસીડી, મોબાઇલ ફોન અને અન્ય ચીજવસ્તુઓની માગ પણ 15-20 ટકા ઘટી છે.'
- એક અંદાજ અનુસાર, 2016માં દિવાળી દરમિયાન કુલ આશરે રૂ.6500 કરોડ જેટલું ચાઇનીઝ પ્રોડક્ટ્સનું વેચાણ થયું હતું. આ કુલ વેચાણમાંથી રૂ.4000 કરોડનું વેચાણ દિવાળીમાં વપરાતી આઇટમ્સ જેવી કે ફેન્સી લાઇટ્સ, ટોય્ઝ, ગિફ્ટ આઇટમ્સ, પ્લાસ્ટિક્સની વસ્તુઓ અને ડેકોરેટિવ ગુડ્ઝનું થયું હતું.
 
ભારતીય પ્રોડક્ટસ તરફ વળતા લોકો
 
ભારતીય બજારોમાં સૌથી વધુ વેચાતી ચાઇનીઝ આઇટમ્સમાં ફેન્સી અને ડેકોરેટિવ લાઇટ્સ, લેમ્પશેડ્ઝ, ગણેશ અને લક્ષ્મીની મૂર્તિઓ અને ફટાકડા મુખ્ય છે. સરવેના તારણ અનુસાર આ દિવાળીએ લોકો ચાઇનીઝ ચીજવસ્તુઓના બદલે ભારતીય ઉત્પાદિત ચીજવસ્તુઓ અને આઇટમ્સને વધુ પસંદ કરવા લાગ્યા છે.
- સરવેમાં દુકાનદારોએ જણાવ્યું હતું કે મોટા ભાગના ગ્રાહકો ભારતીય લાઇટ્સ માગવા લાગ્યા છે.
 
આગળ વાંચો--- કેમ ચાઇનીઝ આઇટમ્સના વેચાણમાં થયો ઘટાડો...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sale of Chinese made Diwali items may decline by 40-45% says Assocham survey
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.