• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Government To Give Subsidy On Debit Card Transaction, Cabinet Okays Proposal

ડેબિટ કાર્ડથી રૂ.2000 સુધીના ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ નહિ લેવાય, કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા કેન્દ્રીય કેબિનેટે તમામ ડેબિટ કાર્ડસ. BHIM અને UPI મારફત કરવામાં આવનારા રૂ.2000 સુધીના ટ્રાન્ઝેક્શન્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માં વસૂલ નહિ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આવતા વર્ષની પહેલી તારીખથી તમે ડેબિટ કાર્ડથી રૂ.2000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરશો તો તેના પર કોઇ ફી વસૂલ કરાશે નહિ. આ છૂટ ઓછામાં ઓછી 2 વર્ષ સુધી ચાલશે. દુકાનદારોને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર એમડીઆર આપવો પડે છે.

 

રિઝર્વ બેન્કે એમડીઆરમાં કર્યો હતો ફેરફાર


રિઝર્વ બેન્કે ગયા સપ્તાહમાં ડેબિટ કાર્ડ માટે એમડીઆર રેટમાં ફેરફાર કર્યો છે. તે પ્રમાણે રેટ કારોબારીઓની કેટેગરીના આધારે નક્કી કરાયા છે. જોકે, સંગઠિત ક્ષેત્રના રીટેલરે નવા એમડીઆર રેટનો વિરોધ કરી રહ્યા છે. સરકાર 2 વર્ષ સુધી નાના ટ્રાન્ઝેક્શન પર ડેબિટ કાર્ડ પર ફીનો બોજ ઊઠાવશે.

 

વેપારીઓ માટે કેટેગરી પ્રમાણે MDR ચાર્જ

 

વાર્ષિક 20 લાખ રૂપિયાથી ઓછા ટર્નઓવર પર


- પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ્સ) મશીનથી પેમેન્ટ લેવા પર હવે આ વેપારીઓને બેન્કોને ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ 0.40 ટકા MDR ચુકવવાનો આવશે. જોકે, આ ચાર્જ ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ રૂ.200થી વધુ નહિ હોય. 
- આ રીતે QR મારફત પેમેન્ટ પર વેપારીઓને હવે મહત્તમ 0.30 ટકા MDR જ બેન્કોને આપવાનો આવશે, જે ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ રૂ.200થી વધુ નહિ હોય.

 

વાર્ષિક 20 લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર પર


- પીઓસ મશીનથી પેમેન્ટ લેવા પર આવા વેપારીઓને ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ 0.90 ટકા MDR ચુકવવાનો આવશે, જે ટ્રાન્ઝેક્શન મહત્તમ રૂ.1000થી વધુ નહિ હોય.
- આ રીતે QR મારફત પેમેન્ટ લેવા પર આવા વેપારીઓને બેન્કોને હવે વધુમાં વધુ 0.80 ટકા MDR ચુકવવાનો આવશે, જે ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ રૂ.1000 જ હશે.

 

ડેબિટ કાર્ડથી શોપિંગ બનશે સરળ


- આરબીઆઇએ સ્ટેટમેન્ટ ઓન ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલિસીસ જાહેર કરતા જણાવ્યું કે હાલના સમયે `પોઇન્ટ ઓફ સેલ્સ' પર ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે ગુડ્સ અને સર્વિસીસની ખરીદી માટે મર્ચન્ટસના વ્યાપક નેટવર્ક પર ડેબિટ કાર્ડની સ્વીકાર્યતા વધારવા માટે મર્ચન્ટસની કેટેગીના આધારે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર લાગુ MDRના ફ્રેમવર્કમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 

શું છે MDR ચાર્જ?


એમડીઆર એવો ચાર્જ છે કે જે બેન્કો દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સર્વિસીસ ઉપલબ્ધ કરાવવા માટે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવે છે. આરબીઆઇએ જણાવ્યું કે MDRમાં ફેરફારનો ઉદ્દેશ ડેબિટ કાર્ડના ઉપયોગને ઉત્તેજન આપવાનો અને તેની સાથે જોડાયેલા એકમો માટે બિઝનેસની સસ્ટેનિબિલિટી સુનિશ્ચિત કરવાનો છે.

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government to give subsidy on debit card transaction, Cabinet okays proposal
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.