• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Petrol Price Slashed By Rs.1.12 And Diesel By Rs.1.24 Per Litter From Friday

પેટ્રોલ રૂ.1.12 અને ડીઝલ રૂ.1.24 થયા સસ્તાં, નવી કિંમતો શુકવારથી અમલી

નવી દિલ્હીઃ આઇઓસીએ પેટ્રોલમાં લિટરે રૂ.1.12 અને ડીઝલમાં લિટરે રૂ.1.24નો ઘટાડો કર્યો છે. નવી કિંમતો શુક્રવારની સવારે છ વાગ્યાથી લાગુ પડશે. આ અગાઉ 31 મેના રોજ પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂ.1.23 અને ડીઝલમાં લિટર દીઠ 89 પૈસા વધારવામાં આવી હતી.
 
ક્યારે ભાવ વધ્યા, ક્યારે ભાવ ઘટ્યા
 
- તેની પહેલા 31 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા. પેટ્રોલની કિંમતમાં રૂ.1.23 અને ડીઝલમાં 89 પૈસાનો વધારો થયો હતો.
- 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા હતા. પેટ્રોલની કિંમતમાં રૂ.2.16 અને ડીઝલમાં રૂ.2.10નો ઘટાડો થયો હતો.
- 1 મેના રોજ પેટ્રોલમાં 1 પૈસા અને ડીઝલના ભાવમાં 44 પૈસા વધારો થયો હતો.
- તેની પહેલા 16 એપ્રિલે પેટ્રોલ રૂ.1.39 અને ડીઝલ રૂ.1.09 પ્રતિ લિટર મોંઘા થયા હતા.
- એપ્રિલ મહિનામાં જ પેટ્રોલ રૂ.3.77 પ્રતિ લિટર સસ્તું થયું હતું. જ્યારે ડીઝલની કિંમત રૂ.2.91 પ્રતિ લિટર ઘટી હતી.
 
હવે રોજ બદલાશે પેટ્રોલ-ડીઝલની કિંમત

- સરકારી ઓઇલ કંપનીઓ હવે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરશે. આ વ્યવસ્થા બરાબર લાગુ થાય તે માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ દેશભરમાં 87 કંટ્રોલ રૂમ બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં તૈયાર આ કંટ્રોલ રૂમ સપ્તાહના સાત દિવસ 24 કલાક કામ કરશે.
 
આ રીતે જાણી શકાશે કિંમત

- ઓઇલની રોજની કિંમત દરેક પેટ્રોલ પંપ પર પ્રદર્શિત કરવામાં આવશે. તે ઉપરાંત ગ્રાહક કિંમત જાણવા માટે ઇન્ડિયન ઓઇલની એપ fuel@iocની મદદ લઇ શકો છો. તે ઉપરાંત મેસેજ મારફત પણ કિંમત જાણી શકાશે. તે માટે અંગ્રેજીમાં RSP લખીને સ્પેસ આપીને ડીલર કોડ લખીને 9224992249 પર મેસેજ કરવો પડશે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: petrol price slashed by Rs.1.12 and diesel by Rs.1.24 per litter from Friday
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.