• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Monsoon Session From Tomorrow Discussion Will Be On Note Ban And Employment

સંસદનું મોનસુન સત્ર આજથી, નોટબંધી અને PSU ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને થશે ચર્ચા

નવી દિલ્હીઃસંસદનું મોનસુન સત્ર સોમવારે શરૂ થઈ રહ્યું છે. આ સેશનમાં નોટબંધીની અસર, બેરોજગારી અને પીએસયુના વિનેવશને લઈને ચર્ચા થઈ શકે છે. 11 ઓગસ્ટ સુધી ચાલનાર આ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસને લઈને પણ ચર્ચા થવાની શકયતા છે. જયારે સરકાર ધ ઈન્ડિયન ઈનસ્ટીટયુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી(એમેન્ડમેન્ટ) બિલ, 2017 અને અચલ સંપતિના અધિગ્રહણ સહિત ઘણાં બિલ પાસ કરવાની તૈયારીમાં છે.
 
ઘણાં બિલ થઈ શકે છે રજૂ
 
આવતીકાલથી શરૂ થઈ રહેલા મોનસુન સત્રમાં મોટર વ્હીકલ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2017 અને ફુટવિયર ડિઝાઈન અને ડેવલોપમેન્ટ ઈનસ્ટીટયુટ બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. જયારે રાજયસભામાં  સરકાર લેબર કોર્ડ બિલ જમ્મુ-કાશમીરમાં પણ જીએસટી લાગુ કરવા અને બેન્કિંગ રીઝોલ્યુશન બિલ સહિત અન્ય ઘણાં બિલ રજૂ કરી શકે છે.
 
સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ 
 
આ સત્ર હંગમેદાર રહવાની શકયતા છે. વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સત્રમાં જીએસટી અને કૃષિની ખરાબ સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ શકે છે. મોનસુન સેશનમાં બે ડઝનથી વધુ બિલો પર ચર્ચા થવાની શકયતા છે. 
 
ચીનને લઈને થશે ચર્ચા
 
સસંદમાં ચીન-ભારતની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલા ખેડૂત આંદોલન, કાશ્મીરના તણાવ અને વિપક્ષી નેતાઓ વિરુધ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહી પર પણ ચર્ચા થઈ શકે છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Monsoon Session From Tomorrow Discussion Will Be On Note Ban And Employment
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.