• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» GST Council Reduced 66 Products Rate Today

GST કાઉન્સિલે 66 પ્રોડક્ટસ પર રેટ ઘટાડ્યા, કાજુ, અથાણા, ઈન્સુલિન થશે સસ્તા

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની રવિવારે નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં 66 જેટલી ચીજવસ્તુઓના ટેક્સ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત કૉમ્પોઝીશન સ્કીમ માટે 50 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 75 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે વાર્ષિક 75 લાખ સુધીનો વેપાર કરતા વેપારી, મેન્યુફેક્ચરર અને રેસ્ટોરાં માલિક વિકલ્પ પસંદ કરી શકે છે. વેપારીઓએ રેવન્યૂના 1 ટકા, મેન્યુફેક્ચરર્સે 2 ટકા અને રેસ્ટોરાં માલિકોએ 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
 
50ને બદલે 75 લાખ સુધી ટર્નઓવર પર રાહત
 
કાઉન્સિલની બેઠક બાદ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉદ્યોગજગત દ્વારા 133 ચીજવસ્તુઓ પરનો રેટ ઘટાડવાની ભલામણ કરાઈ હતી. ટેક્સનો દર વર્તમાન ટેક્સની નજીક રહે તથા ચીજવસ્તુઓના વપરાશનું પ્રમાણ જેવી બે બાબતોના આધારે ફેરફાર કરવામાં આવ્યો છે. લોકો જે ચીજવસ્તુઓનો વધારે વપરાશ કરે છે એવી ચીજવસ્તુઓનો ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. જો કે સેનેટરી નેપકીન પરનો 12 ટકા ટેક્સ દૂર કરવાની માગણી સ્વીકારવામાં આવી નથી.
 
હવે પછીની બેઠકમાં ઇ-વે બિલ તથા લૉટરી ટેક્સ પર વિચારણા
 
કાઉન્સિલે અકાઉન્ટ અને રેકોર્ડ બુકના નિયમોને પણ મંજૂરી આપી છે. જોકે, ઇ-વે બિલ પર હાલ કોઈ નિર્ણય લેવાયો નહોતો. 18મી જૂને મળનારી આગામી બેઠકમાં ઇ-વે બિલ તથા લૉટરી ટેક્સ પર વિચારણા કરવામાં આવશે. ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે ઇ-વે બિલને જરૂરી કરવામાં આવ્યું છે. હાઇબ્રિડ કારો પરના દરમાં ફેરફાર અંગે પણ હવે પછી નિર્ણય લેવાશે. જીએસટી કાયદા હેઠળ ચીજવસ્તુઓના નફાખોરી રોકવા માટે અલગ બૉડી બનાવવામાં આવશે. મહેસુલ સચિવ હસમુખ અઢિયાના જણાવ્યા પ્રમાણે તેના માટેનો ડ્રાફ્ટ રુલ તૈયાર કરી દેવાયો છે. કંપનીઓ ટેક્સમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચે છે કે નહીં જોવાનું કામ બૉડી કરશે.
 
ડાયમન્ડ પ્રોસેસિંગ જૉબ વર્કના ટેક્સમાં ઘટાડો
 
ડાયમન્ડપ્રોસેસિંગ, ટેક્સટાઇલ, લેધર, પ્રિન્ટિંગના જૉબ વર્ક પરનો ટેક્સનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જીએસટીમાં સેક્ટરો માટેના દરમાં ઘટાડો કરાયો છે.
 
મુવી ટિકિટ પર 18 ટકા અને 28 ટકા જીએસટી
 
આ સિવાય મુવી ટિકીટ માટેની બે કેટેગરી બનાવવામાં આવી છે. તેમાં 100 રૂપિયાથી ઓછાની ટિકિટ પર 18 ટકા અને 100 રૂપિયાથી વધુની ટિકિટ પર 28 ટકા જીએસટી રેટ વસુલવામાં આવશે. હાલ અલગ-અલગ રાજયો દ્વારા અલગ ટેકસ મુવી ટિકિટ પર વસુલવામાં આવે છે. રાજયો હાલ મુવી ટિકિટ પર 28-110 ટકા જેટલો ટેકસ વસુલે છે. જોકે, કેટલાક રાજયો દ્વારા હાલ અમુક ચોક્કસ ભાષાની સિનેમાને આ રેટમાંથી મુક્તિ આપવામાં આવે છે. જે જીએસટી લાગુ થયા બાદ શકય બનશે નહિ. જેટલીએ આ અંગે જણાવ્યું હતું કે જોકે રાજયો તેમની રીજનલ સિનેમાને ડાયરેકટ ફન્ડ ટ્રાન્સફર દ્વારા જીએસટી રીફન્ડ કરી શકશે.
 
કાજુ, અથાણા, ઈન્સુલિનના ટેક્સમાં ઘટાડો
જૂનો દર નવો દર
કાજુ125
અથાણા1812
અગરબત્તી125
કાજળ2818
ડેન્ટલવેક્સ2818
ઇન્સુલિન125
સ્કૂલબેગ2818
કટલરી1812
ટ્રેક્ટરપાર્ટ્સ2818
 
આગળની સ્લાઈડમાં વાંચો, ટેકસટાઈલ યુનિટમાં કામ કરતા કરીગરોને ટેકસ ઓછો ચુકવવો પડશે....
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST council reduced 66 products rate today
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.