• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Emergency Meeting Called By Oil Ministry As Petrol-Diesel Prices Reach To 3 Year High

પેટ્રોલ-ડીઝલના ભાવ 3 વર્ષની ટોચ પર, સરકારે કહ્યું- વિશ્વભરમાં વધી છે કિંમત

નવી દિલ્હીઃ મુંબઇ અને દિલ્હીમાં પેટ્રોલની કિંમત 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઇ છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટર અને દિલ્હીમાં 70.38 રૂપિયા પ્રતિ લિટર છે. એ જ રીતે, કોલકાતા, ચેન્નાઇ અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ પેટ્રોલના ભાવ રૂ.70ની ઉપર 3 વર્ષની ઊંચાઇએ ચાલી રહ્યા છે. ક્રુડ ઓઇલના ભાવમાં નબળાઇ અને રૂપિયામાં મજબૂતી પછી જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ ઊછળ્યા છે તેને લઇને ઓઇલ મિનિસ્ટ્રીએ કિંમત રીવ્યુ કરવા ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી. તે પછી ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો વધી છે, તેની અસર ભારતમાં પણ થઇ છે.
 
સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા ઇચ્છુક
 
- દરમિયાન સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માગે છે જેથી તેના ભાવ અંગે ધારણા બાંધી શકાય. કેન્દ્રીય ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા અંગે જણાવ્યું હતું.
- 16 જૂને સરકારે ડાયનેમિક ફ્યુઅલ પ્રાઇસની ફોર્મ્યુલા અપનાવી હતી, જેમાં ડેઇલી બેઝિસ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત રીવ્યુ થઇ રહી છે. આ નિર્ણય લાગુ થયા પછી 1 જુલાઇથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ.7.29 પ્રતિ લીટર સુધી વધી છે. દિલ્હીમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ.70.38 પ્રતિ લીટર છે. તેની પહેલા ઓગસ્ટ 2014માં દિલ્હીમાં પેટ્રોલ રૂ.70.33 પર મળતું હતું. આ રીતે ડીઝલની કિંમતમાં 1 જુલાઇથી રૂ.5.36 પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે.
 
6 માસમાં ક્રુડના ભાવમાં 1.36 ટકા ઘટાડો

- ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારીત છે. કેડિયા કોમોડિટીના ડાયરેક્ટ અજય કેડિયા કહે છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રુડ ઓઇલ અને રૂપિયા પર આધારીત છે. પરંતુ છેલ્લા છ માસમાં ક્રુડના ભાવમાં 1.36 ટકા ઘટાડો આવ્યો છે. જ્યારે રૂપિયામાં છ માસમાં 2.94 ટકા મજબૂતી થઇ છે. તે પછી ઇન્ડિયન બાસ્કેટમાં ક્રુડની કિંમત વધી રહી છે તેની પાછળ કોઇ મોટો તર્ક દેખાતો નથી.
 
16 જૂનથી કેટલું વધ્યું

- 16 જૂન 2017ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 65.48 પ્રતિ લીટર હતી. 2 જુલાઇના રોજ તે ઘટીને રૂ.63.06 પ્રતિ લીટર થઇ હતી. તે પછી કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે અને હવે તે રૂ.70.38 પ્રતિ લીટર પર છે.

- જ્યારે ડીઝલની કિંમત 16 જૂન, 2017ના રોજ રૂ.54.49 હતી, જે 2 જુલાઇએ ઘટીને રૂ.53.36 થઇ હતી. હવે દિલ્હીમાં ડીઝલ રૂ.58.72 પ્રતિ લીટર વેચાય છે.
 
ઓઇલ કંપનીઓના શેરોમાં ઘટાડો

ઓઇલ મિનિસ્ટ્રીની ઇમર્જન્સી મીટિંગના અહેવાલો પર ચાલુ બજારમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોના ભાવ ઘટ્યા હતા. બપોરે 3.15 વાગ્યા સુધીમાં બીપીસીએલનો શેર 6 ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમનો શેર 4.97 ટકા, આઇઓસી 4 ટકા અને ઓએનજીસી 0.56 ટકા ગબડ્યા હતા. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: emergency meeting called by oil ministry as petrol-diesel prices reach to 3 year high
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.