• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Demonetisation Will Help In Raising Revenues On Sustained Basis

સૌથી ઝડપી રહેશે ભારતની આર્થિક વૃદ્ધિ, GSTથી થશે ફાયદોઃ વર્લ્ડ બેન્ક

નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્કે 2017 દરમિયાન ભારતીય અર્થતંત્ર 7.2 ટકા દરે વૃદ્ધિ કરશે એવું અનુમાન દર્શાવ્યું છે. વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર, ભારત નોટબંધીના તાત્કાલિક અસરમાંથી બહાર આવી રહ્યું છે. તે જોતા 2016ના 6.8 ટકા દરની સામે ભારતીય અર્થતંત્ર 2017માં 7.2 ટકાના દરથી ગ્રોથ કરશે. જીએસટી જેવા રીફોર્મ આગળ પણ જોવા મળશે.
 
સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ ધરાવતો દેશ ભારત

- વર્લ્ડ બેન્કે ભારતીય અર્થતંત્રની આગાહીમાં જાન્યુઆરી સામે આ વખતે 0.4 ટકા બેઝિક પોઇન્ટનો ફેરફાર કર્યો છે. 
- વર્લ્ડ બેન્કે જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી ગ્રોથ કરતું અર્થતંત્ર રહેશે.
- વર્લ્ડ બેન્કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2018માં 7.5 ટકા અને 2019માં 6.3 ટકા રહેવાનું અનુમાન આપ્યું છે.
 
નોટબંધીથી ઇકોનોમીને ફાયદો થશે
 
વિશ્વ બેન્કે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો નોટબંધીનો નિર્ણય સફળ થશે તો તેના કારણે સરકારને મળનારી રેવન્યુમાં સસ્ટેનેબલ બેઝ પર વધાર થશે. વિશ્વ બેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીની સફળતાથી વધુ લોકો ટેકસની સીમામાં આવી જશે. જેનો ફાયદો ઈકોનોમીને થશે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફાઈનાન્શિયલ વર્ષ 2016-17માં ભારતે નોટબંધી અને એમ્નેસ્ટી સ્કીમ દ્વારા ન જાહેર કરવામાં આવેલી આવકને ટેકસની સીમામાં લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. રાજયોના શેર સહિત ગ્રોસ ટેકસ રેવન્યુ બજેટમાં નક્કી કરવામાં આવેલો ટાર્ગેટ 10.8 ટકાને પાર કરીને 11.3  ટકા સુધી પહોંચી ગયો છે. આવું એટલા માટે શકય બન્યું છે કે પેટ્રોલિયમ પ્રોડકટસ પર આશાથી વધુ એકસાઈઝ ડયુટીનું કલેકશન કરવામાં આવ્યું.
 
વધશે ફોર્મલ ઈકોનોમી
 
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જુની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારની આ જાહેરાત બાદ માર્કેટમાં સરકયુલેશનમાં રહેલી કરન્સીનું ચલણ બંધ થઈ ગયું હતું. વિશ્વ બેન્કના જણાવ્યા પ્રમાણે, નોટબંધીના કારણે ઈન્ફોર્મલ ઈકોનોમીમાં સામેલ સંસાધનોને ફોર્મલ ઈકોનોમીમાં સામેલ કરી શકાશે. બેન્કોએ કહ્યું કે ઘણા ફર્મ ડિજિટલ પેમેન્ટસને અપનાવવાથી પોતાને બચાવી રહ્યાં હતા. હાલ તે ફોર્મલ ઈકોનોમીનો હિસ્સો બનવા માટે તેને અપનાવી રહ્યાં છે. તેનો શ્રેય પણ નોટબંધીને જાય છે. 
 
સસ્ટેનેબલ બેઝ પર વધશે સરકારની આવક
 
ઈન્ડિયાઝ ગ્રેટ કરન્સી એકસચેન્જ નામથી લખવામાં આવેલા ચેપ્ટરમાં વિશ્વ બેન્ક તરફથી ટિપ્પણી કરવામાં આવી કે નોટબંધી દ્વારા ન જાહેર કરવામાં આવેલી આવકને ટેકસની સીમામાં લાવવામાં સફળતા મળે છે તો પછી આ સ્થિત હંમેશા માટે થઈ શકે છે. વિશ્વ બેન્કનું માનવું છે કે નોટબંધી દ્વારા સરકાર ઈકોનોમીને નિયમિત અને મજબૂત કરવાની દિશામાં આગળ વધી શકે છે. વર્ષ 2008-09માં ભારતની ઈકોનોમિનો અડધો હિસ્સો અનએકાઉન્ટેડ હતો અને 82 ટકા લોકોને કૃષિ સિવાયના ક્ષેત્રમાં રોજગારી મળી હતી.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Demonetisation Will Help In Raising Revenues On Sustained Basis
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.