• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cabinet Gives Approval Of 1% Rise In DA F Central Government Employees

કેન્દ્ર સરકારના કર્મચારીઓના DAમાં 1% વધારો, કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે સેન્ટ્રલ ગવર્નમેન્ટના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance-DA)માં 1 ટકા વધારો કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં આ વધારો 1 જુલાઇ 2017થી મળશે. મંગળવારે મળેલી કેબિનેટની મીટિંગમાં બીએસએનએલના મોબાઇલ ટાવર બિઝનેસને અલગ કરવાની પ્રપોઝલને પણ મંજૂર કરવામાં આવી છે. તેનાથી જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીને ખોટમાંથી બહાર આવવામાં મદદ મળશે. કેટલા કર્મચારીઓને થશે ફાયદો...
 
- ડીએમાં 1 ટકા વધારો કરવાનો નિર્ણય 1 જુલાઇથી લાગુ કરવામાં આવ્યો છે. આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ 4 ટકાથી વધીને 5 ટકા થઇ ગયું છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 49.26 લાખ કર્મચારીઓ અને 61.17 લાખ પેન્શનર્સને ફાયદો મળશે.
 
કેબિનેટમાં લેવાયો નિર્ણય

- નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. મીટિંગ પછી બહાર પાડેલા નિવેદન અનુસાર, `બેઝિક પે/પેન્શનના હાલના 4 ટકાના દરમાં 1 ટકા વધારા સાથે ડીએનો ઇન્સ્ટોલમેન્ટ પણ ઇશ્યુ કરવામાં આવી રહ્યો છે, જે કિંમતોમાં વધારાને કોમ્પેનસેટ કરવા માટે છે.'
 
સરકારી તિજોરી પર વધશે બોજ

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન (જુલાઇ, 2017થી ફેબ્રુઆરી 2018 સુધીના 8 મહિના માટે) ડીએ અને ડીઆર બંનેમાં વધારો થવાથી સરકારી તિજોરી પર દર વર્ષે રૂ.3,068.26 કરોડ અને રૂ.2,045.50 કરોડનો બોજો વધશે.
 
સંસદમાં રજૂ થશે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી બિલ

- કેબિનેટે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી (એમેન્ડમેન્ટ) બિલ, 2017ને સંસદમાં રજૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. તે મારફત ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટી સીલિંગને રીવાઇઝ કરવાની દરખાસ્ત છે.

- કેબિનેટે આંધ્રપ્રદેશમાં એનએચ-16ના નરસન્નાપેટા-રણસ્તલમ સેક્શનના 6 લેનના ડેવલપમેન્ટને મંજૂરી આપી છે. આ સાથે `ડેરી પ્રોસેસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ' સ્કીમને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cabinet gives approval of 1% rise in DA f Central Government employees
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.