• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cabinet Approved Gratuity Amendment Bill, Tax-Free Limit May Go To Rs.20 Lakh

ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટીની લિમિટ થઇ શકે છે રૂ.20 લાખ, કેબિનેટે દરખાસ્તને આપી મંજૂરી

નવી દિલ્હીઃકેબિનેટે મંગળવારે ફોર્મલ સેક્ટર માટે ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટીને બેગણી કરવાના એમેન્ડમેન્ટ બિલને મંજૂરી આપી હતી. આ સાથે હવે ફોર્મલ સેક્ટરના કર્મચારીઓની રૂ.20 લાખ સુધીની ગ્રેજ્યુઇટી ટેક્સ ફ્રી થઇ શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની મીટિંગે સંસદમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી (એમેન્ડમેન્ટ) બિલ રજૂ કરવા અંગે મંજૂરી આપી હતી. 7મા પે કમિશન લાગુ થતા પહેલા મહત્તમ લિમિટ 10 લાખ હતી...
 
આ એમેન્ડમેન્ટ (સુધારા)થી ખાનગી અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો હેઠળ નહિ આવતા પબ્લિક અન્ડરટેકિંગ્સ અને ગવર્નમેન્ટ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદા પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની બરાબર એટલે કે 20 લાખ રૂપિયા થઇ જશે. હાલ તેમની ગ્રેજ્યુઇટીની લિમીટ 10 લાખ રૂપિયા છે.
 
7મા પે કમિશનના અમલ પછી વધી ગઇ હતી સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઇટી

- 7મા સેન્ટ્રલ પે કમિશનના અમલ પહેલા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ, 1972 હેઠળ ગ્રેજ્યુઇટીની મેક્સિમમ લિમિટ 10 લાખ રૂપિયા હતી. 7મા પે કમિશનના અમલ પછી સરકારી કર્મચારીઓ માટે આ લિમિટ 20 લાખ રૂપિયા થઇ ગઇ હતી, જે 1 જાન્યુઆરી, 2016થી અમલી બની છે.
 
કેમ લીધો આ નિર્ણય? 

- પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની બાબતમાં પણ મોંઘવારી અને ખર્ચમાં વધારો થયો હોવાથી સરકારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 હેઠળ નહિ આવતા કર્મચારીઓની ગ્રેજ્યુઇટી લિમિટ વધારવાનો નિર્ણય કર્યો.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cabinet approved Gratuity Amendment Bill, tax-free limit may go to Rs.20 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.