• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» BANK Govt Has No Intention Of Introducing Islamic Banking Says Naqv

ભારત એક સેક્યૂલર દેશ છે, ઈસ્લામિક બેન્કિંગ લાવવાનો કોઈ ઈરાદો નથીઃ નકવી

હૈદરાબાદઃ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે ફાઈનાન્શિયલ જરૂરિયાત માટે દેશમાં અલગ-અલગ બેન્કોનું મોટું નેટવર્ક છે. આ માટે ઈસ્લામિક બેન્કિંગ લાવવા માટે સરકારનો કોઈ ઈરાદો નથી. ઈસ્લામિક કે શરિયા બેન્કિંગ ફાઈનાન્સની એક એવી સિસ્ટમ છે, જેમાં વ્યાજ લેવામાં આવતું નથી.

 

ભારતનો એક સિકયુલર અને ડેમોક્રેટિક દેશ

 

લઘુમતી મામાલાઓના મંત્રી નકવીએ રવિવારે કહ્યું કે સરકાર ભારતમાં ઈસ્લામિક બેન્કિંગની અનુમતિ નહીં આપે કારણ કે ભારત એક સિકયુલર અને ડેમોક્રેટિક દેશ છે. તેમણે કહ્યું કે અહીં ઘણી સરકારી અને શેડયુલ્ડ બેન્ક છે અને હાલની બેન્કિંગ સિસ્ટમ તમામ માટે ઉપલબ્ધ છે. આ કારણે સરકાર ઈસ્લામિક બેન્કિંગનો કોનસેપ્ટ લાવવા વિશે વિચારી રહી નથી. કેટલાક સંગઠન અને લોકોએ આ મામલા પર સુચન આપ્યા હતા, પરતું અમારો કોઈ એવો ઈરાદો નથી. 

 

સરકાર તમામ મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર

 

સંસદના શિયાળું સત્ર વિશે નકવીએ કહ્યું કે સરકાર તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. વિપક્ષ પાસેથી પણ સરકારને એ અપેક્ષા છે કે તે સંસદના બંને ગૃહને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે. તેમણે કહ્યું કે સંસદ ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે છે. એવામાં કોઈ સંસદની કાર્યવાહીમાં અડચણ ઉત્પન કરે છે તો તે સંસદની મર્યાદની વિરુધ્ધમાં છે. 

 

RBI પણ શરિયા બેન્કિંગની વિરુધ્ધમાં

 

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ એક મોટા પગલા હેઠળ દેશમાં ઇસ્લામિક બેંક લાવવાના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. માહિતી અધિકાર (આરટીઆઇ) હેઠળ માગવામાં આવેલી માહિતીમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે બધા નાગરિકોને બેંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓની વિસ્તૃત અને સમાન તકની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઇસ્લામિક કે શરીયા બેંકિંગ એવી નાણાકીય વ્યવસ્થા છે જે વ્યાજ નહીં લેવાના સિદ્ધાંત પર ચાલે છે, કારણ કે વ્યાજ લેવાનું ઇસ્લામમાં હરામ છે.

આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઇસ્લામિક બેંક લાવવાના મુદ્દા પર રિઝર્વ બેંક અને સરકારે વિચાર કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઇના સંવાદદાતા તરફથી દાખલ કરાયેલી આરટીઆઇમાં જણાવવામાં આવ્યું છે કે બધા નાગરિકોને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ વિસ્તૃત અને સમાન રીતે  ઉપલબ્ધ છે, તેથી પ્રસ્તાવ આગળ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે.

 

 

9 દેશોમાં ઈસ્લામિક બેંકો

 

આંકડાકીય અહેવાલ પ્રમાણે વિશ્વના 105 દેશોમાં ત્રણસોથી વધુ ઈસ્લામિક નાણાંકીય સંસ્થા છે. પરંતુ 9 દેશોમાં પ્રણાલિકાગત ઈસ્લામિક બેન્કો કાર્યરત છે.

 

1. સાઉદી અરબ
2. મલેશિયા
3. યુએઈ
4. બહેરીન
5. ઈન્ડોનેશિયા
6. કુવૈત
7. પાકિસ્તાન
8. કતર
9. તુર્કી

 

વાઈબ્રન્ટ વખતે ગુજરાતમાં ઈસ્લામિક બેંક ખોલવા અંગેની વાત થઈ હતી

 

સાઉદી અરેબિયાના ભારતના રાજદૂત સૌદ અલસાતીએ વાઇબ્રન્ટ ગુજરાત 2017 ગ્લોબલ સમિટમાં જણાવ્યું હતું કે જિદ્દાહ સ્થિત ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક ગુજરાતમાં તેની  કામગીરી શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એપ્રિલ 2016માં યુએઇના પ્રવાસ દરમિયાન ઇન્ડિયન એક્ઝિમ બેંકે આઇડીબીના સભ્ય દેશોમાં નિકાસને સહાયરૂપ થવા 10 કરોડ ડોલરની ક્રેડિટ લાઇન માટે આઇડીબી સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

 

આગળ વાંચો, શું છે શરિયા બેન્કિંગ....

 

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BANK govt has no intention of introducing islamic banking says naqv
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.