• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Air India Gets Rs1,500 Crore Loan

એર ઈન્ડિયાને બેન્ક ઓફ ઈન્ડિયાએ 1500 કરોડ રૂપિયાની લોન આપી

નવી દિલ્હીઃ દેવમાં ડૂબેલા એર ઈન્ડિયાને 1,500 કરોડ રૂપિયાની લોન બેન્ક ઓફ ઈન્ડિયાએ આપી છે. એર ઈન્ડિયાએ તાત્કાલિક ધોરણે વર્કિંગ કેપિટલની જરૂરિયાત હોવાનું જણાવતું એક ટેન્ડર બહાર પાડયું હતું. આ ટેન્ડર બહાર પાડયાના એક મહિના કરતા પણ ઓછા સમયમાં એર ઈન્ડિયાને આ લોન મળી છે.
 
આ મહિનામાં જ આ બીજી વખત એર ઈન્ડિયાને પબ્લિક સેકટરના લેન્ડર પાસેથી આ લોન મળી છે. વિવિધ પ્રકારની વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરી રહેલી એરલાઈન હાલ તેનું દેવુ ઘટડાવા માટે નોન-કોર એસેટને ઘટાડવા સહિત તેના ઓપરેશનને વધારવાનું કામ કરી રહી છે.
 
એરલાઈને તા.18 ઓક્ટોબરના રોજ એક ટેન્ડર બહાર પાડયું હતું, જેમાં તેણે ગવર્મેન્ટ ગેરન્ટી-બેક શોર્ટ ટર્મ 1,500 કરોડ રૂપિયાની લોનની માંગણી કરી હતી. તે તેની અરજન્ટ કેપિટલ રિકવાયરમેન્ટસ માટે હોવાનું ટેન્ડરમાં જણાવવામાં આવ્યું હતું. અગાઉ એરલાઈને ઈન્ડસાઈન્ડ બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક એમ બે બેન્ક પાસેથી 3,250 કરોડ રૂપિયાની શોર્ટ ટર્મ લોન લીધી હતી. આ લોન માટેનું ટેન્ડર સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં બે સરકારી બેન્કો બેન્ક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેન્કે એરલાઈનને લોન આપી હતી.
 
ગત યુપીએ સરકારે 2012માં એર ઈન્ડિયાનું બેલઆઉટ પેકેજ એકસટેન્ડ કર્યું હતું. એટલે કે કંપની ટેકસપેયર્સના પૈસા પર ચાલી રહી છે. ટર્નરાઉન્ડ પ્લાન અંતર્ગત એર ઈન્ડિયાને 30,231 કરોડ રૂપિયા સુધીની રકમ અગામી 10 વર્ષમાં સરકાર પાસેથી મળતી રહેશે. તેમાં શરત એ છે કે કંપનીએ નક્કી માપદંડો પર પરફોર્મન્સ સારું આપવાનું રહેશે. એર ઈન્ડિયા ગ્રુપ 44 વિદેશી અને 75 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ પર ફલાઈટ ઓપરેટ કરે છે. એર ઈન્ડિયાની કોપેનહેગન, ટોકિયો, વોશિંગટન, સ્ટોકહોલ્મ, સિડની, હોંગકોંગ, કાબુલ, કોલંબો, સિયોલ, સિંગાપુર અને લંડન જેવી જગ્યાઓ માટે ડાયરેકટ ફલાઈટ છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Air India gets Rs1,500 crore loan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.