• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» This Pre Election Budget Is Crucial For Modi Government For These 4 Reasons

જનરલ બજેટ 2018: આ 4 ફેક્ટર્સના કારણે મોદી સરકાર માટે સૌથી મહત્ત્વનું છે આ બજેટ

નવી દિલ્હીઃ1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર પોતાના કાર્યકાળનું પાંચમુ અને કદાચ આખરી બજેટ રજૂ કરશે. 2019માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તેથી આ એક પ્રી-ઇલેક્શન બજેટ છે. આ કારણોથી આ બજેટ મોદી સરકાર માટે ખૂબ ખાસ છે. મોદી સરકાર ઇકોનોમી, નોકરી અને ખેડૂતોની આવકના મોરચે મોટા સુધારાના વાયદા સાથે સત્તા પર આવી હતી. પરંતુ આંકડા જોતા મોદી સરકાર તેના વાયદામાં હજુ ઊણી રહી છે. છેલ્લા એક વર્ષમાં નોટબંધી અને જીએસટીના કારણે અર્થતંત્ર નબળું પડ્યું છે. તેના કારણે ગ્રામીણ અર્થતંત્ર દબાણ હેઠળ પસાર થઇ રહ્યું છે. થોડા સમય પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ તેમાં ભારતીય જનતા પક્ષનો ગ્રામીણ વિસ્તારોમાં દેખાવ ખૂબ ખરાબ રહ્યો હતો.

 

1 ફેબ્રુઆરીનું બજેટ આખરી તક

 

વિશ્લેષકો માને છે કે આવું રૂરલ સ્ટ્રેસના કારણે થયું છે. ખેડૂતોને ન તો પોતાની ઉપજ પ્રમાણે સારી કિંમત મળી રહી છે અને ન તો ગ્રામીણ યુવાનોને શહેરી કે સ્થાનિક સ્તરે કોઇ રોજગારી મળી રહી છે. તેથી આ વિસ્તારોમાં લોકોની સરકાર પ્રત્યે નારાજગી વધી રહી છે. આ સ્થિતિને બદલવા માટે મોદી સરકાર માટે આ 1 ફેબ્રુઆરીનું બજેટ એક આખરી તક છે. જો સરકાર અહીં કોઇ કારગત પગલાં નહિ લઇ શકે તો આગળ સરકાર પાસે પૂરતો સમય નહિ રહે. મનીભાસ્કર ડોટકોમે ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ડીકે જોશી પાસેથી એ જાણવાની કોશિશ કરી કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારું જનરલ બજેટ 2018 આમ આદમી કરતા મોદી સરકાર માટે શા માટે ખાસ છે.

 

ગાળોજીડીપી ગ્રોથ રેટ
જૂન 20167.9 ટકા
સપ્ટેમ્બર, 20167.5 ટકા
ડિસેમ્બર 20167 ટકા
માર્ચ 20176.1 ટકા
જૂન 20176.1 ટકા

સ્રોતઃ ભારત સરકાર

 

ગ્રામીણ અર્થતંત્રની સ્થિતિ ખરાબ


નોટબંધી પછી જીએસટી લાગુ થવાથી ગ્રામીણ અર્થતંત્રની હાલત વધુ ખરાબ બની છે. ખેડૂતોને તેમના પાકની સારી કિંમત નથી મળી રહી. શહેરોમાં આર્થિક ગતિવિધિ સુસ્ત હોવાની અસર ગામો પર પડી છે અને જે કારીગરો શહેરોમાં કામ કરીને ગામડામાં નાણાં મોકલતા હતા તેમાં ઘટાડો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના યુવાનો માટે શહેરોમાં તેમજ સ્થાનિક સ્તરોએ રોજગારની તકો ઘટી છે. ડીકે જોશીનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મજૂરી ઘટી છે. ખેડૂતોની આત્મહત્યાના કેસો વધ્યા છે. યુવાનોને નોકરીઓ નથી મળી રહી. તેથી ગ્રામીણ અર્થતંત્રને સુધારવા માટે 1 ફેબ્રુઆરીનું બજેટ મોદી સરકાર માટે મહત્ત્વનું છે. બજેટમાં સરકાર ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારી શકે છે, જેથી લોકો પાસે નાણાં પહોંચે.

 

યુવાનો માટે ઘટી નોકરીઓ

 

વર્ષ  નોકરીઓ
2014 4.21 લાખ
2015 1.35 લાખ
2016 1.35 લાખ

 

સ્રોતઃ શ્રમ મંત્રાલય

 

ગવર્નમેન્ટ બોન્ડની યીલ્ડ 7.4 ટકાના સ્તર પર


ડીકે જોશી કહે છે કે પાછલા થોડા મહિના દરમિયાન ગવર્નમેન્ટ બોન્ડની યીલ્ડી વધી છે. હાલના સમયે બોન્ડની યીલ્ડ વધીને 7.4 ટકા થઇ છે, જે પાછલા થોડા મહિનામાં 6 ટકાથી વધીને 7.4 ટકા થઇ છે. તેનો અર્થ એ છે કે સરકારને બોન્ડ પર રીટર્ન આપવા માટે વધારે નાણાં આપવા પડશે. તેથી માર્કેટની નજર એ વાત પર રહેશે કે સરકાર બજેટમાં બોન્ડ યીલ્ડ અંગે શું વલણ અપનાવે છે.

 

પ્રી-ઇલેક્શન ઇયર


ડીકે જોશીનું કહેવું છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું બજેટ  પ્રી ઇલેક્શન બજેટ છે. તેથી પણ આ બજેટનું મહત્ત્વ છે. આ બજેટ માટે મોદી સરકાર પોતાની નીતિઓની સાથે એવો સ્પષ્ટ સંકેત આપી શકે છે કે સામાન્ય લોકો માટે તે શું કરવા ઇચ્છે છે અને અર્થતંત્ર માટે તેની શી યોજના છે. 2019ની ચૂંટણી પહેલા સરકાર પાસે પડકારોનો સામનો કરવાનો કદાચ આ આખરી મોકો છે.

 

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This pre election budget is crucial for Modi government for these 4 reasons
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.