• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» IIP Rose 25 Months To 8.4% High While Retail Inflation Reaches 16 Months High To 5.21%

ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ 25 મહિનાના ટોપ પર, પરંતુ બજેટ પૂર્વે 5.2 ટકા ફુગાવાનો ઝાટકો

નવી દિલ્હીઃનવેમ્બરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) ગ્રોથ ફરીથી વેગીલો બન્યો છે. પરંતુ બજેટ પહેલા સરકારે ફુગાવાનો ઝાટકો લાગ્યો છે. આઇઆઇપી 25 માસની ટોપ 8.4 ટકા પર પહોંચી ગયો છે. ઓક્ટોબરમાં આઇઆઇપી 2.2 ટકા હતો. બીજી બાજુ, ખાણીપીણીની ચીજો મોંઘી થવાથી રીટેલ મોંઘવારીનો દર 5.21 ટકા થયો છે, જે 16 માસનો રેકોર્ડ સ્તર છે. નવેમ્બરમાં રીટેલ મોંઘવારી 4.88 ટકા પર હતો. સીએસઓએ શુક્રવારે આ આંકડા જાહેર કર્યા હતા.

 

રેપો રેટ વધારવાનું દબાણ


ભારતીય રિઝર્વ બેન્કે રીટેલ મોંઘવારી 4 ટકાની આસપાસ રહેવાનું અનુમાન રાખ્યું છે અને કહ્યું હતું કે તે 2 ટકા ઉપર કે નીચે હોઇ શકે છે. પરંતુ 5 ટકાની ઉપર જતા જ તે આરબીઆઇના કન્ફર્ટ ઝોનની બહાર થઇ ગઇ છે. તેથી આરબીઆઇ પર રેપો રેટ વધારવાનું દબાણ વધી શકે છે. રીટેલ મોંઘવારી છેલ્લા 2016ના ઓગસ્ટમાં હાઇએસ્ટ લેવલ પર હતો, જ્યારે સીપીઆઇ 5.05 ટકા રહ્યો હતો.

 

ખાણીપીણીની ચીજોમાં વધી મોંઘવારી


શાકભાજી, ઇંડા અને ફૂડ આઇટમ્સમાં મોંઘવારી નોંધાઇ હતી. ખાધ મોંઘવારી દર ડિસેમ્બર 2017માં 4.96 ટકા પર આવી ગયો હતો. જ્યારે નવેમ્બરમાં તે 4.42 ટકા પર હતો. જોકે, દાળ અને અનાજના ભાવમાં ઘટાડો આવ્યો છે. શહેરી વિસ્તારોમાં મોંઘવારી દર 7.36 ટકાથી વધીને 8.25 ટકા રહ્યો હતો. માસિક ધોરણે કપડાં અને જૂતાની મોંઘવારી 4.96 ટકાથી ઘટીને 4.8 ટકા રહી છે. ડિસેમ્બરમાં મોંઘવારીનો દર -23.53 ટકા સામે -23.47 ટકા થયો. જ્યારે ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 22.48 ટકાથી વધીને 29.13 ટકા થયો.

 

મેન્યુફેક્ચરિંગે આપ્યો ઇન્ડસ્ટ્રીને વેગ


- મેન્યુફેક્ચરિંગ ગ્રોથ મહિનાના આધાર પર નવેમ્બરના 2.5 ટકાથી વધીને ડિસેમ્બરમાં 10.2 ટકા થયો છે.
- નવેમ્બરમાં માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 0.2 ટકા વધીને 1.1 ટકા રહ્યો.
- નવેમ્બરમાં ઇલેક્ટ્રિસિટી સેક્ટરની ગ્રોથ 3.2 ટકાથી વધીને 3.9 ટકા થઇ છે.
- કેપિટલ ગુડ્ઝમાં મોંઘવારી ગ્રોથ નવેમ્બરના 6.8 ટકાથી વધીને 9.4 ટકા થઇ.
- પ્રાઇમરી ગુડ્ઝ પ્રોડક્શનમાં ગ્રોથ 2.5 ટકા વધીને 3.2 ટકા થઇ.
ઇન્ફ્રા અને કન્સ્ટ્રક્શન 13.5 ટકા ગ્રોથ રહી છે.

 

કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્ઝમાં ગ્રોથ 2.5 ટકા


- મહિનાના ધોરણે નવેમ્બરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્ઝની ગ્રોથ -6.9 ટકાથી વધીને 2.5 ટકા રહી છે. નોન-ડ્યુરેબલ ગુડ્ઝની ગ્રોથ 7.7 ટકાથી વધીને 23.1 ટકા રહી છે. નવેમ્બરમાં ઇન્ટરમીડિયેટ ગુડ્ઝની ગ્રોથ 0.2 ટકા વધીને 5.5 ટકા રહી છે.

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IIP rose 25 months to 8.4% high while retail inflation reaches 16 months high to 5.21%
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.