• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Government May More Focus On Farmers And Rural Sector In Next Budget

બજેટમાં સરકાર ખેડૂતો, ગ્રામીણ ક્ષેત્ર પર વધશે ફોકસ, ગુજરાતની ચૂંટણીનો બોધપાઠ

નવી દિલ્હીઃ આગામી બજેટમાં સરકાર કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર માટે ફન્ડિંગ વધારી શકે છે. નાણા મંત્રાલયના અધિકારીઓએ ન્યુઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે દેશમાં 2019ની લોકસભાની ચૂંટણીને જોતા સરકાર રાજકીય ટેકો મેળવવા માટે ગ્રામીણ સેક્ટર પર ફોકસ વધારી શકે છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં શહેરો કરતા ઓછો સપોર્ટ મળ્યો છે. તેની અસર બજેટમાં જોવા મળી શકે છે.

 

આગામી 2018માં 8 રાજ્યો ઉપરાંત લોકસભાની પણ ચૂંટણી થવાની છે. આ કારણે સરકાર પોપ્યુલિસ્ટ બજેટ રજૂ કરી શકે છે. એવી શક્યતા છે કે અરુણ જેટલી આ વખતે નાણાકીય વર્ષ 2018-19 માટે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરી શકે છે.

 

બીજા ક્વાર્ટરમાં કૃષિ વૃદ્ધિમાં આવ્યો ઘટાડો


જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ વૃદ્ધિમાં 1.7 ટકાનો ઘટાડો આવ્યો હતો. ખાસ કરીને ઉત્પાદન અને કિંમતોમાં ઘટાડાના કારણે આ સ્થિતિ પેદા થઇ હતી. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇકોનોમિક ગ્રોથ 6.3 ટકા રહ્યો છે. પહેલા ક્વાર્ટરમાં ઇકોનોમિક ગ્રોથ પાછલા 3 વર્ષના નીચા સ્તરે 5.7 ટકા રહ્યો હતો.

 

ખેડૂતોને નારાજ કરવા ઇચ્છતી નથી સરકાર


નાણા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ખેડૂતોની નારાજગી ઇચ્છતી નથી. તેથી હવે સરકારનું ફોકસ કૃષિ ક્ષેત્રમાં ફન્ડિંગ વધારવા ઉપરાંત આર્થિક વૃદ્ધિ ઝડપી બનાવવા પર રહેશે. તેમણે કહ્યું કે બજેટ પોપ્યુલિસ્ટ હશે પરંતુ તેને બેલેન્સ કરવાના પૂરા પ્રયાસ થશે. ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન જેટલી દ્વારા એવો સંકેત અપાઇ ચૂક્યો છે કે રૂરલ અને ઇન્ફ્રા સેક્ટરને પહેલા કરતા વધારે ફંડ આપવામાં આવશે.

 

પીએમ મોદીની નજર 


પીએમ મોદીએ સંકેત આપ્યો છે કે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા દેશમાં આર્થિક વૃદ્ધિને 7.5 ટકાથી 8 ટકા સુધી લઇ જવા ઇચ્છે છે. મોદીના એક સહાયકે પણ જણાવ્યું છે કે એ વાતનો પ્રયાસ થશે કે આ એક પોપ્યુલિસ્ટ બજેટ હોય, જે બધી અપેક્ષા પૂરી કરે.

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: government may more focus on farmers and rural sector in next budget
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.