• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» EPFO Sets Up Target To Achieve Zero Default By March 2018

કંપનીઓ કર્મચારીઓના પીએફમાં નહિ કરી શકે હેરફેર, EPFOએ બનાવ્યો ઝીરો ડિફોલ્ટ પ્લાન

નવી દિલ્હીઃ માર્ચ 2018 સુધી કોઇ પણ કંપની પોતાના કર્મચારીઓના પીએફમાં કોઇ હેરફેર નહિ કરી શકે. કંપનીઓએ તેમના કર્મચારીઓનો પીએફ સમયસર સરકાર પાસે જમા કરાવવાનો રહેશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ 2018 સુધી ઝીરો ડિફોલ્ટનો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ ઇપીએફઓએ પોતાના તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે આગામી ત્રણ મહિનામાં ઝીરો ડિફોલ્ટનું ટાર્ગેટ હાંસલ કરવા માટે કામ કરો.

 

રીયલ ટાઇમ ડિફોલ્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી મળશે મદદ


ઇપીએફઓએ તાજેતરમાં રીયલ ટાઇમ ડિફોલ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. તેમાં હાલના સમયમાં ડિફોલ્ટ કેટેગરીમાં આવનારી કંપનીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે. તે ઉપરાંત રીજનલ ઓફિસમાં નવા એન્ફોર્સમેન્ટ ઓફિસર્સને હાજર રાખવામાં આવી રહ્યા છે. તેનાથી હાલની ડિફોલ્ટર કંપનીઓના ફોલોઅપમાં તેજી આવશે અને ડિફોલ્ટર કંપનીઓની સંખ્યાને શૂન્ય કરી શકાશે.

 

ડિસેમ્બરમાં ડિફોલ્ટ કરનારી કંપનીઓની સંખ્યા વધી


ઇપીએફઓ તરફથી ઇશ્યુ થયેલા તાજા આંકડા પ્રમાણે ડિસેમ્બર માસમાં પોતાના કર્મચારીઓના પીએફ જમા નહિ કરાવનારી કંપનીઓની સંખ્યા વધીને 1,35,017 થઇ ગઇ છે. જ્યારે નવેમ્બરમાં ડિફોલ્ટ કરનારી કંપનીઓની સંખ્યા 1,30,684 હતી. ઇપીએફઓએ પોતાના બધા એડિશનલ સેન્ટ્રલ પીએફ કમિશનર્સ (ઝોન) અને રીજલન સેન્ટ્રલસ પીએફ કમિશનરોને એ શોધી કાઢવા જણાવ્યું છે કે ડિફોલ્ટ કરનારી કંપનીઓની સંખ્યા કેમ વધી રહી છે. તે ઉપરાંત ઇપીએફઓએ એવી ઓફિસ અંગે પણ રીપોર્ટ માગ્યો છે કે જેમનું પ્રદર્શન નિરીક્ષણની બાબતમાં ખરાબ છે.

 

23 ટકા કંપનીઓએ કર્યું છે ડિફોલ્ટ

 

ડિસેમ્બર 2017માં ઇપીએફઓ પાસે કન્ટ્રીબ્યુટ કરનારી કંપનીઓની કુલ સંખ્યા 4,46,193 હતી. તેમાં 1,35,017 કંપનીઓએ પોતાના કર્મચારીઓના નવેમ્બર માસના પીએફ સરકાર પાસે જમા નથી કરાવ્યા. આ રીતે ઇપીએફઓ પાસે પોતાના કર્મચારીઓના પીએફ જમા કરનારી કુલ કંપનીઓમાંથી 23 ટકા કંપનીઓએ ડિસેમ્બર મહિનામાં તેમના કર્મચારીઓના પીએફ જમા નથી કરાવ્યા.

 

આ પણ વાંચોઃ  1.35 લાખ કંપનીઓએ જમા નથી કરાવ્યા PFના નાણાં, અધિકારીઓની સંડોવણીથી ચાલે છે ખેલ

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EPFO sets up target to achieve zero default by March 2018
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.