• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Deadline To Sell Products With New MRP Sticker Extended To March 2018

GST: માર્ચ 2018 સુધી નવા MRP સ્ટિકર સાથે પ્રોડક્ટ્સ વેચી શકશે કંપનીઓ, 3 મહિના વધી સમયમર્યાદા

નવી દિલ્હીઃસરકારે કંપનીઓને નવી એમઆરપીના સ્ટિકર સાથે પ્રોડક્ટ વેચવાની સમયમર્યાદા ડિસેમ્બરથી લંબાવીને માર્ચ 2018 કરી દીધી છે. એટલે કે હવે કંપનીઓ માર્ચ 2018 સુધી અનસોલ્ડ પેકેજ્ડ પ્રોડક્ટ નવી પ્રાઇસ સ્ટિકર લગાવીને વેચી શકશે. જીએસટી કાઉન્સિલે નવેમ્બરમાં 178 પ્રોડક્ટ પર ટેક્સ રેટ ઘટાડ્યો હતો.

 

સરકારે વધારી સમયમર્યાદા

 

કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને કહ્યું છે કે કંપનીઓ જૂના અનસોલ્ડ સ્ટોક પર નવી એમઆરપીનું સ્ટિકર લગાવીને માર્ચ 2018 સુધી વેચી શકે છે. નવેમ્બરમાં જીએસટી કાઉન્સિલે 200 પ્રોડક્ટની કિંમતો પર ટેક્સ રેટ રીવાઇઝ કરી હતી. મિનિસ્ટ્રીએ લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 હેઠળ નવી પ્રાઇસના સ્ટીકરની સાથે પ્રોડક્ટ વેચવાની મંજૂરી આપી હતી. અત્યાર સુધી જીએસટી હેઠળ ડિસેમ્બર સુધી કંપનીઓને અનસોલ્ડ સ્ટોક પર નવા સ્ટીકર લગાવીને વેચવાની મંજૂરી આપી હતી તેને લંબાવીને માર્ચ 2018 કરવામાં આવી છે.

 

GST કાઉન્સિલે ઘટાડ્યો હતો ટેક્સ રેટ


જીએસટી કાઉન્સિલે મોટી રાહત આપતા 211 આઇટમ્સ પર ટેક્સ સ્લેબમાં ઘટાડો કર્યો હતો. આશરે 178 આઇટમ્સને 28 ટકાથી ઘટાડીને 18 ટકાની કેટેગરીમાં મૂકી હતી. તે ઉપરાંત દરેક પ્રકારના રેસ્ટોરન્ટસ માટે ટેક્સ સ્લેબ 5 ટકા કરી દીધો, જેથી લોકો માટે ઘર બહાર ખાવાનું સસ્તું બને.

 

રેટ કટ નહિ કરનારા પર સરકારની નજર


લોકોને જીએસટી રેટના ઘટાડાનો ફાયદો મળી રહ્યો છે કે નહિ તે માટે પાસવાને અધિકારીઓને નવી એમઆરપીના સ્ટિકર લગાવ્યા કે નહિ તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સરકાર ઇચ્છે છે કે તેમણે જીએસટીમાં જે રેટ કટ કર્યા છે તેનો ફાયદો કસ્ટમરને મળે. તેની પહેલા સરકાર મોટી ફૂડ ચેન પર કિંમત વધારવા અંગે ખૂબ કડક બની હતી. સરકારે મોટી ફાસ્ટ ફૂડ ચેનને જીએસટી રેટ કટની પહેલા અને પછીની પ્રાઇસની ડિટેલ આપવાનું પણ કહ્યું હતું.

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deadline to sell products with new MRP sticker extended to March 2018
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.