• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Vijay Mallya Arrested In London, Could Be Heading To India Soon

બેન્કોને રૂપિયા પાછા આપવા અંગેની શરત અંગે માલ્યાએ DainikBhaskar.comને આમ કહ્યું

નવી દિલ્હીઃ બેન્કોની સાથે 9 હજાર કરોડ રૂપિયાની લોનનું સેટલમેન્ટ કરવા માટે વિજય માલ્યા આજે પણ તૈયાર છે. માલ્યા 9 હજાર કરોડ રૂપિયાની લોન એક સાથે સેટલ કરવા માટે6868 કરોડ રૂપિયા આપવા માટે રાજી છે. માલ્યાએ આ જવાબ DainikBhaskar.com ના જર્નાલિસ્ટ રોહિતાશ્વ કૃષ્ણ મિશ્રના એ સવાલ પર આપ્યો, જેમાં પૂછવામાં આવ્યું કે તપાસ એજન્સીઓને કોઓપરેટ કરવા અને બેન્કોના રૂપિયા પાછા આપવા માટે તમારી શરત શું છે ? માલ્યાના અનુસાર, "સૌને મારી તરફથી બેન્કોને આપવામાં આવેલી સેટલમેન્ટ ઓફર અને કર્ણાટક હાઇકોર્ટની કાનૂની કાર્યવાહી ઓબ્ઝર્વ કરવાની જરૂરીયાત છે. " જણાવી દઇએ કે મંગળવારે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લોન ડિફોલ્ટ મામલે માલ્યાની ધરપકડ કરી હતી. 3 કલાક પછી તેમને બેલ મળી ગઇ હતી. પોલિટિકલ પાર્ટીઓના સ્ટેટમેન્ટ પર વ્યકત કરી નારાજગી...

- માલ્યાને પૂછવામાં આવ્યું કે બીજેપી અને કોંગ્રેસની વચ્ચે પોતાને ફૂટબોલ કેમ માની રહ્યા છે ? માલ્યાએ જવાબ આપ્યો, "છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન બન્ને પાર્ટીઓએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે તે જોશો તો જાતે સમજી જશો કે હું આમ શા માટે કહી રહ્યો છું."
- જણાવીએ કે, ગત વર્ષે લંડન ભાગેલા માલ્યાને અત્યાર સુધી મોદી સરકાર પાછી નથી લાવી શકી. જેને લઇને કોંગ્રેસ સતત હુમલા કરી રહી છે.
 
જામીન મળ્યા બાદ DainikBhaskar.comપર આપ્યું પહેલું મીડિયા રિએક્શન
 
 
મંગળવારે સવારે ધરપકડ અને પછીના 3 કલાકમાં જ જામીન મળ્યા બાદ પહેલીવાર DainikBhaskar.com જર્નાલિસ્ટ રોહિતાશ્વ કૃષ્ણ મિશ્રા સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં પોતાનો પક્ષ રાખ્યો. કેન્દ્ર સરકાર દ્ધારા તેમની ધરપકડની બાબતમાં માલ્યાનું કહેવું છે કે ખુશ થવાની કોઇ જરૂર નથી. લંડનની નિષ્પક્ષ કોર્ટમાં જલદી સત્ય સામે આવશે. કોર્ટમાં સત્યની જીત થશે. જ્યારે અમે માલ્યાને તેમના હવે પછીના સ્ટેપ અને ભારત પાછા ફરવાનો સવાલ પૂછ્યો તો તેમણે કોઇ જવાબ ન આપ્યો. આપને જણાવી દઇએ કે બેઇલ મળ્યા બાદ માલ્યાનું DainikBhaskar.com પર દુનિયાના કોઇપણ મીડિયાને આપેલું આ પહેલુ રિએક્શન છે.
 
માલ્યાના પ્રત્યાર્પણ પર 17 મેએ સુનાવણી, કોર્ટે કહ્યું- મોબાઇલ ફુલ ચાર્જ્ડ રાખવો પડશે

લંડનમાં ધરપકડ પછી વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર લંડનની કોર્ટમં 17 મેના રોજ સુનાવણી થશે. બ્લુમબર્ગ અનુસાર, લંડન કોર્ટમાં આગામી સુનાવણી માટે માલ્યાને આગામી મહિને રજૂ થવું પડશે. ભારતમાં માલ્યા પર મની લોન્ડ્રિંગ, લોન ડિફોલ્ટ અને ફ્રોડના કેસો ચાલી રહ્યા છે. તેમાં ભારતીય ઓથોરિટી તેના પ્રત્યાર્પણના પ્રયાસો કરશે. જોકે, ધરપકડ પછી ત્રણ કલાકમાં તેને જામીન મળ્યા જેમાં તેમણે 5.4 કરોડ રૂપિયા (8.3 લાખ ડોલર)ના બોન્ડ ભરવા પડ્યા છે. લંડન કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, બેઇલ પાસપોર્ટ સરન્ડર કરવા ઉપરાંત માલ્યા ઇંગ્લેન્ડ કે વેલ્સ છોડીને નહિ જઇ શકે છે. તેમણે દરેક સમયે તેમનો મોબાઇલ પોતાની પાસે ફૂલ ચાર્જ કરીને રાખવાનો રહેશે.
 
 
સવારે 9 વાગે થઇ હતી ધરપકડ
 
અગાઉ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે પ્રત્યાર્પણના વોરન્ટ પર ભારતીય બિઝનેસમેન માલ્યાની ધરપકડ કરી લીધી છે. આ અનુરોધ સીબીઆઇ દ્ધારા કરવામાં આવ્યો હતો. સ્થાનિક (બ્રિટન)ના સમય અનુસાર માલ્યાને સવારે 9 વાગે ધરપકડ કરવામાં આવી. 
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vijay Mallya arrested in London, could be heading to India soon
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.