• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» US Economist Richer Thaler Wins Nobel Prize For 2017

અમેરિકન ઇકોનોમિસ્ટ રિચર્ડ થેલરને મળ્યું ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ, રાજન ચૂક્યા

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રખર અર્થશાસ્ત્રી રીચર્ડ એચ થેલરને ઇકોનોમિક્સનું નોબલ પ્રાઇઝ મળ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે ઇકોનોમિક્સના નોબલ પ્રાઇઝની રેસમાં ભારત તરફથી આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ સામેલ હતા. કોર્પોરેટ ફાઇનાન્સના ક્ષેત્રમાં કરેલા કામ માટે તેમનું નામ લિસ્ટમાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેઓ આ પ્રાઇઝ ચૂકી ગયા છે. રાજન અને થેલર ઉપરાંત અન્ય 4 લોકો પણ રેસમાં સામેલ હતા. રોયલ સ્વીડિશ એકેડેમીએ જણાવ્યું કે થેલરે ઇકોનોમિક્સ અને સાઇકોલોજિકલ એનાલિસિસ વચ્ચે એક બ્રિજ બનાવવાનું કામ કર્યું છે. 
 
આ છે પસંદગીનું કારણ

નોબલ જ્યુરીએ કહ્યું કે સાયકોલોજી અને ઇકોનોમિક્સના તાર કેવી રીતે જોડાયેલા છે તેના પર થેલરે ઘણું કામ કર્યું છે. તેમણે કોઇ વ્યક્તિના આર્થિક નિર્ણયો લેવા પાછળ મનોવૈજ્ઞાનિક કારણોની વ્યવહારિક અર્થશાસ્ત્રની સુક્ષ્મ તપાસ કરી છે. આ કારણે જ્યુરીએ તેમના નામ પર પસંદગી ઉતારી. 
 
7 કરોડ રૂપિયાનું મળશે ઇનામ

એવોર્ડના રૂપમાં તેમને 9 મિલિયન સ્વીડિશ ક્રોન (1.1 મિલિયન ડોલર) એટલે કે આશરે 7 કરોડ રૂપિયાનું પ્રાઇઝ મળશે. 12 સપ્ટેમ્બર 1945ના રોજ જન્મેલા અમેરિકન અર્થશાસ્ત્રી થેલર શિકાગો વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર છે. તેઓ અર્થશાસ્ત્રમાં અનેક પ્રસિદ્ધ પુસ્તકો લખી ચૂક્યા છે.
 
આ છે થેલરની ચર્ચિત બૂક્સ

થેલરની સૌથી ચર્ચિત બૂક Nudge છે. 2008માં આવેલા આ બૂક તેમણે આર. સંસ્ટીન સાથે મળીને લખી છે. તેમાં જણાવ્યું છે કે બિહેવિયરલ ઇકોનોમિક્સ મારફત સોસાયટીની અનેક સમસ્યાઓ હલ કરી શકાય છે. તે ઉપરાંત થેલરે બિહેવિયર ફાઇનાન્સ પર જ બે બૂક્સ લખી છે. આ બૂક્સ ક્વાસી રેશનલ ઇકોનોમિક્સ અને ધ વિનર કર્સ છે. 
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US economist Richer Thaler wins Nobel prize for 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.