• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Japani Pm Shinzo Abe India Visit To Boost India-Japan Ties

શિંજો અબે આજથી બે દિવસ અમદાવાદમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફોકસ

અમદાવાદ:જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના ઉપક્રમે આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન છે. કદાચ પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે કોઈ દેશના વડા રાજધાનીના બદલે કોઈ એક રાજ્યના પ્રવાસે આવીને ત્યાંથી જ વિદાય લેશે. અમદાવાદની આ ઐતિહાસિક મુલાકાત દરમ્યાન દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શ્રીગણેશ થશે. બુધવારે મોદી આબેની સાથે સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે પણ અધિકૃત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ નથી.
 
મોદીનો બે દિવસનો કાર્યક્રમ
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જાપાનના વડાપ્રધાન શિંઝો આબેને આવકારશે અને બે દિવસ દરમિયાન તેમની સાથે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને વરીષ્ઠ નેતા કેશુભાઇ પટેલને તેમના પુત્રના અવસાન અંગે સાંત્વના પાઠવવા ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જાય તેવી પણ શક્યતા છે.
 
બુધવાર
 
- બપોરે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન
- 3:45 : શિન્ઝો આબે સાથે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો
- 4:30 : રોડ શોના અંતે સાબરમતી આશ્રમની વિઝીટ અને ચર્ચા
- 4:55 : સાબરમતી આશ્રમથી સ્ટેટ ગેસ્ટ હાઉસ, અમદાવાદ પહોંચશે
- 5:05 થી 5:55 : સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે રોકાશે
- 6:00 : સ્ટેટ ગેસ્ટ હાઉસથી 6.10એ સીદી સૈયદની જાળી પહોંચશે જ્યાં શિન્ઝો આબે સાથે સીદી સૈયદની જાળીની મુલાકાત
- 6.35 : હોટલ અગાશીયે પહોંચશે
- 6:35 થી 6:50 : શિન્ઝો આબે સાથે અનઔપચારિક ચર્ચા
- 6.50થી 7.50 : શિન્ઝો આબે અને તેમનાં પત્ની સાથે ડીનર
- રાત્રે 8થી 9 : શિન્ઝો આબે સાથે બંધ બારણે બેઠક
- રાત્રે 9:05 : અગાશીયેથી નીકળીને રાજભવન અને રાત્રિ રોકાણ
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: japani pm shinzo abe india visit To Boost India-Japan Ties
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.