• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Mukesh Ambani Can Run India For 20 Days By His Personal Wealth As Per A Survey

મુકેશ અંબાણી પોતાના ખર્ચે 20 દિવસ સુધી દેશ ચલાવી શકેઃ સરવે

નવી દિલ્હીઃ દુનિયાભરના ધનિકો જો પોતાની સંપત્તિથી પોતાના દેશની સરકાર ચલાવવા ઇચ્છે તો કેટલા દિવસ ચલાવી શકે તે અંગે બ્લુમબર્ગે એક સરવે કર્યો છે. તે માટે તેણે રોબિન હૂડ ઇન્ડેક્સ તૈયાર કર્યો છે. તે અનુસાર, ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી 20 દિવસ સુધી સરકારનો ખર્ચ ઊઠાવી શકે છે. જ્યારે ચીનના સૌથી અમીર જેક મા પોતાના દેશનો ખર્ચ 4 દિવસ સુધી કાઢી શકે છે. અમેરિકાના જેફ બેસોસ તેમની સંપત્તિથી તેમના દેશની સરકારનો ખર્ચ 5 દિવસ સુધી કાઢી શકે છે.

 

સરકાર ચલાવવાનો સૌથી વધારે ખર્ચ અમેરિકામાં


રોબિન હૂડ ઇન્ડેક્સ 2018 અનુસાર, સરકાર ચલાવવાનો સૌથી વધુ ખર્ચ જાપાન, પોલેન્ડ, અમેરિકા અને ચીનમાં છે. આ કારણે જ આ દેશોના સૌથી ધનિક વ્યક્તિ પોતાના દેશનો ખર્ચ વધુ દિવસો સુધી કાઢી શકે એમ નથી.

 

આ બંને પાસે એક વર્ષથી સમય સુધી ચાલી શકે એટલા નાણાં  


- બે દેશો એવા છે કે જેમના ધનિકો સરકારને એક વર્ષથી વધુ સમય સુધી ચલાવી શકે છે. આ દેશોમાં સાયપ્રસ અને જોર્જિયા સામેલ છે.

 

 

 દેશ

ટોચના

ધનિક

નેટવર્થ

સરકારનો

દૈનિક ખર્ચ  

કેટલા દિવસ

કરી શકે ખર્ચ

1અમેરિકાજેફ બેસોસરૂ6.44 લાખ કરોડ રૂ.1.27 લાખ કરોડ5
2ચીનજેક મારૂ.2.96 લાખ કરોડરૂ.72,800 લાખ કરોડ4
3જાપાનતદાશી યાનઇ રૂ.1.34 લાખ કરોડરૂ.32 હજાર કરોડ4
4બ્રિટનહ્યુગ ગ્રોસવેનરરૂ.83,850 કરોડ રૂ.18,460 કરોડ5
5ઇટલી

જિયોવન્ની ફેરેરો એન્ડ ફેમિલી

રૂ.1.59 લાખ કરોડરૂ.17,745 કરોડ9
6ભારતમુકેશ અંબાણીરૂ.2.62 લાખ કરોડરૂ.12,870 કરોડ રૂપિયા20

 

 

શું છે રોબિન હૂડ ઇન્ડેક્સ


- રોબિન હૂડ ઇન્ડેક્સ ઇકોનોમિક આંકડામાં અસમાનતાને દૂર કરવા માટે અપનાવવામાં આવતી એક ખાસ પદ્ધતિ છે. તેનો ઉપયોગ કરીને બ્લુમબર્ગે જુદા જુદા દેશોના ધનિકોની વેલ્થ અને સરકારોના આધાર પર રોબિન હૂડ ઇન્ડેક્સ 2018 તૈયાર કર્યો છે.

- આ ઇન્ડેક્સમાં 49 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ધનિકોની ડિસેમ્બર 2017 સુધીની સંપત્તિને ગણતરીમાં લેવામાં આવી છે. 
- સરકારોને ચલાવવાના દૈનિક ખર્ચને જાણવા માટે આખા વર્ષના ખર્ચને 365 વડે ભાગવામાં આવ્યા છે. સરવેમાં દરેક દેશના સૌથી ધનિક વ્યક્તિની વેલ્થના હિસાબે ગણતરી કરવામાં આવી છે.

(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mukesh Ambani can run India for 20 days by his personal wealth as per a survey
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.