• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Rbi Says Not To Pursue Islamic Banking In India

RTIના જવાબમાં રિઝર્વ બેંકની સ્પષ્ટતા: ભારતમાં ઇસ્લામિક બેંકને નો એન્ટ્રી

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ એક મોટા પગલા હેઠળ દેશમાં ઇસ્લામિક બેંક લાવવાના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. માહિતી અધિકાર (આરટીઆઇ) હેઠળ માગવામાં આવી માહિતીમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે બધા નાગરિકોને બેંકિંગ અને અન્ય નાણાકીય સેવાઓની વિસ્તૃત અને સમાન તકની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઇસ્લામિક કે શરીયા બેંકિંગ એવી નાણાકીય વ્યવસ્થા છે જે વ્યાજ નહીં લેવાના સિદ્ધાંત પર ચાલે છે, કારણ કે વ્યાજ લેવાનું ઇસ્લામમાં હરામ છે.
 
આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઇસ્લામિક બેંક લાવવાના મુદ્દા પર રિઝર્વ બેંક અને સરકારે વિચાર કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઇના સંવાદદાતા તરફથી દાખલ કરાયેલી આરટીઆઇમાં જણાવવામાં આવ્યું છે કે બધા નાગરિકોને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ વિસ્તૃત અને સમાન રીતે  ઉપલબ્ધ છે, તેથી પ્રસ્તાવ આગળ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે.
 
RBI પાસે વ્યાજમુક્ત બેંકિંગ વ્યવસ્થા વિશે માહિતી મંગાઇ હતી
 
આરબીઆઇ પાસે દેશમાં ઇસ્લામિક કે ‘વ્યાજ મુક્ત’ બેંકિંગ વ્યવસ્થા કાયમ કરવા માટે ભરાનારા પગલાં વિશેની માહિતી માગવામાં આવી હતી. વડાપ્રધાને દેશના બધા પરિવારોને વ્યાપક નાણાકીય સમાવેશના દાયરામાં લાવવા 2014ની 28મી ઓગસ્ટે એક રાષ્ટ્રીય મિશન જનધન યોજના લોન્ચ કરી હતી.
 
અલગ ઇસ્લામિક વિંડો ખોલવાનું સૂચન : આરબીઆઇ
 
સરકારના નિર્દેશ પર આરબીઆઇમાં એક ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ ગ્રુપ (આઇડીજી)ની રચના કરાઇ હતી. આ ગ્રુપે દેશમાં વ્યાજ મુક્ત બેંકિંગ પ્રણાલિ શરૂ કરવાના કાનૂની, ટેકનિકલ અને નિયમનકારી પાસાઓની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપ્યો હતો. આરબીઆઇએ ધીમે-ધીમે શરીયા મુજબ બેંકિંગ સિસ્ટમ શરૂ કરવાની દ્રષ્ટિએ તત્કાલ પરંપરાગત બેંકોમાં એક ઇસ્લામિક વિંડો ખોલવાનું સૂચન કર્યું હતું.
 
9 દેશોમાં ઈસ્લામિક બેંકો
 
આંકડાકીય અહેવાલ પ્રમાણે વિશ્વના 105 દેશોમાં ત્રણસોથી વધુ ઈસ્લામિક નાણાંકીય સંસ્થા છે. પરંતુ 9 દેશોમાં પ્રણાલિકાગત ઈસ્લામિક બેન્કો કાર્યરત છે.
 
1. સાઉદી અરબ
2.મલેશિયા
3.યુએઈ
4. બહેરીન
5. ઈન્ડોનેશિયા
6. કુવૈત
7. પાકિસ્તાન
8.કતર
9. તુર્કી
 
વાઈબ્રન્ટ વખતે ગુજરાતમાં ઈસ્લામિક બેંક ખોલવા અંગેની વાત થઈ હતી
 
સાઉદી અરેબિયાના ભારતના રાજદૂત સૌદ અલસાતીએ વાઇબ્રન્ટ ગુજરાત 2017 ગ્લોબલ સમિટમાં જણાવ્યું હતું કે જિદ્દાહ સ્થિત ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક ગુજરાતમાં તેની  કામગીરી શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એપ્રિલ 2016માં યુએઇના પ્રવાસ દરમિયાન ઇન્ડિયન એક્ઝિમ બેંકે આઇડીબીના સભ્ય દેશોમાં નિકાસને સહાયરૂપ થવા 10 કરોડ ડોલરની ક્રેડિટ લાઇન માટે આઇડીબી સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
 
યુપીએના સમયમાં રાજનનો વ્યાજમુક્ત બેંકિંગનો પ્રસ્તાવ
 
2008ના અંતે આરબીઆઇના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજનના નેતૃત્વમાં નાણાકીય ક્ષેત્રમાં સુધારાઓ અંગે એક સમિતિની રચના કરાઇ હતી. આ સમિતિએ દેશમાં વ્યાજ મુક્ત બેંકિંગ પ્રણાલિના મુદ્દા અંગે ગંભીરતાથી વિચારવાની જરૂરત પર ભાર આપ્યો હતો.
 
શું છે શરિયા બેન્કિંગ ?
 
ઈસ્લામિક કે શરિયા બેન્કિંગ ઈન્ટ્રસ્ટ ફ્રી નિયમો આધારિત ફાઈનાન્સ સિસ્ટમ છે. જણાવી દઈએ કે ઈસ્લામમાં ઈન્ટ્રસ્ટ લેવું તે પ્રતિબંધિત છે.
 
2008માં ઉઠી હતી આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવાની વાત
 
2008માં ફાઈનાન્શિયલ સેકટર રિફોર્મ્સ પર બનેલી કમિટીએ દેશમાં ઈન્ટ્રસ્ટ્ર ફ્રી બેન્કિંગ મુદ્દા પર વિચાર કરવા પર ભાર આપ્યો હતો. આ કમિટીના અધ્યક્ષ પૂર્વ આરબીઆઈ ગવર્નર રધુરામ રાજન હતા. કમિટીએ કહ્યું હતું કે કેટલાક ધર્મ વ્યાજ આપનાર-લેનાર ફાઈનાન્શિયલ ઈનસ્ટ્રુમેન્ટસના ઉપયોગને અયોગ્ય ગણાવે છે. વ્યાજ વગરની પ્રોડકટસ ન હોવાને કારણે કેટલાક ભારતીય ધર્મ બેન્કિંગ પ્રોડકટસ અને સર્વિસિસનો ઉપયોગ કરતા નથી. તેમાં સમાજનો ઈકોનોમિકલી બેકવોર્ડ કલાસ સામેલ છે.
 
શરિયા બેન્કિંગ ધીરે-ધીરે શરૂ કરવાનું હતું સુચન
 
આરબીઆઈએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં આઈડીજીના રિપોર્ટની કોપી ફાઈનાન્સ મિનિસ્ટ્રીને મોકલી હતી. તેમાં સુચન કરવામાં આવ્યું હતું કે દેશમાં શરિયા બેન્કિંગ શરૂ કરવા માટે ટ્રેડિશનલ બેન્કોમાં એક ઈસ્લામિક વિન્ડો શરૂ કરવામાં આવે. આરબીઆઈએ કહ્યું હતું કે, અમને લાગે છે કે ઈસ્લામિક ફાઈનાન્સ, ઘણાં નિયમો અને ઘણાં પ્રકારની સુપરવાયઝરી પડકારો, સાથે જ ઈન્ડિયન બેન્કોને એકસપિરિયન્સ ન હોવાને કારણે દેશમાં ઈસ્લામિક બેન્કિંગ ધીરે-ધીરે શરૂ થવું જોઈએ. સરકારે જરૂરી નોટીફીકેશન બહાર પાડયા બાદ શરૂઆતમાં કન્વેશનલ બેન્કિંગ પ્રોડકટસ જેવી કે સિમ્પલ પ્રોડકટસને ઈન્ટ્રોડયુસ કરી શકાય છે.
 
કેમ હતી અલગ વિન્ડોની વાત ?
 
આરબીઆઈએ કહ્યું હતું કે, અમને લાગે છે કે ફાઈનાન્શિયલ ઈનકલ્યુઝન માટે ઈન્ટ્રસ્ટ ફ્રી બેન્કિંગમાં પ્રોડકસને શરિયા નિયમો અંતર્ગત પ્રમાણિત કરવાની સાચી પ્રોસેસ અપનાવવાની જરૂરિયાત રહેશે. તેમાં એસેટ અને લોન, બંને સામે થશે. આ બેન્કિંગથી મળનાર ફન્ડને બીજા ફન્ડસની સાથે મેળવી શકાશે નહિ. એવામાં ઈન્ટ્રસ્ટ ફ્રી બેન્કિંગ માટે એક અલગ વિન્ડોની જરૂરિયાત પડશે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rbi says not to pursue islamic banking in india
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.