• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Paytm Payment Bank Will Start Its Work From Next Week

23 મેથી Paytm બની જશે પેમેન્ટ બેન્ક, 1 લાખ સુધી જમા કરી શકાશે

નવી દિલ્હીઃ પેટીએમ 23 મેથી પેમેન્ટ બેન્ક તરીકે કામગીરી શરૂ કરવાની છે. તે માટે કંપનીને રિઝર્વ બેન્ક પાસેથી મંજૂરી મળી ચૂકી છે. આ બેન્ક તમે એક એકાઉન્ટમાં એક લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (પીપીબીએલ)એ આ માહિતી આપી છે. પેટીએમ વોલેટના નાણાં ટ્રાન્સફર થઇ જશે...

- પેટીએમ પોતાનો વોલેટ બિઝનેસ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (પીપીબીએલ)ને ટ્રાન્સફર કરશે. 23 મે પછી પેટીએમ વોલેટની રકમ પીપીબીએલમાં જતી રહેશે.
- જો કોઇ કન્ઝ્યુમર એવું ન ઇચ્છે તો તેણે પેટીએમને બતાવવું પડશે. તે પછી પેટીએમ વોલેટનું બેલેન્સ ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જોકે, ગ્રાહકે પોતાની મરજી પેટીએમને 23 મે પહેલા જણાવવી પડશે.

ચેકબૂક, ડેબિટ કાર્ડ પણ મળશે

- તમે પેમેન્ટ બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને 1 લાખ રૂપિયા સુધી જમા કરી શકશો. એકાઉન્ટ ખોલવા પર તમને અન્ય બેન્કોની જેમ એકાઉન્ટ નંબર, ચેકબૂક, ડેબિટ કાર્ડ અને અન્ય ચીજો મળશે.
 
ઇનએક્ટિવ એકાઉન્ટનું શું થશે?

- જો વોલેટ ઇનએક્ટિવ હોય એટલે કે છેલ્લા છ માસથી તેમાં કોઇ એક્ટિવિટી ન થઇ હોય તો કન્ઝ્યુમરની મંજૂરી પછી જ વોલેટમાંથી નાણાં પીપીબીએલને ટ્રાન્સફર કરવામાં આવશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- નહિ બદલાય પેટીએમ એપ...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Paytm Payment Bank will start its work from next week
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.