• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» ICICI Bank Reduces Rate On Home Loan Up To Rs.30 Lakh To 8.35 Per Cent

ICICI બેન્ક અને HDFCએ સસ્તી કરી હોમલોન, વ્યાજ દરમાં 0.30% સુધી ઘટાડો

નવી દિલ્હીઃદેશની સૌથી પ્રાઇવેટ સેક્ટર બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ફાઇનાન્સ કંપની એચડીએફસીએ તેમની હોમલોન સસ્તી કરી છે. આઇસીઆઇસીઆઇ બેન્કે તેની હોમલોન પરના વ્યાજ દરમાં 30 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે, જ્યારે એચડીએફસીએ પોતાની હોમલોનનું વ્યાજ 0.15 ટકા ઘટાડ્યું છે. આ સાથે આઇસીઆઇસીઆઇ બેન્કની 30 લાખ રૂપિયા સુધીની હોમલોન 8.35 ટકા વ્યાજે મળશે. ઘટેલો વ્યાજ દર 15 મે, 2017થી નવા લોનધારકોને લાગુ પડશે. આ અગાઉ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પણ હોમલોન સસ્તી કરી ચૂકી છે.
 
મહિલાઓને વધારે ફાયદો
 
આઇસીઆઇસીઆઇ બેન્ક પગારદાર મહિલાઓને 30 લાખ રૂપિયા સુધીની હોમલોન 8.35 ટકાના દરે આપશે. એટલે મહિલાઓને હોમલોનમાં વધુ ફાયદો થશે. જ્યારે અન્ય લોનધારકોને હોમલોન 8.40 ટકાના દરે મળશે.
 
કેટલી થશે બચત
 
વ્યાજ દરમાં ઘટાડોલોન એમાઉન્ટ લોનનો ગાળોવાર્ષિક બચત
0.30 ટકારૂ.20 લાખ20 વર્ષ રૂ.4,548 

 
એફોર્ડેબલ હાઉસિંગને મળશે બૂસ્ટ

- એસબીઆઇ પછી આઇસીઆઇસીઆઇ બેન્કે 30 લાખ રૂપિયા સુધીની હોમલોન પર જે 0.30 ટકા ઘટાડો કર્યો છે તેનો સૌથી વધારે ફાયદો એફોર્ડેબલ હાઉસિંગ હેઠળ લોન લેનાર ગ્રાહકોને થશે. સરકાર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ વ્યાજ દરમાં 6.50 ટકા સુધી સબસિડી આપી રહી છે.
 
એસબીઆઇની હોમલોન પર પણ 8.35 ટકા વ્યાજ

સરકારી માલિકીની ધિરાણકાર અને દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ આ અગાઉ તેની હોમલોન સસ્તી કરી છે. એસબીઆઇ રૂ.30 લાખ સુધીની હોમલોન 8.35 ટકાના દરે આપી રહી છે. રૂ.30 લાખથી ઉપરની લોન પર 8.50 ટકા વ્યાજ દર લાગશે.  
 
આગળની સ્લાઇડમાં વાંચો- એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે પણ સસ્તી કરી હોમલોન...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ICICI Bank reduces rate on home loan up to Rs.30 lakh to 8.35 per cent
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.