• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Bank Cuts Charges Of Neft And Rtgs Charges

SBIની ઓનલાઈન બેન્કિંગ સેવાના ચાર્જમાં 75% સુધી ઘટાડો, 15 જુલાઈથી ફાયદો

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્કે તેના ઓનલાઈન બેન્કિંગને સસ્તુ કર્યું છે. આ અંતર્ગત એસબીઆઈએ નેશનલ ઈલેકટ્રોનિક ફન્ડ ટ્રાન્સફર (એનએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ(આરટીજીએસ) પર ચાર્જ 75 ટકા જેટલો ઓછો કરવામાં આવ્યો છે. આ ફેરફાર 15 જુલાઈથી લાગુ થશે. બેન્કે દેશમાં ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે.
 
એસબીઆઈના મેનેજિંગ ડાયરેકટર રજનીશ કુમારે કહ્યું કે ચાર્જમાં ઘટાડો ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સર્વિસ દ્વારા થનાર ટ્રાન્ઝેકશન પર લાગુ થશે. તેમણે કહ્યુ કે ડિજિટલ ઈકોનોમિ બનાવવા માટે ભારત સરકારની કોશિશ અને પોતાની સ્ટ્રેટેજી અંતર્ગત આ પગલું ભરવામાં આવ્યું છે.
 
IMPSથી 100 રૂપિયા સુધી ફન્ડ ટ્રાન્સફર પર નહીં લાગે ચાર્જ
 
અગાઉ એસબીઆઈએ ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ દ્વારા 1000 રૂપિયાના ફન્ડ ટ્રાન્સફર પર ચાર્જ હટાવી દીધો હતો. બેન્કે નાની રકમના ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. અગાઉ એસબીઆઈ 1000 રૂપિયા સુધીના આઈએમપીએસ ટ્રાન્ઝેકશન પર 5 રૂપિયા અને સર્વિસ ટેકસ ચાર્જ કરી રહ્યું હતું.
 
RTGS શું છે?
 
આરટીજીએસ ફન્ડ ટ્રાન્સફરની સૌથી ઝડપી પ્રોસેસ છે. તેમાં ફન્ડ મળતા જ 30 મિનિટની અંદર બેન્કો તેને જણાવવામાં આવેલા એકાઉન્ટમાં ફન્ડ ટ્રાન્સફર કરવાનું હોય છે. એટલે કે ફન્ડને આગળ પ્રોસેસ માટે ટાળવામાં આવતું નથી. આરટીજીએસનો ઉપયોગ મોટા ફન્ડ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. આ અંતર્ગત મિનિમમ બે લાખ રૂપિયાને ટ્રાન્સફર કરી શકાય છે. જો કોઈ કારણસર મોકલવામાં આવેલા પૈસા સંબધિત એકાઉન્ટમાં ન પહોંચ્યા તો 2 કલાકમાં તમને એકાઉન્ટમાં પરત મોકલવામાં આવે છે.
 
NEFT શું છે?
 
તે ફન્ડ ટ્રાન્સફર કરવા માટેનું સરળ અને અગ્રણી રીત છે, પરતું તે આરટીજીએસથી ધીમી છે. આ અંતર્ગત ફન્ડ ટ્રાન્સફર એક નક્કી કરેલા સમયે જ કરવામાં આવે છે. એટલે કે વર્કિંગ ડેમાં પ્રત્યેક કલાકે તેનાથી ફન્ડ ટ્રાન્સર કરવામાં આવે છે. એનઈએફટીમાં મિનિમમ અમાઉન્ટની કોઈ લિમિટ નથી.
 
IMPS શું છે?
 
મોબાઈલ વર્કિંગ સર્વિસનો ઉપયોગ કરી રહેલા કસ્ટમર્સ જ આ ફેસિલિટીનો ફાયદો લઈ શકે છે. તેના માટે તમારે મોબાઈલ નંબર અને 7 આંકડાના એમએમઆઈડી નંબરની જરૂરિયાત હોય છે. એમએમઆઈડી નંબર એકાઉન્ટ ખોલતી વખતે બેન્કમાંથી મળે છે. આ પ્રોસેસમાં ફન્ડ તરત જ ટ્રાન્સફર થાય છે. આ સર્વિસનો ઉપયોગ 24x7 કરી શકાય છે.
 
GST અંતર્ગત નવો ચાર્જ
 
બેન્કે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ રિજિમ અંતર્ગત રિવાઈઝડ આઈએમપીએસ ટ્રાન્સફર ચાર્જની જાહેરાત પણ કરી છે. બેન્ક હવે આઈએમપીએસ માટે 100થી 1 લાખ રૂપિયા સુધીના ફન્ડ ટ્રાન્સફર પર જીએસટીની સાથે 5 રૂપિયા લેશે. જયારે એક લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીના ફન્ડ ટ્રાન્સફરનો ચાર્જ જીએસટીની સાથે 15 રૂપિયા સુધી થશે. હાલ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશન પર 18 ટકા જીએસટી લાગુ છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank Cuts Charges Of Neft And Rtgs Charges
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.