• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Punjab National Bank Had Detected Fraudulent And Unauthorized Transactions Worth About $1.8 Billion

PNBમાં 1.8 અબજ ડોલરના ફ્રોડથી શેર 10% તૂટ્યો, 10 કર્મચારી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સરકારી ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ બુધવારે 1.8 અબજ ડોલર (અંદાજિત 11,330 કરોડ રૂપિયા)ની છેતરપિંડી અને અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી મેળવી છે. આ ટ્રાન્ઝેક્શન બેંકની મુંબઇ સ્થિત બ્રાંચથી થયું. આ સમાચાર બાદ 3 વાગ્યા સુધી બીએસઇ પર પીએનબીનો સ્ટોક 10 ટકા તૂટ્યો હતો. 

 

PNBના 10 કર્મચારી સસ્પેન્ડ 

 

આ મામલે બેંકના 10 એમ્પ્લોઇઝને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર બાદ બીએસઇ પર PNB સ્ટોક્સમાં 10 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો. બીજી તરફ, બેકિંગ સેક્રેટરીનું કહેવું છે કે, સરકાર આ મામલે નજર રાખી રહી છે. જરૂર પડ્યે ફોરેન્સિક ઓડિટના આદેશ આપવામાં આવશે. આ કેસ 2011થી જોડાયેલો છે. 

 

પસંદગીના એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો 


- સ્ટોક એક્સચેન્જ બીએસઇને આપવામાં આવેલી જાણકારીમાં બેંકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ ટ્રાન્ઝેક્શન્સ અમુક પંસદગીના એકાઉન્ટ હોલ્ડર્સને ફાયદો પહોંચાડવા માટે થયા હતા. 
- આ સાથે જ આ ટ્રાન્ઝેક્શનના આધારે બીજી બેંકોએ આ કસ્ટમર્સને વિદેશમાં એડવાન્સ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. 

 

PNBનો શેર 10 ટકા તૂટતા રોકાણકારોની મૂડીમાં 3,800 કરોડથી વધુ ધોવાણ


- ફ્રોડના સમાચાર પછી આવેલી જોરદાર વેચવાલીથી પીએનબીનો શેર ગઇકાલના બંધ ભાવથી 10.48 ટકા તૂટીને રૂ.144.70ની તળિયે અડ્યો હતો અને અંતે 9.81 ટકાના ઘટાડા સાથે રૂ.145.80 પર બંધ રહ્યો છે.
- પીએનબીના શેરમાં 10 ટકાના તીવ્ર ઘટાડાથી રોકાણકારોની સંપત્તિ એક જ દિવસમાં રૂ.3,800 કરોડથી વધુ કરોડ ધોવાઇ છે.

- અન્ય સરકારી બેન્ક શેરો ઘટતા PSU બેન્ક 5% અને બેન્ક નિફ્ટી 1.40 ટકા ઘટ્યો છે.
- બેન્ક સાથે થયેલા ફ્રોડની રકમ પીએનબીના શેરની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.35,000 કરોડથી આશરે ત્રીજા ભાગ જેટલી છે. એટલું જ નહિ, પીએનબીની કુલ લોન બૂક રૂ.4.5 લાખ કરોડ (ડિસેમ્બર 2017 સુધી)ના 2.55 ટકા જેટલી છે.

 

આ પણ વાંચો... PNB ફ્રોડ: ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર રડાર પર, 3 બેન્કોના નામ પણ સામે આવ્યા


એન્ફોર્સમેન્ટ એજન્સીઓને આપી જાણકારી 


- બેંકે હાલ આ છેતરપિંડીમાં સામેલ લોકોના નામનો ખુલાસો નથી કર્યો. પરંતુ તેણે જણાવ્યું કે, આ ડીલની જાણકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓને આપવામાં આવી છે. બેંકે જણાવ્યું કે, તે બાદમાં આ વાતનું આકલન કરશે કે શું આ ટ્રાન્ઝેક્શન કોઇને દેવાદાર બનાવે છે? 

 

આગળની સ્લાઇડમાં જાણો, નીરવ મોદીના કેસ સાથે આનું લિંકઅપ, કોણ છે નીરવ મોદી? 

(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Punjab National Bank had detected fraudulent and unauthorized transactions worth about $1.8 billion
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.