• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Jaitley Rebuts Of Removing 2000 Rupee Note While RBI Clarifies Its PCA Action

2000ની નોટ બંધ થવાની વાત માત્ર અફવાઃ જેટલી, કોઇ બેન્કને બંધ કરવાની નથીઃ RBI

નવી દિલ્હીઃ2000 રૂપિયાની નોટ બંધ થવાની અફવા અંગે શુક્રવારે નાણાપ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, `અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. એવી અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. એવી વાતો પર સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી વિશ્વાસ ન મૂકો.' ઉલ્લેખનીય છે કે એસબીઆઇના એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 2,000 રૂપિયાની નોટને સરક્યુલેશનમાંથી દૂર કરી શકે છે. બીજી બાજુ, આરબીઆઇએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે કોઇ બેન્કને વોચમાં મૂકવાનો અર્થ એવો નથી કે તેને બંધ કરવાની છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ બેન્ક ઓફ ઇન્ડિયાની બેડ લોન્સ વધી જવાથી તેને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) હેઠળ મૂકી છે.

 

શું કહ્યું હતું એસબીઆઇના રીપોર્ટમાં


- એસબીઆઇના એક રીસર્ચ રીપોર્ટમાં આવો સંકેત કરતા જણાવ્યું છે કે આરબીઆઇ કાં તો 2,000 રૂપિયાની નોટોને પોતાની પાસે રોકી રહી છે અથવા આ ઊંચા મૂલ્યની કરન્સી નોટનું પ્રિન્ટિંગ અટકાવી દીધું છે.


- એસબીઆઇના ઇકોફ્લેશ રીપોર્ટમાં જણાવ્યું હતું કે, `અમારું મૂલ્યાંકન એવું છે કે માર્ચ 2017 સુધી ઓછા મૂલ્યની કરન્સીના 3,501 અબજ રૂપિયા સરક્યુલેશનમાં હતા. આ સાથે મોટી નોટ સરક્યુલેશનમાં ઘટી રહી છે. તેથી જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો તમારે આરબીઆઇના પગલા પર નજર રાખવી જોઇએ.'

 

બેન્કની કામગીરીને કોઇ અસર નહિઃ RBI

 

- રિઝર્વ બેન્કે ભારપૂર્વક કહ્યું હતું કે પીસીએસ ફ્રેમવર્કથી સામાન્ય લોકો સાથેની બેન્કની કામગીરીને કોઇ અસર નહિ થાય.
- આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, `પીસીએ ફ્રેમવર્ક સામાન્ય લોકો માટે બેન્કોની દૈનિક કામગીરીને રોકી દેવા માટે નથી.'

 

બેન્ક ઓફ ઇન્ડિયા સામે આરબીઆઇનું પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન

 

આરબીઆઇના પીસીએ પગલા પછી બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે નોન-પરફોર્મિંગ લોન્સનું પ્રમાણ વધી જવાથી, અપૂરતી CET1 મૂડી અને સતત બે વર્ષ સુધી એસેટ્સ પર નેગેટિવ રીટર્નને ધ્યાનમાં લઇને આરબીઆઇએ તેની સામે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન લીધું છે. 

(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jaitley rebuts of removing 2000 rupee note while RBI clarifies its PCA action
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.