• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Inflation »FAQ» Why-Retail-And-Wholesale-Inflation-Rates-Are-Different-By-R-Jagannathana

છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના દરો અલગ-અલગ કેમ છે

છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના દરો અલગ-અલગ કેમ છે
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
 
 
મોંઘવારી સમાપ્ત થઇ ગઇ છે કે હજુ પણ ચાલુ છે? જો તમે દરો માપવાના બે મુખ્ય ઇન્ડેક્સ- જથ્થાબંધ મોંઘવારી આંક (ડબલ્યુપીઆઇ) અને ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઇ) પર નજર કરો તો સંપૂર્ણ રીતે ભ્રમમાં પડી જશો. વાસ્તવમાં આ બંને અલગ-અલગ ચિત્ર રજૂ કરી રહ્યા છે. જાન્યુઆરી 2015માં ડબલ્યુપીઆઇ ઘટીને શૂન્યથી પણ નીચે માઇનસ 0.39 ટકા પર આવી ગયો છે. એટલે કે જથ્થાબંધ કિંમતો ન માત્ર નરમ પડી છે પરંતુ ઘટી પણ છે. પરંતુ રિટેલ મોંઘવારી દર દર્શાવે છે કે છૂટક કિંમતો વધી છે અને સીપીઆઈ ડિસેમ્બરના 4.8થી વધીને જાન્યુઆરીમાં 5.11 ટકા પર પહોંચી ગયો છે. 
 
 ...તો આ તફાવતથી આપણે શું જાણકારી મેળવી શકીએ છીએ? તેનાં અનેક કારણો હોઇ શકે છે, પરંતુ મેં એક રસપ્રદ કારણ શોધ્યું છે. ડબલ્યુપીઆઇ જથ્થાબંધ કિંમતો માપે છે. તે મેન્યુફેક્ચરિંગ યુનિટના સ્તર પર થનારી મોંઘવારીનું આકલન કરે છે. જ્યારે એક કંપની ફેક્ટરીથી ઉત્પાદન મોટા પ્રમાણમાં વેચે છે તો તેને જથ્થાબંધ વ્યાપારીઓ ખરીદે છે. ડબલ્યુપીઆઇ મોટા ભાગે આ કિંમત પર માપવામાં આવે છે.
 
 પરંતુ સીપીઆઈ રિટેલ (ઉપભોક્તા) મોંઘવારીને માપે છે. આ તે કિંમત હોય છે જે તમે કિરાણા દુકાન અથવા મોલમાં ચૂકવો  છે. લાંબા સમયથી જથ્થાબંધ વ્યાપારીઓ આવા ઉત્પાદન વેચતા આવી રહ્યા છે જેને તેઓ જુદા જુદા વચેટિયા-દલાલોના માધ્યમથી ફેક્ટરીમાંથી ખરીદે છે. ફેક્ટરીથી વપરાશકર્તાના હાથમાં ઉત્પાદન પહોંચતા સુધી કિંમત સતત વધતી રહે છે. વાસ્તવિક કિંમત, કંપનીના ઉત્પાદન ખર્ચથી ખૂબ જ વધારે હોય છે.
 
 જથ્થાબંધ અને છૂટક મોંઘવારી દરમાં 5.5 ટકાનું મોટું અંતર સિસ્ટમમાં અપર્યાપ્ત સપ્લાયની તરફ સંકેત કરે છે. જ્યારે બજારમાં અનેક વચેટિયાઓ હોવાના કારણે અને/અથવા જુદા જુદા ટેક્સ લાગુ થવાથી પણ કિંમત વધતી રહે છે.  અર્થવ્યવસ્થાને વધારે એફિશિયન્ટ બનાવવા માટે આ અંતરને ઘટાડવું પડશે. સાથે જ વોલમાર્ટ, બિગ બજાર, રિલાયન્સ રિટેલ જેવા ઓર્ગેનાઇઝ્ડ રિટેલિંગની સંખ્યા વધવી જોઇએ. મોટી રિટેલ કંપનીઓના આવવાથી ખેડૂતો અને છૂટક બજાર તથા મેન્યુફેક્ચરર્સ અને મોલની વચ્ચે હાજર વચેટિયાઓની સંખ્યામાં ઘટાડો આવશે. 
 
 વર્તમાન ડબલ્યુપીઆઇ અને સીપીઆઇ સૂચકાંકના આંકડા જણાવે છે કે જથ્થાબંધ સ્તર પર મોંઘવારી સ્પષ્ટ રીતે ઘટી રહી છે. પરંતુ વ્યવસ્થાની અક્ષમતાના કારણે છૂટક સ્તર પર વસ્તુઓ અપેક્ષા કરતાં મોંઘી છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર મુખ્યત્વે ઇંધણની કિંમતોમાં ઝડપથી ઘટાડાથી (-10.69 ટકા)થી નેગેટિવ થયો છે, પરંતુ જો ઇંધણની સાથે ખાવા-પીવાની ચીજોની કિંમતો વધશે, તો આગામી મહિનામાં આ વલણ બદલાઇ શકે છે. 
 
ફેબ્રુઆરીમાં પેટ્રોલ-ડીઝલ બંનેની કિંમતો વધી છે અને તેમાં ફરી એક વાર ફાયદો થઇ શકે છે. ભલે ગમે તે હોય બધું મળીને મોંઘવારી હવે નિયંત્રણમાં છે. રિઝર્વ બેન્ક ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે આગામી એક વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2016 સુધી તેમનું લક્ષ્ય છૂટક મોંઘવારી દર 6 ટકાથી ઘટાડવાનો છે. તે આ લક્ષ્ય પહેલેથી જ પ્રાપ્ત કરી ચૂક્યા છે.
 
 ટૂંકમાં કહીએ તો મોંઘવારીની વિરુદ્ધ લડાઇ સારી ચાલી રહી છે અને ચાલુ વર્ષે કંપનીઓની લોન, હોમલોન અને એફડીના વ્યાજદરોમાં ઘટાડો થવો જોઇએ. પરંતુ સપ્લાય ચેનની અક્ષમતાને દૂર કરવા માટે સુધારાની જરૂરત પડશે, તે પણ મોટા સુધારાઓની.
(Inflation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: why-retail-and-wholesale-inflation-rates-are-different-by-r-jagannathana
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.