• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Deficit »FAQ» What Is Balance Of Payments

શું છે ચાલુ ખાતા ખાધ, બેલેન્સ ઓફ પેમેન્ટ

શું છે ચાલુ ખાતા ખાધ, બેલેન્સ ઓફ પેમેન્ટ
 
ચાલુ ખાતા ખાધ
ચાલુ ખાતા ખાધ દેશમાં વિદેશી મુદ્રાની કુલ આવક અને નિકાસ વચ્ચેનો તફાવત બતાવે છે. વિદેશી મુદ્રાની આવક નિકાસ, મૂડી બજારમાં રોકાણ, પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશમાં વસતા લોકો દ્વારા સ્વેદશમાં મોકલવામાં આવતા રૂપિયા મતલબ રેમિટન્સ દ્વારા થાય છે. જ્યારે વિદેશી ચલણની નિકાસ આવક કરતાં વધુ હોય તો ખોટ બને છે. પરંતુ વિકાશસીલ દેશમાં આ જીડીપીના પ્રમાણ અનુસાર એક નક્કી સપાટીએ ખોટ તે જણાવે છે કે તે દેશમાં વિદેશી રોકાણ થઈ રહ્યું છે. તે નક્કી સપાટીથી વધુ થવા પર જ વિદેશી મુદ્રા ભંડોળ પર દબાણ પડે છે અને ઘરેલુ ચલણ પર તેની અસર જોવા મળે છે. ભારતમાં તેનો આંકડો વર્ષમાં ચાર વખત બહાર પાડવામાં આવે છે. ખોટ વધવા પર આયાત મર્યાદિત કરવામાં આવે છે અને વિદેશી ચલણની આવક વધારવાના ઉપાય કરવામાં આવે છે. 

ચૂકવણી સંતુલન (બેલેન્સ ઓફ પેમેન્ટ્સ)
એક દેશના અન્ય દેશોની વચ્ચે થનારા નાણાંકીય લેણદેણના હિસાબને બેલેન્સ ઓફ પેમેન્ટ્સ કહી શકાય છે. એક દેશ અને બાકી દુનિયાની વચ્ચે આયાત-નિકાસ માટે થનારા નાણાંકીય લેણદેણ સામેલ રહે છે. આ આયાત-નિકાસમાં વસ્તુઓ, સેવાઓ, નાણાંકીય મૂડી અને નાણાંકીય મર્જર સામેલ છે. આ એક વિશેષ સમયગાળાના આધાર પર તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને વાર્ષિક આધાર પર તૈયાર કરવામાં આવે છે. આ એકાઉન્ટ સરપ્લસ અથવા ખાધ બન્ને પ્રકારનું હોઈ શકે છે.
(Deficit Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Is Balance Of Payments
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.