• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» Unique Identification Authority Of India Has Introduced A New Security Feature

આધારમાં ફેરફાર માટે આવ્યું OTPની જગ્યાએ TOTP, હવે ડિટેલ્સ બદલવાનું થઈ ગયું સરળ

આધારમાં ફેરફાર માટે આવ્યું OTPની જગ્યાએ TOTP, હવે ડિટેલ્સ બદલવાનું થઈ ગયું સરળ
નવી દિલ્હીઃ પોતાની આધાર ડિટેલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો છે કે તેનાથી જોડાયેલી એપ્લિકેશન્સનો યુઝ કરવો હવે અગાઉની સરખામણીમાં ખુબ જ સરળ થઈ ગયું છે. યુનિક આઈડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા(UIDAI)ની એક નવી સુવિધા શરૂ કરી છે. તેનાથી તમારા આધારની સુરક્ષા વધશે એટલું જ નહિ પરતું તમારો સમય પણ બચશે. હાલ આધારમાં અપડેશન માટે મોબાઈલ પર ઓટીપીની રાહ જોવી પડે છે. હવે યુઆઈડીએઆઈ એક નવું ફીચર લાવ્યું છે. આ અંતર્ગત તમારી પાસે ટાઈમ બેઝડ ઓટીપી(ટીઓટીપી) રહેશે. તેને તમે વેરિફીકેશન માટે ઉપયોગ કરી શકશો.
 
30 સેકન્ડ માટે વેલિડ રહેશે ટીઓટીપી
 
યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભુષણ પાંડેના જણાવ્યા પ્રમાણે, સિકયુરીટી અને ફેસિલિટીને સારી બનાવવા માટે ટીઓટીપી લોન્ચ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં ઓટીપી સાથે જોડાયેલી આધારની તમામ એપ્લિકેશન્સને ટીઓટીપી પર માઈગ્રેટ કરી દેવામાં આવશે. ટીઓટીપી 8 ડિજિટનો નંબર છે. તે માત્ર 30 સેકન્ડ માટે વેલિડ રહેશે. તેને યુઝર પોતે મોબાઈલ પર જનરેટ કરી શકે છે.
 
આ રીતે મળશે સુવિધા 
 
તમારે ગુગુલ પ્લે સ્ટોર પર જઈને mAadhaar એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ તે જ મોબાઈલ પર ડાઉનલોડ કરો, જેમાં તે નંબર છે, જે તમે આધાર માટે આપ્યો છે. એપ ડાઉનલોડ કર્યા બાદ તમે પોતાની પ્રોફાઈલ બનાવો. તેમાં તમારે આધાર નંબર, નામ અને અન્ય ડિટેલની સાથે પ્રોફાઈલ બનાવવાની રહેશે. બાદમાં એપ એકટિવેટ થઈ જશે. એટલે કે હવે તમે એમ આધારને એક આધાર કાર્ડની જેમ યુઝ કરી શકશો. એપમાં હવે ટીઓટીપીનુ ઓપ્શન આવી ગયું છે. તેની પર ક્લિક કર્યા બાદ 8 ડિજિટનો નંબર જનરેટ થઈ જશે. જેની મદદથી તમે ત્યાં જ આધાર ડિટેલમાં ફેરફાર કરી શકશો.
 
મુસાફરીના સમયે પણ કરી શકશો ઉપયોગ
 
આ એપ હાલ માત્ર એન્ડ્રોઈડ પર અવેલેબલ છે. તેને ડાઉનલોડ કર્યા બાદ તમારે આધારની હાર્ડ કોપી સાથે રાખવાની જરૂરિયાત નથી. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે mAadhaarનો ઉપયોગ કરી શકો છો. બીજા કોઈ પ્રુફની જરૂરિયાત નથી. તમે આ એપને માત્ર એ મોબાઈલ પર જ ડાઉનલોડ કરો જેમાં તે નંબર હોય, જે તમારી આધાર ડિટેલમાં આપવામાં આવ્યો છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: unique identification authority of india has introduced a new security feature
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.