• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »America »Facts» Sim Cards Not Linked To Aadhaar To Be Deactivated After February Next Year

ફેબ્રુઆરી 2018 સુધીમાં આધાર સાથે સીમનું લિન્કિંગ નહીં થાય તો થશે બંધ, કેન્દ્રનો આદેશ

ફેબ્રુઆરી 2018 સુધીમાં આધાર સાથે સીમનું લિન્કિંગ નહીં થાય તો થશે બંધ, કેન્દ્રનો આદેશ
નવી દિલ્હીઃ ફેબ્રુઆરી 2018 સુધીમાં જો તમે પોતાના સીમ કાર્ડને આધાર સાથે જોડયું નથી તો તમારો નંબર બંધ થઈ જશે. હવે તમામ સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવા જરૂરી છે. તેના માટે કેન્દ્ર સરકારે ટાઈમ લિમિટ નક્કી કરી દીધી છે. ન્યુઝ એજન્સીના સામાચારના જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરી 2018 સુધી જે સિમ કાર્ડ આધારની સાથે લિન્ક નહિ થાય તેને ડિએકટીવેટ કરી નાખવામાં આવશે.
 
કોર્ટે આપ્યો હતો આદેશ
 
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે એક વર્ષની અંદર 100 કરોડથી વધુ હાલના અને નવા મોબાઈલ ટેલિફોન કસ્ટમરની ઓળખ નક્કી કરવાની વ્યવસ્થા કરવામાં આવે. કોર્ટે આદેશ આપ્યો હતો કે વેરિફીકેશન માટે યુઝર્સના સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવામાં આવે.
 
90 ટકા સીમ પ્રીપેડ
 
જણાવી દઈએ કે મોબાઈલ સિમ વેરીફીકેશન મામલામાં કેન્દ્રએ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટેને જણાવ્યું હતું કે એક વર્ષમાં તમામ સિમ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. દેશમાં 90 ટકા સિમ પ્રીપેડ છે, જોકે હવે એવી મિકેનિઝમ લાવવામાં આવી રહી છે, જેનાથી આ સિમને પણ આધાર સાથે જોડવામાં આવી શકે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછયું હતું કે મોબાઈલ સીમ કાર્ડ રાખનારાઓના વેરિફીકેશન માટે શું રીત છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે તે વખતના ચીફ જસ્ટિસ જે એસ ખેહરને જણાવ્યું હતું કે મોબાઈલ સીમ કાર્ડ રાખનારની ઓળખ ન થાય તો છેતરપિંડીથી રૂપિયા નીકાળવાના કામમાં તેનો ઉપયોગ થઈ શકે છે. સરકારે ઝડપથી ઓળખ કરવાની પ્રોસેસ કરવી જોઈએ, જયારે કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને આ મામલામાં સોગાદનામું ફાઈલ કરવા માટે સમય જોઈએ.
 
NGO લોકનીતીની PIL પર આપ્યો હતો આ આદેશ
 
સુપ્રીમ કોર્ટ એનજીઓ લોકનીતીની પબ્લિક ઈન્ટરસ્ટ લિટિગેશનન પર સુનવણી કરી રહ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાને એ નિર્દેશ આપવામાં આવે કે મોબાઈલ સિમ યુઝર્સની ઓળખ, એડ્રેસ અને તમામ ડિટેલ ઉપલબ્ધ થાય. કોઈ પણ મોબાઈલ સીમ વગર વેરીફીકેશને ન આપવામાં આવે. અગાઉ સુપ્રીમ કોર્ટે નોટિસ ઈસ્યુ કરી આ મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
(America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sim cards not linked to aadhaar to be deactivated after february next year
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.