• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Economy »Facts» A Country Has To Face These Big Five Jolts When He Declares Itself Default

જ્યારે કોઇ દેશ કરે છે ડિફોલ્ટ ત્યારે આ થાય છે આ 5 મોટા નુકસાન

નવી દિલ્હીઃ અત્યાર સુધી લોકો પરિવાર કે કંપનીઓ કંગાળ થયાની વાતો સાંભળતા હતા, પરંતુ હવે તો દેશ દેવાળિયો જાહેર થવાની અણી હોવાની ખબરો સાંભળવા મળે છે. આઇએમએફ પાસેથી કરજ લેનાર ગ્રીસ એવો પ્રથમ વિકસિત દેશ બન્યો છે. ગ્રીસની સરકાર પર તેના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના 172 ટકા દેવું છે.
 
દેવાળિયા થવાની વાત નવી નથી. છેલ્લા બે સપ્તાહમાં અનેક દેશો તેની લપેટમાં આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના રીપોર્ટ અનુસાર, કુલ 83 દેશ દેવાળિયા થઇ ચૂક્યા છે. જ્યારે કોઇ દેશ દેવાળિયો કે નાદાર (ડિફોલ્ટ) થાય છે ત્યારે તે દેશના નાગરિકોની હાલત કફોડી બની જાય છે. લોકોને બેરોજગારીથી લઇને ભૂખમરા સુધીની તકલીફો વેઠવી પડે છે.
 
લોકો પોતાની બેન્કમાંથી પણ નાણાં ઉપાડી નથી શકતા

આર્જેન્ટિનાની રાજધાનીમાં છેલ્લા 40 વર્ષથી રહેતી મૂળ ભારતીય મહિલા પ્રેમલતાએ મની ભાસ્કરને જણાવ્યું કે જ્યારે 2001માં આર્જેન્ટિનાને પોતાને દેવાળિયું જાહેર કર્યું ત્યારે લોકોમાં હોબાળો મચી ગયો હતો. આર્જેન્ટિનાની સરકારે તમામ બેન્કોમાં ખાતા સીલ કરી દીધા હતા. ખાતાધારક 250 ડોલરથી વધારે રકમ ઉપાડી શકતો ન હતો. વળી, એનાથી વધારે રકમ ઉપાડવાની મંજૂરી મળશે કે નહિ તેની પણ ખબર ન હતી. સરકારે બેન્કોમાં રહેલી મૂડી પર પોતાનો અંકુશ મૂકી દીધો. તેથી હજારો લોકોએ બેન્કો સામે પ્રદર્શનો કર્યા. કેટલાક તો એટએમની બહાર જ રાત કાઢવા માંડ્યા. આર્જેન્ટિનાના સંકટને તે વખતે વિશ્વમાં 100 વર્ષમાં સૌથી ખરાબ આર્થિક સંકટ તરીકે ગણવામાં આવ્યું હતું.
 
દેવાના બોજ હેઠળ ફસાયા નાના વેપારીઓ

જ્યારે આર્જેન્ટિનાના ચલણ પેસોનું મૂલ્ય ડોલરની સરખામણીમાં ધરાશયી થઇ ગયું તો આશરે 10 હજાર નાના વેપારીઓ દેવામાં ડૂબી ગયા. આ વેપારીઓએ પોતાને દેવાળિયા જાહેર કર્યા. વેપારીઓને કમાણી પેસોમાં થતી હતી, જ્યારે તેમને દેવું ડોલરમાં ચુકવવું પડતું હતું. જ્યારે કોઇ દેશ ડિફોલ્ટ થાય છે ત્યારે તેને આવી પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. સૌથી વધુ માર નાના કારોબારીઓ અને આમ આદમીને પડે છે, કારણ કે તેમની પાસે મર્યાદિત મૂડી હોય છે.
 
આસમાનને આંબે છે મોંઘવારી

જ્યારે કોઇ દેશ ડિફોલ્ટ થવાની અણીએ પહોંચે છે ત્યારે ત્યાંના કારોબારીઓ અને ગ્રાહકોને ઝડપથી વધતી મોંઘવારી (ફુગાવો)નો સામનો કરવો પડે છે. દેશનું ચલણ નબળું પડવાની સાથે સાથે શેરોની કિંમતોમાં પણ ભારે ઘટાડો આવે છે. ચલણનું મૂલ્ય ઘટી જવાથી લોકો બેન્કોમાંથી નાણાં બહાર કાઢવા દોડે છે. 2001માં આર્જેન્ટિમાં સરકારે બેન્કોના ખાતા સીલ કરી દીધા પછી એવું જ બન્યું હતું. દેવાળિયા થનારા દેશની સ્વાસ્થ્ય સેવાઓથી લઇને અન્ય સરકારી સેવાઓ અસ્તવ્યસ્ત થઇ જાય છે. સરકાર તરફથી મળતી તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે.
 
ચલણ ધરાશયી થાય છે અને દેશમાં થાય છે લૂંટફાટ

1990 દરમિયાન આર્જેન્ટિને મહામંદીમાંથી પસાર થવું પડ્યું હતું. તે વખતે આર્જેન્ટિનાના ચલણની કિંમત ડોલરની સરખામણીમાં નીચે ગબડી ગઇ હતી. તે સમયે એક ડોલર સામે આર્જેન્ટિનાનું ચલણ પેસો 10,000ના સ્તરે પહોંચી ગયું હતું. દેશ ડિફોલ્ટ જાહેર થવાથી સામાજિક અને રાજકીય આક્રોશ ફેલાઇ જાય છે. આર્જેન્ટિનામાં ગુસ્સે થયેલા લોકોએ સુપરમાર્કેટમાં લૂંટફાટ શરૂ કરી દીધી હતી. રોજગારીનું પ્રમાણ ઝડપથી 25 ટકાએ પહોંચી ગયું હતું.
 
ધ ટાઇમ્સ ઓફ લંડનના અહેવાલ અનુસાર, 2009માં જ્યારે આઇસલેન્ડ આર્થિક સંકટમાં ફસાયું હતું ત્યારે દેશની સેન્ટ્રલ બેન્કના અધ્યક્ષે રાજીનામુ આપવું પડ્યું હતું. આઇસલેન્ડના હજારો લોકોને નોકરીની સાથે પોતાની જિંદગીથી પણ હાથ ધોવા પડ્યા હતા.
 
આગળની સ્લાઇડમાં વાંચો...મોટા મોટા દેશોના અર્થતંત્રો બન્યા છે નિષ્ફળ..
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A country has to face these big five jolts when he declares itself default
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.