• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Six Useful Tips To Remember When Buying Gold Jewellery

સોનુ ખરીદવામાં ન કરો ઉતાવળ, આ 6 વાતોને ખાસ ધ્યાનમાં લો

નવી દિલ્હીઃ લગ્નની સિઝન શરૂ થવા અને અક્ષય તૃતિયાના શુભ અવસરે સોનાની માંગ વધી જાય છે. આવા સમયે તમામ જ્વેલર્સ સોનાની ખરીદી પર રોકાણકારોને સારી ઓફર્સ આપવાની તૈયારી કરી રહ્યા છે. તો બીજી તરફ ગત મહિનાઓમાં સોનાની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે આ સિઝનમાં સારી ખરીદારીની આશાઓ પણ જન્મી છે. પરંતુ, સોનાની ખરીદી કરતી વખતે શુદ્ધતા, મેકિંગ ચાર્જિંસ એવી મહત્વની વાતો છે જેને ઉતાવળે ભૂલી જવાથી રોકાણકારોએ નુકસાન ભોગવવું પડે છે.
 
સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ પાંચ વાતો
 
મેકિંગ ચાર્જ અલગ-અલગ ઘરેણાં મુજબ અલગ-અલગ હોય છે. જ્વેલર્સ સોનાના ઘરેણાં બનાવવા માટે મહેનતાણાંના સ્વરૂપે તેને વસૂલ કરે છે. તેથી જ્વેલરી ખરીદતી વખતે અલગ-અલગ જગ્યાઓના મેકિંગ ચાર્જની જાણકારી જરૂર લો. જેનાથી આપના ઘરેણાંની કિંમતમાં ઓછામાં ઓછું મેકિંગ ચાર્જ હોય અને સોનું કે મેટલ વધારે હોય.
 
જયારે પણ આપ ઘરેણાં વેચશો મેકિંગ ચાર્જની કિંમતનું નુકસાન તો થશે જ કારણકે વેચતી વખતે આપને સોનાની કિંમત મળશે. એવામાં ઓછામાં ઓછું. મેકિંગ ચાર્જ ખરીદી ફાયદાનો સોદો છે. હા, એટલું ધ્યાન રાખો કે જેટલા વધારે નંગ અને ડિઝાઇનની માંગ કરશો, તેની પર મેકિંગ ચાર્જ એટલો જ વધારે હશે અને સોનાની શુદ્ધતા એટલી જ ઓછી.
 
આગળની સ્લાઇડમાં જાણો સોનાની ખરીદી સાથે સંકળાયેલી અન્ય વાતો...
 
નોટ-તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Six Useful Tips To Remember When Buying Gold Jewellery
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.