• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Auto »Launches» Maruti Suzuki Launches New And Sporty CelerioX With Stylish Look

નવી સ્પોર્ટી CelerioX હેચબેક લોન્ચ, બોલ્ડ અને સ્ટાઇલિશ લૂક સાથે અનેક એડિશન

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ નવી અને સ્પોર્ટી CelerioX હેચબેક લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 4.57 લાખ રૂપિયાથી રૂ.5.42 લાખ રૂપિયા રાખી છે. મારુતિ CelerioX એક સ્પોર્ટી વર્જન છે જેને ક્રોસઓવર જેવી સ્ટાઇલ આપવામાં આવી છે. આ કારને નવી સ્ટાઇલ અને અનેક એડિશન સાથે રજૂ કરવામાં આવી છે. રેગ્યુલર સેલેરિયોની જેમ તેને પણ માત્ર પેટ્રોલ એન્જિનના ઓપ્શન સાથે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તેના ચાર વેરિઅન્ટસ VXI, VXI(O), ZXI અને ZXI (O) છે અને પ્રત્યેક વેરિઅન્ટ મેન્યુઅલ અને એએમટી બંને ઓપ્શન સાથે ઉપલબ્ધ છે.

 

એન્જિન સ્પેશિફિકેશન


નવી CelerioXમાં સમાન 998 સીસી, સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 67 બીએચપી પાવર અને 90 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેને 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ અને 5 સ્પીડ એએમટી ઓપ્શન સાથે વેચવામાં આવી રહી છે.

 

કંપનીએ શું કહ્યું


નવી મારુતિ સુઝુકી CelerioXને લોન્ચ કરતા મારુતિ સુઝુકી ઇન્ડિયાના સીનિયર એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર, માર્કેટિંગ એન્ડ સેલ્સ આર. એસ, કલ્સીએ જણાવ્યું કે સ્પર્ધાત્મક કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં સેલેરિયોએ સફળતાપૂર્વક પોતાની જગ્યા બનાવી છે. CelerioXની સાથે મારુતિ સુઝુકી આ મોડેલને બોલ્ડ, સ્ટાઇલિશ અને સ્પોર્ટી લૂક આપવા ઇચ્છતી હતી. આ ફેરફાર યુવાનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. અમને વિશ્વાસ છે કે CelerioX બ્રાંડને મજબૂત કરવા અને યંગ કસ્ટમર્સને જોડવાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે મારુતિ સુઝુકી અત્યાર સુધીમાં ભારતમાં Celerioના 3 લાખથી વધારે યુનિટ વેચી ચૂકી છે.

 

આગળ વાંચો... CelerioXના એક્સ્ટીરિયર અને ઇન્ટિરીયર ફીચર્સ... 

(Launches Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Auto Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maruti Suzuki launches new and sporty CelerioX with stylish look
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.