KAROBAR JAGAT
Home » Karobar Jagat » Arth Jagat »Zukerberg Donates 1.8 Crore Shares
Humphrey B Neill
જ્યારે બજારમાં તેજી હોય ત્યારે તમારું દિમાગ ન લગાવો.

ફેસબુકનાં સીઇઓ ઝુકરબર્ગે 50 કરોડ ડોલરનું દાન કર્યું

Agency | Dec 19, 2012, 10:23AM IST
ફેસબુકનાં સીઇઓ ઝુકરબર્ગે 50 કરોડ ડોલરનું દાન કર્યું

ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે તેઓ આરોગ્ય અને શિક્ષણનાં કાર્યો સાથે સંકળાયેલી સિલીકોન વેલીની એક ચેરિટીને 50 કરોડ ડોલરનાં શેર દાનમાં આપી રહ્યા છે.

ફેસબુકનાં 1.8 કરોડ શેરની ભેટની કિંમત ગઇકાલે શેરનાં બંધ ભાવ પ્રમાણે 49.88 કરોડ ડોલર જેટલી છે. જ્યારે ઝુકરબર્ગે આ દાન કર્યું હતું. આ દાન મેળવનાર બિનનફાકારક સંસ્થા સિલીકોન વેલી કોમ્યુનિટી ફાઉન્ડેશન છે. જે દાનકર્તાઓ સાથે મળીને તેમની ભેટોની વહેંચણીનું કામ કરે છે.  

ઝુકરબર્ગે કરેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે. તેમણે આ પહેલા 2010માં નેવાર્ક, ન્યુજર્સી ખાતેની શાળાઓને 10 કરોડ ડોલરનાં શેર આપ્યા હતા. પછીથી 2010માં જ ઝુકરબર્ગ, માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ અને રોકાણકાર વોરન બફેટ દ્વારા ધનિક અમેરિકનોને તેમની મોટાભાગની સંપત્તિનું દાન કરવા જાગૃત બનાવવા માટે શરૂ કરાયેલા પ્રયત્ન ગિવીંગ પ્લેજમાં જોડાયા હતા.

RELATED ARTICLES

Email Print
0
Comment