Home » Gujarat Business »Vibrant Gujarat -2013: The Present Occupants Of The Giant Industrialist List!

વાયબ્રન્ટ 2013: આ રહ્યું હાજર રહેનાર ઉદ્યોગપતિઓનું લિસ્ટ!

Business Desk | Dec 24, 2012, 13:12 PM IST
1 of 11

ગુજરાતની સત્તા પર નરેન્દ્ર મોદીએ હેટ્રિક મારતા જ વાઇબ્રન્ટ ગુજરાત2013ની ધામધૂમથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નરેન્દ્ર મોદી જેવા સત્તા પર આવ્યા કે તરત જ ગુજરાતમાં રોકાણ માટેની તૈયારીઓમાં જોતરાઇ ગયા. મોદી સત્તા પર ચૂંટાઇ આવ્યા બાદ સૌપ્રથમ જાહેર કાર્યક્રમ વાયબ્રન્ટ 2013 છે. નરેન્દ્ર મોદી જાતે જ આખી ઇવેન્ટનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે આ ઇવેન્ટની સંપૂર્ણ જવાબદારી અમેરિકન લૉબિંગ જાયન્ટ એપકો વર્લ્ડવાઇડની 2009માં નિમણૂક કરી હતી.

ગઇ સમિટમાં મોદીએ અગ્રણી ઉદ્યોગપતિઓને સમિટ સાથે જોડવાનું વચન આપ્યું હતું. તે સાચું પુરવાર થતું દેખાશે તેવી શક્યતા છે. ઇન્ડિયા ઇન્કની ટોપ ગન ગણાતા ટાટા, અંબાણી, અદાણી, રૂઇયા નરેન્દ્ર મોદી સાથે વાઇબ્રન્ટ ગુજરાત 2013ની સમિટમાં હાજર રહે તેવી વકી છે.

આ વખતે સૌપ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટમાં યુનાઇટેડ સ્ટેટસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ની સાથો સાથ યુ.કે., જાપાન, અને ઑસ્ટ્રેલિયા આ ઇવેન્ટને સ્પોન્સર કરી રહ્યા છે. તદઉપરાંત આઇસલેન્ડ, બ્રુનેઇ, આર્જેન્ટિના, કોસ્ટા રિસા અને ક્યુબા પણ ભાગીદાર છે.

વાઇબ્રન્ટ સમિટ - 2013માં દેશ-દુનિયાના રોકાણકારો ભાગ લેશે. જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટમાં અંબાણી થી માંડીને ટાટા સહિત કયા ઉદ્યોગપતિઓ હાજર રહેશે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરતાં જાઓ.
 

RELATED ARTICLES

Email Print
0
Comment