Home » Share Bazaar » World Market »Asian Shares Down

યુએસની અનિશ્વિતતાઓને પગલે એશિયન શેરોમાં ઘટાડો

Agency | Dec 21, 2012, 09:15 AM IST
યુએસની અનિશ્વિતતાઓને પગલે એશિયન શેરોમાં ઘટાડો

યુએસમાં રાજકોષીય ભીંસને ટાળવા માટેની રિપબ્લિકનોની દરખાસ્તને પૂરતો ટેકો ન મળતા જાન્યુઆરીમાં શરૂ થનારા ખર્ચમાં ઘટાડા અને કરવેરામાં વધારાને ટાળવા અંગેની વાટાઘાટોના ભાવિ પર અનિશ્વિતતા છવાઇ જતાં એશિયન શેરોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.

યુએસનું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની કામગીરી ક્રિસમસ પછી સુધી મોકૂફ રહેશે, તેમ રિપબ્લિકન પ્રતિનીધિ પીટર રોસ્કમે જણાવ્યું હતું. આ પહેલા ગૃહનાં સ્પીકર દ્વારા ફિસ્કલ ક્લિફને ટાળવા માટે બનાવાયેલું બિલ મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. આ દરખાસ્તનો હેતુ વ્હાઇટ હાઉસ તરફથી કેટલીક રાહતો મેળવવાનો હતો, જેણે તેનાં પર વીટોનાં અધિકારનો ઉપયોગ કરવાની ચેતવણી આપી હતી.  

રિપબ્લિકનોની આગેવાની હેઠળનાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્સે ગુરુવારે અચાનક રિસેસ જાહેર કરી હતી. હવે તે 27 ડિસેમ્બરે ફરી મળે તેવી શક્યતા છે.

બેન્ક ઓફ જાપાને અપેક્ષા પ્રમાણે નાણાકીય નીતિમાં રાહતો જાહેર કરતા યેન દબાણ હેઠળ રહ્યો હતો. જાપાનમાં વડા પ્રધાન બનવા જઇ રહેલા શિન્ઝો એબેએ  દાયકાઓથી જોવા મળતી ડિફ્લેશનની પરિસ્થિતિમાંથી જાપાનને બહાર કાઢવા વધુ કડક પગલા લેવાની જરૂરિયાત દર્શાવી છે.
 

RELATED ARTICLES

Email Print
0
Comment