• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Banks Do Not Take Responsibility Of Your Locker In Undesirable Situation

લોકરમાંથી ચોરી થતા બેન્કો નથી હોતી જવાબદાર,જાણો કેમ

અમદાવાદઃતાજેતરમાં જ હરિયાણાનાં ગોહાનામાં જીંદ રોડ પર આવેલી પંજાબ નેશનલ બેન્કની શાખામાં લોકરોમાં મોટી ચોરી થતા બેન્કનાં લોકરોની સુરક્ષા સામે પ્રશ્ન ઉભા થયા છે.તસ્કરોએ 100 ફૂટ લાંબી ,7 ફૂટ ઉંડી અને 2.5 ફૂટ પહોળી સુરંગ ખોદી અને તેનાં થકી સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચ્યા અને ત્યાં રહેલા 88 લોકરોને તોડીને તેમાં મૂકેલી રોકડ,ઝવેરાત તેમજ અન્ય કિંમતી સામાન પર હાથ ફેરવી દીધો.
 
હવે સવાર એ ઉઠે છે કે આ લોકરોમાંથી ચોરી થયેલા સામાનની જવાબદારી કોણ લેશે.ઉલ્લેખનીય છે કે બેન્કનાં લોકરમાં મૂકવામાં આવેલા સામાનની જવાબદારી બેન્કો નથી લેતી,કેમ કે બેન્કને એ વાતની ખબર જ નથી હોતી કે ગ્રાહકે પોતાનાં લોકરમાં શું મુક્યું છે.
 
બેન્કોની નથી હોતી જવાબદારી
 
લોકરમાં મૂકેલા સામાનની જવાબદારી કોઇ બેન્કની નથી હોતી.જો કોઇ પ્રાકૃતિક આપદાને કારણે તમારા લોકરમાં મૂકેલા સામાનને કોઇ નુકસાન થાય તો તેના માટે પણ બેન્ક કોઇ જવાબદારી નથી લેતી.આવી સ્થિતિમાં બેન્કો પોતાનો હાથ પાછો ખેંચી લે છે અને કોઇ નુકસાન વળતર નથી આપતી,કેમ કે લોકરમાં શું મૂકેલું છે તેની જાણ ન હોવાથી નુકસાન વળતર નક્કી કરવું બહુ મુશ્કેલ છે.જો કે ચોરી જેવી ઘટનામાં વ્યક્તિ કોર્ટમાં જઇને અમુક વળતરની માગ કરી શકે છે,કેમ કે લોકર માટે સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી બેન્કની હોય છે. 
 
આગળ વાંચો-બેન્કમાં લોકર મેળવવા માટે શું કરવું પડે છે
(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Banks Do Not Take Responsibility Of Your Locker in undesirable situation
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.